ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / simple Recipe For Rainy Season

રેસિપિ / મકાઈ મસ્તીઃ આજે જ પ્લાન કરી લો ઢોકળાને ટ્વિસ્ટ આપતી આ ડિશ, લાવશે મોઢામાં પાણી!

Published By: Bhushita

Last Updated: 09:49 AM, 14 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મકાઈની સીઝન આવી ગઈ છે તો પ્લાન કરી લો પરંપરાગત એવા કોર્ન ઢોકળાની ડિશ. સિમ્પલ રેસિપી સાથે બનાવી લો ફટાફટ.

ADVERTISEMENT

ચોમાસામાં વરસતા વરસાદમાં મકાઈ ખાવાની તો કંઈક ઓર જ મજા છે, સાચુને? શેકેલો મકાઈનો ભુટ્ટો તો ખાવાની મજા તો આવે જ સાથે આવો ગરમા ગરમ નાસ્તો મળી જાય તો પૂછવું જ શું. તો પ્લાન કરી લો કોર્ન ઢોકળા.


સ્વીટ કોર્ન ઢોકળા
 
સામગ્રી

-2 નંગ સ્વીટ કોર્ન
-1 કપ સોજી
-1 કપ દહીં
-3/4 નાની ચમચી મીઠું
-1 ઇંચનું આદું-પીસેલું
-1 નંગ લીંબુ
-3/4 નાની ચમચી ઈનો પાવડર
-2 થી 3 ટેબલ સ્પૂન તેલ
-1 નાની ચમચી રાઈ
-10 થી 12 લીમડાના પત્તા
-1 થી 2 કાપેલા લીલા મરચાં
-કોથમીર
 
રીત


 સૌપ્રથમ દહીંને ફેંટીને સોજીનો લોટ તેમાં સારી રીતે મિક્સ કરી લો. સ્વીટ કોર્નને ક્રશ કરી તેનું ક્રીમ જેવું મિશ્રણ તૈયાર કરી લો. દહીં અને સોજીના મિશ્રણમાં સ્વીટ કોર્ન ક્રીમ, મીઠું અને આદુંની પેસ્ટ મિક્સ કરી લો. મિશ્રણમાં લીંબુનો રસ નીચોવી દો. બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઇ જાય એટલે પાંચ મિનિટ માટે રહેવા દો. ઢોકળા રાંધવા માટે એક એવું વાસણ લો જેની અંદર ઢોકળાની થાળી મૂકી શકો. વાસણમાં અઢી કપ પાણી નાંખી ગરમ કરો. પાણીમાં જાળીવાળું સ્ટેન્ડ મૂકો જેની ઉપર તમે ઢોકળાની થાળી મૂકી શકો. વાસણને ઢાંકી દો જેથી તેમાં ઝડપથી વરાળ બનવાની શરૂ થાય. બીજી તરફ થાળીમાં તેલ ચોપડી ચીકણી કરો. તેમાં તૈયાર કરેલું ઢોકળાંનું મિશ્રણ ઉમેરી દો. આ થાળીને વરાળે બાફવા માટે મૂકો. ઢોકળા બફાઈ જાય એટલે થાળી કાઢીને તેને કટ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

સંકળાયેલા મુદ્દાઓ

Corn Dish Dhokla Monsoon Rainy season Recipe ચોમાસુ ઢોકળા મકાઈ રેસિપી વરસાદ વાનગીઓ Corn Dhokla

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ