ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / યંગ પ્રોફેશનલ માટે NHIDCLમાં ભરતી, 2.75 લાખ સુધી મળશે સેલરી
Last Updated: 12:24 AM, 23 March 2026
ADVERTISEMENT
જો તમે સરકારી નોકરી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હોવ તો તમારા માટે એક સારો મોકો આવ્યો છે. જેમાં નેશનલ હાઇવેઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL) એ ફ્રેશર્સ અને અનુભવી બંને માટે ભરતી પાડી છે. આ ભરતી પ્રક્રિયા 18 માર્ચ 2026 થી શરૂ થઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 14 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
ADVERTISEMENT
આ ભરતીમાં કુલ 37 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટમાં 10, ટેકનિકલમાં 10, હ્યુમન રિસોર્સિસ (HR) માં 4, ફાઇનાન્સમાં 7, લીગલમાં 3 અને IT માં 3 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ બધા વિભાગોમાં એસોસિયેટ, સિનિયર એસોસિયેટ અને કન્સલ્ટન્ટ જેવા પદોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ભરતી માટે વિવિધ પદો માટે અનુભવ પણ માંગવામાં આવ્યો છે. જેમાં એસોસિયેટ માટે 0 થી 2 વર્ષ, સિનિયર એસોસિયેટ માટે 2 થી 9 વર્ષ અને કન્સલ્ટન્ટ માટે 9 થી 15 વર્ષનો સમાવેશ થાય છે. આ ફ્રેશર્સ અને અનુભવી ઉમેદવારો બંને માટે મોકો પૂરો પાડે છે. વય મર્યાદા અંગે, એસોસિયેટ માટે મેક્સીમમ વય મર્યાદા 30 વર્ષ, સિનિયર એસોસિયેટ માટે 40 વર્ષ અને કન્સલ્ટન્ટ માટે 45 વર્ષ છે.
ADVERTISEMENT
આ ભરતી માટે પગાર પણ ખૂબ આકર્ષક છે. જેમાં એસોસિયેટને 70,000 થી 80,000, સિનિયર એસોસિયેટને 80,000 થી 150,000 અને કન્સલ્ટન્ટને 150,000 થી 275,000 પ્રતિ મહિને મળશે. પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં પૂર્ણ થશે. જેમાં અરજી સ્ક્રીનીંગ, લેખિત પરીક્ષા, ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે. જેમાં ઉમેદવારોએ દરેક તબક્કામાં પાસ થવું જરૂરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો