બ્રેકિંગ ન્યુઝ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના ગોચરથી યુતિ બને છે. આ યુતિ બધી રાશિના લોકોના જીવન પર મોટી અસર કરે છે. 14 ફેબ્રુઆરીએ સૂર્ય ગોચર કરીને શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરી ગઈ છે. ત્યાં જ શનિ સ્વરાશિ કુંભમાં અસ્ત છે. શનિનું અસ્ત થવુ અને તેજ રાશિમાં સૂર્યનું હોવું મહત્વની સ્થિતિ પેદા કરી રહ્યું છે. જાણો કુંભમાં શનિ અસ્ત અને સૂર્યની યુતિનો બધી 12 રાશિઓ પર શું પ્રભાવ થશે.
ADVERTISEMENT

મેષ
નવીન કાર્યોની રૂપરેખા બનશે. નવા સંબંધ બનશે. કોઈ નવીન કાર્યમાં પૂંજીનું રોકાણ થશે. આર્થિક ક્ષેત્રમાં ઉન્નતિ થશે.
ADVERTISEMENT
વૃષભ
જુના રોકાયેલા કાર્ય પુરા થશે. નોકરીમાં વધારે કાર્યભાર/પ્રભાર મળશે. નોકરીના ક્ષેત્રમાં સંઘર્ષની સાથે પ્રગતિ મળશે. લાંબી યાત્રાની સંભાવના છે. સંપત્તિના ખરીદ વેચાણથી આર્થિક લાભ થવાની સંભાવના છે.
મિથુન
પરિવારમાં માંગલિક કાર્ય થવાના યોગ બની રહ્યા છે. રોકાયેલા કાર્યોને પુરા કરવા માટે વધારે પ્રયત્નો કરવા પડશે. કાર્યક્ષેત્રમાં કોઈ નવી જવાબદારી મળી શકે છે.
ADVERTISEMENT
કર્ક
સમજી વિચારીને નિર્ણય લો કારણ કે નિર્ણય ખોટો હોવાની સંભાવના છે. આર્થિક નુકસાન થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં મુશ્કેલી આવી શકે છે વાહન સંભાળીને ચલાવો. દુર્ઘટના થવાની આશંકા છે.

ADVERTISEMENT
સિંહ
વ્યાપારમાં ભાગીદારીમાં સંઘર્ષ કરવો પડી શકે છે. પરિવારીક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. કોઈ નવું કામ શરૂ કરશો જેનાથી આર્થિક લાભ થવાની સંભાવના છે.
કન્યા
આ યુતિના તમને મિશ્રિત પરિણામ મળશે. અમુક રોકાયેલા કામ પુરા થશે. ઘરના સમારકામ પર ખર્ચ થશે. કોઈ જુની સમસ્યાનું સમાધાન મળી શકે છે. ત્યાં જ અમુક પડકાર પણ આવી શકે છે.
ADVERTISEMENT
તુલા
વ્યાપાર વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ થવાની સંભાવના છે. નોકરીના ક્ષેત્ર સાથે જોડાયેલા સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. માતા-પિતાની સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
વૃશ્ચિક
કાર્યસ્થળ તથા કાર્યની પ્રકૃતિમાં પરિવર્તનથી લાભ થવાની સંભાવના છે. આત્મસંતુષ્ટિનો અભાવ રહેશે. ખર્ચ વધારે થશે.
ADVERTISEMENT

ધન
જુની ચાલી રહેલી સમસ્યાનું સમાધાન થશે. આર્થિક લાભ થશે. સન્માન મળશે તથા કોઈ મહત્વપૂર્ણ પદની પ્રાપ્તિ થશે. ભાગ્યનો સાથ મળશે.
મકર
સંબંધમાં ખટાસ આવી શકે છે. અચાનક ખર્ચ વધી શકે છે. જેનાથી તમારૂ બજેટ બગડી શકે છે. ઉતાવળ અને જોશમાં લિધેલા નિર્ણયથી હાની પહોંચી શકે છે.
કુંભ
આત્મવિશ્વાસ વધશે. કોઈ જુની સ્વાસ્થ્ય સમસ્યાનું સમાધાન મળશે. નવા સંબંધ-સંપર્ક બનશે.
.jpg)
મીન
સ્વાસ્થ્ય સમસ્યા અને વિરોધી તમને પરેશાન કરી શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન કરો. કોઈ પણ પ્રકારના વિવાદથી બચો. બોલવામાં સાવધાની રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.