બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં અનેક એવી ચીજો લખેલી છે જેનું પાલન કરવાથી ઘરમાં સુખાકારી જળવાઈ રહે છે. ઘણી વખત નાની-અજાણી ભૂલને લીધે પણ સમગ્ર પરિવાર અશાંતિનો ભોગ બનતો છે. તેવામાં જ્યોતિષ શાસ્ત્રો અનુસાર ઘરનાં કેટલાક ખૂણા અને એરિયા હંમેશા સાફ-સ્વચ્છ રાખવા જોઈએ. શાસ્ત્રોમાં રાહુ-કેતુને માયાવી ગ્રહ એટલે કે પાપી ગ્રહ કહેવામાં આવ્યું છે. માન્યતા અનુસાર ઘરનાં કેટલાક ખૂણામાં રાહુ વાસ કરતાં હોય છે. જો એ ખૂણો અથવા તો એરિયા સાફ ન હોય તો ઘરમાં કંકાસ થવા લાગે છે.
રાહુ-કેતુ
શાસ્ત્રો અનુસાર રાહુ - કેતુ હંમેશા ઉલ્ટી ચાલ ચાલે છે અને અશુભ થવા પર મોટી મુશ્કેલીઓ આપે છે. ઘરનાં કેટલાક સ્થાનો પર રાહુ વિરાજમાન હોય છે અને જો રાહુને કષ્ટ પહોંચે તો શક્ય છે કે તેની અસર તમારા ઘર એટલે કે પરિવાર પર પડી શકે છે. રાહુ દુખી થતાં પરિવારમાં દુખ, ગરીબી, કષ્ટ, વિવાદ વગેરે પેદા થાય છે. ખરાબ રાહુ દુર્ઘટનાનો શિકાર બની શકે છે અને ઘરની સુખ-સમૃદ્ધિ, શાંતિ છીનવી શકે છે.
ADVERTISEMENT
આ સ્થાનો પર રાહુ વાસ કરે છે
વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં બાથરુમ, ટોયલેટ, દાદરા અને છત પર રાહુ વિરાજમાન છે એવું માનવામાં આવ્યું છે. આ જગ્યાઓનું વાસ્તુશાસ્ત્ર અનુસાર સાચી દિશામાં હોવું જરૂરી છે નહીંતર ખોટી દિશામાં બાથરૂમ, દાદરા હોવું વાસ્તુદોષ પેદા કરી શકે છે.
ADVERTISEMENT
સ્વચ્છતા રાખવી
આ જગ્યાઓ હંમેશા સ્વચ્છ રાખવી. આ સ્થાનો પર ક્યારેય પણ કબાડ ભેગો થવા ન દેવો અને સમયાંતરે તેને સાફ કરતાં રહેવું. આ સ્થાનો ગંદા હોવાની અસર તમારી કારકીર્દિ પર થઈ શકે છે. અને પરિવાર આર્થિક તંગીનો સામનો કરી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.