બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / jaya ekadashi vrat importance in padma Puran

ધર્મ / પ્રેત યોનીના જન્મમાંથી છુટકારો, તમામ પાપોનો વિનાશ, આજે જયા એકાદશી વ્રત, જાણો મહત્વ, વિધિ અને નિયમ

Vaidehi

Last Updated: 07:26 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદૂ પંચાગ અનુસાર માગ મહિનાનાં શુક્લ પક્ષની એકાદશીનાં દિવસે જયા એકાદશીનો વ્રત રાખવામાં આવે છે. આ અગિયારસનો વ્રત કરીને વ્યક્તિને નીચ યોનિથી મુક્તિ મળે છે.

  • આજની જયા એકાદશીનું શાસ્ત્રોમાં અનેરું મહત્વ
  • વ્રત કરનારા લોકોને પ્રેત યોનિમાં જન્મ નથી લેવો પડતો
  • શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને આ વ્રત કરવાની આજ્ઞા આપી હતી

આજે એટલે કે 20 ફેબ્રુઆરીનાં રોજ શુક્લ પક્ષની એકાદશી છે. આજની આ એકાદશીનાં દિવસે જયા એકાદશીનો વ્રત રાખવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. પદ્મ પુરાણ અનુસાર આ વ્રત રાખવાથી વ્યક્તિને નીચ યોનિમાંથી મુક્તિ મળે છે. જયા એકાદશીનાં દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનની સાથે પૂજા કરવામાં આવે છે. આ વર્ષે જયા એકાદશી પર પૂજા કરવાનો શુભ મુહૂર્ત 20 ફેબ્રુઆરીનાં સવારે 9.45થી બપોરે 2 વાગ્યા સુધી છે.

પારણું ક્યારે કરી શકાશે?
બધી એકાદશી વ્રત એકાદશી તિથિનાં સૂર્યોદયથી દ્વાદશી તિથિનાં સૂર્યોદય સુધી રાખવામાં આવે છે. એકાદશી વ્રતનું પારણું દ્વાદશી તિથિનાં રોજ સૂર્યોદય બાદ થાય છે. જયા એકાદશી વ્રતનું પારણું 21 ફેબ્રુઆરીનાં રોજ સવારે 6.55 વાગ્યાથી સવારે 9.11 સુધી કરી શકાશે. સ્નાન બાદ સામાન્ય પૂજા કરીને વ્રતનું પારણું કરી શકાશે.

યુધિષ્ઠિરે રાખ્યું હતું વ્રત
પદ્મ પુરાણ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે પાંડુ પુત્ર યુધિષ્ઠિરને એકાદશી તિથિનું મહત્વ જણાવતાં આ વ્રત કરવા માટે કહ્યું હતું. પદ્મ પુરાણ અનુસાર જયા એકાદશી પ્રાણીનાં આ જન્મ તેમજ પૂર્વ જન્મનાં તમામ પાપોનો નાશ કરનારી ઉત્તમ તિથિ છે. શાસ્ત્રો અનુસાર જે લોકો જયા એકાદશીનું વ્રત કરે છે તેમને કોઈપણ પિશાચ કે પ્રેત યોનિમાં જવું નથી પડતું અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે. 

શ્રીવિષ્ણુની પૂજા કરવી
જયા એકાદશીનાં વ્રત પૂજાનું ફળ ત્યારે જ મળે છે જ્યારે જાતક તમામ પ્રકારનાં દાન કરે. આ વ્રત કરવાથી વ્રતીઓને અગ્નિષ્ટોમ યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે. જયા એકાદશીની પૂજામાં ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર, ચંદન, જનોઈ, ગંધક, અક્ષત, પુષ્પ, તલ, ધૂપ-દીપ, નૈવૈદ્ય, પાન, નારિયેળ અર્પિત કરવું. તુલસી પણ અર્પિત કરવું પણ પહેલાથી જ પાન તોડી રાખવા. એકાદશીનાં દિવસે તુલસીનો સ્પર્શ ન કરવો.

વધુ વાંચો:  ઘરની આ જગ્યાઓ હંમેશા રાખો સાફ, હોય છે રાહુનો વાસ

આજનાં દિવસે આટલું કામ ન કરવું
જયા એકાદશીનો વ્રત કરતાં તમયે તામસિક ભોજનનું સેવન ન કરવું. વ્રત રાખો કે ન રાખો ચોખ્ખાનું સેવન ન કરવું અને આજનાં દિવસે કોઈનું ખરાબ નહીં બોલવું. આ દિવસે વ્રત રાખનારા જાતકોએ નખ, વાળ, દાઢી વગેરે ન કાપવું. મહિલાઓએ વાળ ન ધોવા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ