બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જો તમારા પાર્ટનરમાં દેખાય આ લક્ષણો, તો સમજી લેવું હોઇ શકે બ્રેકઅપના સંકેત!
Last Updated: 02:37 PM, 23 March 2026
બ્રેકઅપ… આ શબ્દ ભલે થોડા અક્ષરોનો હોય પરંતુ કોઈ માટે પણ ભાવનાત્મક રીતે ખૂબ મુશ્કેલ સમય હોય છે. કેટલાક સંબંધો એવા હોય છે કે જેમાં કોઈ ઝઘડો કે વાત વગર જ ધીમે ધીમે તૂટી જાય છે અને ખબર પણ નથી પડતી. હકીકતમાં સામેનો વ્યક્તિ કંઈ કહેતો નથી પણ એવું લાગવા લાગે છે કે સંબંધમાં કંઈક ગડબડ છે. આવી રીતે શાંતિથી થતો બ્રેકઅપ વધુ દુખદ હોય છે કારણ કે તે બંનેમાંથી એક વ્યક્તિને દરરોજ અંદરથી તોડી નાખે છે. કેટલાક સંકેતો પર ધ્યાન આપીને તમે સમજી શકો છો કે તમારો પાર્ટનર શાંતિથી બ્રેકઅપ કરવાની તૈયારીમાં છે. ત્યારબાદ તમે સીધી રીતે આ વિષય પર વાત કરી શકો છો.
ADVERTISEMENT
કદાચ તેમણે હજુ સુધી તમને એક શબ્દ પણ કહ્યો ન હોય પરંતુ તમે અંદરથી દરરોજ અનુભવ કરો છો કે તમારા સંબંધમાં એવા બદલાવ આવી રહ્યા છે જે આવવા જોઈએ નહીં. આ સ્થિતિ ખરેખર દિલ તોડી નાખે એવી હોય છે. હકીકતમાં પાર્ટનર “બ્રેકઅપ” શબ્દ ન બોલે છતાં તેના વર્તનમાં ઘણા બદલાવ જોવા મળે છે. આવી સ્થિતિને “સાઇલેન્ટ બ્રેકઅપ” કહેવામાં આવે છે.
ADVERTISEMENT
સંબંધમાં યોગ્ય વાતચીત હોવી ખૂબ જ જરૂરી છે. જો તમારો પાર્ટનર પહેલા કરતા અચાનક ઓછું વાત કરવા લાગ્યો હોય એટલે કે કોમ્યુનિકેશન ઘટી ગયું હોય તો આની પર ધ્યાન આપવાની જરૂર છે. જેમ કે શું તે મેસેજનો જવાબ મોડો આપે છે? અથવા ફોન પર વાત કરતી વખતે તમને ઇમોશનલ કનેક્શન અનુભવાતું નથી અને ફક્ત સામાન્ય વાતચીત જ થાય છે? જો તે ખાલી સમયમાં પણ ઝડપથી કોલ પૂરો કરવા માગે છે તો આ સંકેત હોઈ શકે છે કે પાર્ટનર ધીમે ધીમે દૂર થઈ રહ્યો છે અને સંબંધને સાઇલેન્ટ બ્રેકઅપ તરફ લઈ જઈ રહ્યો છે.

ADVERTISEMENT
સંબંધ ત્યારે જ મજબૂત રહી શકે જ્યારે તમે તેને સમય આપી રહ્યા હોવ. જેમ કે સાથે લોંગ ડ્રાઈવ પર જવુ. નાનકડી ડેટ, ટ્રિપ, મુવી જોવા જવું. આ બધી કોમન વસ્તુ છે જે ઘણા કપલ કરે છે. જો તમારુ પાર્ટનર હવે સાથે જવાના પ્લાન ડ્રોપ કરવા લાગ્યુ છે કે તમારા સાથે જવાનું મન નથી તો બની શકે કે તે તમારી સાથે આગળ વધવા ન માંગતુ હોય.
ADVERTISEMENT

ADVERTISEMENT
સંબંધને મજબૂત બનાવવા માટે ભાવનાત્મક સાથે જ ફિઝીકલ સંબંધ પણ મહત્વનો ભાગ ભજવે છે. જો તમારો પાર્ટનર હવે તમારી સાથે બન્નેમાંથી એકમાં પણ ફોકસ નથી દેખાડી રહ્યો અને દૂર રહેતો હોય તો બની શકે છે કે તે હવે તમારાથી દૂર જવાનું વિચારી રહ્યો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ યંગ પ્રોફેશનલ માટે NHIDCLમાં ભરતી, 2.75 લાખ સુધી મળશે સેલરી
ક્યારેક સંબંધમાં ખુબ જ કન્ફ્યુઝન સર્જાય છે કે સામેનો વ્યક્તિ શું ઈચ્છે છે. આનું કારણ બની શકે છે પાર્ટનરના “હોટ એન્ડ કોલ્ડ વર્તન”. જેમ કે ક્યારેક બહુ પ્રેમ દર્શાવવો અને અચાનક દૂર રહેવું. આવી રીતે વર્તવું પણ સાઇલેન્ટ બ્રેકઅપનો સંકેત હોઈ શકે છે.
ક્યારેક તમારી અંદરના અનુભવ (ગટ ફીલિંગ) બધું કહે છે જેમ કે જો તમને લાગે કે તમારો પાર્ટનર જરૂરી મુદ્દાઓ પર વાત કરવાની જગ્યાએ ટાળતો રહે છે. જો તમે વાત કરવાનો પ્રયાસ કરો પણ તે ચીડીયો બની જાય તો તેનો અર્થ એ છે કે તમે તમારા સંબંધને એકતરફી રીતે આગળ ધકેલી રહ્યા છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.