બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:52 AM, 22 February 2025
Saturn Transit: શનિ 22 ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે કુંભ રાશિમાં અસ્ત થઇ રહ્યો છે. શનિ હાલમાં કમજોર અવસ્થઆમાં છે. એટલે આ અસ્ત કેટલીક રાશિ માટે નકારાત્મક અસર થઇ શકે છે. આ બાદ શનિ 28 માર્ચ 2025ના કુંભ રાશિથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષ અનુસાર, શનિનું આ રાશિ પરિવર્તન ખુબજ મહત્વપૂર્ણ અને ખાસ છે. જેનો પ્રભાવ દેશ દુનિયા પર પડશે.
ADVERTISEMENT
અસ્ત થવું એટલે શું?
જ્યારે કોઇ ગ્રહ સૂર્યની ખુબજ નજીક આવે છે તો તેને તેનો અસ્ત માનવામાં આવે છે. અસ્ત થવાનો અર્થ થાય છે કે, ગ્રહની શક્તિઓ ઓછી થવી કે પ્રભાવહીન થવી. તો આવો જાણીયે, આજે શનિના અસ્ત થવાથી કઇ રાશિઓને આગામી 38 દિવસ સુધી સાવધાન રહેવાની જરૂર છે.
ADVERTISEMENT
વૃષભ રાશિ- શનિના અસ્થ થવાથી વૃષભ રાશિવાળાને માનસિક તાણ અનુભવી શકે છે. લક્ષ્ય પ્રાપ્તિમાં બાધાઓનો સામનો કરવો પડી શકે, કોઇપણ કાર્યમાં મન ન લાગે. વૃષભ રાશિવાળાને કાર્યક્ષેત્રમાં કામ પર દબાણ પણ રહેશે જેને કારણે મુશ્કેલી વધી શકે
સિંહ રાશિ- શનિના અસ્ત થવાથી સિંહ રાશિવાળાને કાર્ય પૂર્ણ થવામાં મોડું થઇ શકે છે. પડાકરનો સામનો કરવો પડી શકે છે. ઉપરી અધિકારીઓ સાથે તાણપૂર્ણ સંબંધ રહેશે.
ADVERTISEMENT
તુલા રાશિ- શનિના અસ્ત થવાથી તુલા રાશિના જીવનમાં ઉન્નતિ અને વિકાસમાં મોડુ થવાનો યોગ છે. કામમાં સંતુષ્ટિ નહીં મળે. આર્થિક ઉન્નતિ સાથે જોડાયેલી બાધાઓ આવશે. નોકરી બદલવા અંગે પણ વિચારો આવશે.
વધુ વાંચો-ધર્મ / તમારી તો રાશિ આમાં નથી ને! જોઇ લેજો, કારણ કે લક્ષ્મીનારાયણ યોગ કરશે માલામાલ
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.