બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / આરોગ્ય / શું તમને પણ ઠંડીમાં વારંવાર દૂધવાળી ચા પીવાની છે આદત? તો ચેતી જજો, જાણો સાઇડ ઇફેક્ટ્સ!

હેલ્થ ટિપ્સ / શું તમને પણ ઠંડીમાં વારંવાર દૂધવાળી ચા પીવાની છે આદત? તો ચેતી જજો, જાણો સાઇડ ઇફેક્ટ્સ!

Last Updated: 04:56 PM, 3 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ચા ફક્ત એક ડ્રિંક નથી પણ એક લાગણી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ તમારી ગમતી દૂધવાળી ચા જરુર કરતા વધારે પીવામાં આવે તો શરીરને નુકસાન પહોંચાડી શકે છે? તેના અનેક સાઇડ ઇફેક્ટ્સ છે જેને અવગણવા ના જોઇએ.

મોટાભાગના લોકોની સવારની શરુઆત હોય કે સાંજ ચા પીવાથી થાય છે. ભારતમાં દૂધવાળી ચા ફક્ત એક ડ્રિંક જ નથી પણ ઘણા લોકોની આદત છે. ચા વિના તો જાણે દિવસ જ અધૂરો લાગે છે. તેમાં પણ શિયાળામાં ચા પીવાનો અલગ જ આનંદ હોય છે. ગરમ-ગરમ ચાની ચુસ્કી ભરવા પર લાગે છે કે જાણે ઠંડી ઊડી ગઇ હોય. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ તમારી ગમતી દૂધવાળી ચા જરુર કરતા વધારે પીવામાં આવે તો શરીરને નુકસાન પહોંચાડી શકે છે?

જી, હાં હંમેશા જે વસ્તુને સામાન્ય ગણીએ છીએ તે ધીરે ધીરે મોટી સમસ્યાનું કારણ બની શકે છે. તેવામાંની એક ચા છે, આવો જાણીએદૂધ વાળી ચા પીવાથી શરીરને થતા નુકશાન વિશે...

આયનની ઉણપ

દૂધવાળી ચા ભલે મનની શાંતિ આપે પરંતુ તેમા રહેલ ટૈનિન આયરનના એઝોબપ્શર્નને રોકી લે છે, જેનાથી એનિમિયાનો ખતરો વધી શકે છે. જો તમારા શરીરમાં આયરનની ઉણપ છે, તેમ છંતા તમે ચા પીઓ છો તો આજે જ વધારે ચા પીવાનું ટાળો.

અનિદ્રા જેવી સમસ્યા

દિવસભરની ભાગદોડ બાદ જો રાત્રે દૂધવાળી ચા પીવામાં આવે તો ઊંઘ ઉડી જાય છે. કેફીન મગજને સતર્ક રાખે છે, જેનાથી અનિદ્રા અને બેચેની જેવી સમસ્યા થઇ શકે છે. ઘણા લોકો આ આદતના કારણે રાતભર પડખા જ ફેરવે છે પણ તેમને ઊંઘ આવતી નથી.

tea 2

છાતીમાં બળતરા

જરુર કરતા વધારે કેફીનના સેવનથી છાતીમાં બળતરા થવાની સમસ્યા થઇ શકે છે, સાથે હૃદયને લગતી બીમારીનો ભય વધે છે. તેથી વધારે પડતી ચા પીવાની ટાળો.

પેટમાં ગરબડ

વધારે પડતી દૂધવાળી ચા પીવાથી ગેસ, અપચો, એસિડિટી અને પેટ ભારે થઇ શકે છે. હકીકતમાં ચામાં રહેલુ કેફીન અને દૂધનો મેળ ડાઇજેસ્ટિવ સિસ્ટમને ધીમી કરી શકે છે, જેનાથી પેટ સાથે જોડાયેલી સમસ્યા વધવા લાગી છે,

tea 1

વજન વધવાનો ખતરો

ખાંડ અને દૂધ સાથે બનેલી ચા કેલેરીથી ભરપુર હોય છે. દિવસમાં અનેક કપ ચા પીવાની આદત વજન વધવાનું કારણ બની શકે છે. સાથે જ વધારે પડતુ વજન અન્ય બિમારીઓને નોતરે છે.

સ્ટ્રેસ અને બેચેની થવી

જે લોકો રોજીંદા ઘણા કપ દૂધવાળી ચા પીવે છે, તેમને સ્ટ્રેસ અને બેચેનીનો ખતરો રહે છે. તેમા રહેલુ કેફીન મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર કરે છે. તેથી દૂધવાળી ચા પીવાની આદતને લત ના બનવા દો.

સંકળાયેલા મુદ્દાઓ

Lifestyel side effects of milk Tea Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ