બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 12:20 PM, 20 February 2024
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માર્ચમાં શુક્ર ગ્રહ પોતાની ચાલમાં ફેરફાર કરવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે શુક્ર દેવ હાલ મકર રાશિમાં બિરાજમાન છે. જ્યોતિષો અનુસાર કુંડળીમાં જ્યારે શુક્રની સ્થિતિ ઠીક રહે છે તો લોકો પર માતા લક્ષ્મીની કૃપા રહે છે. સાથે જ તે લોકોને ક્યારેય પણ ધન-દૌલતની કમી નથી થતી. 7 માર્ચ 2024એ સવારે 10.55 વાગ્યે શુક્ર દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તે 30 માર્ચ સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે.
ADVERTISEMENT
આ રાશિના લોકોના જીવનમાં થશે ફેરફાર
વૃષભ
શુક્ર દેવના કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી વૃષભ રાશિના લોકો માટે તે ખૂબ જ શુભ રહેશે. જે લોકો વ્યાપાર કરે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ લાભદાયક રહેશે. નોકરી કરનાર લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન અનુકૂળ સાબિત થશે. જે લોકો નવી નોકરીની શોધ કરી રહ્યા છે તેમને નોકરી મળી શકે છે. આવકમાં વૃદ્ધિ પણ થઈ શકે છે.
ADVERTISEMENT
તુલા
તુલા રાશિના લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન ખૂબ જ લાભ આપશે. તુલા રાશિના અમુક લોકોને ભાગ્યનો સાથ મળશે. કારણ કે શુક્ર દેવ તમારી કુંડળીમાં ચતુર્થ ભાવમાં સંચરણ કરશે. જેના કારણે પિતા પાસેથી કોઈ ખુશખબરી મળી શકે છે. સાથે જ પૈતૃક સંપત્તિથી ધનનો લાભ પણ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે.
કર્ક
કર્ક રાશિના લોકો માટે શુક્રનું કુંભ રાશિમાં ગોચર અનુકૂળ સાબિત થઈ શકે છે. જે લોકો અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે સમય ખૂબ જ સારો રહેશે. પરણીત વ્યક્તિના જીવનમાં ખુશીઓની સાથે રોમાન્સ બની રહેશે. પરિવારમાં ખુશીઓ આવશે.
કુંભ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકો માટે શુક્રનું ગોચર લાભદાયક રહેશે. જે લોકો નવા વેપાર કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. નવા વેપારની શરૂઆત કરી શકો છો. સાથે જ કાર્યક્ષેત્રમાં વિસ્તાર પણ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.