બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Shubman Gill is happy to be selected, scored 126 runs in 57 balls, hit 9 sixes
Last Updated: 04:25 PM, 1 November 2022
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન શુભમન ગિલને ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. સોમવારે ટીમની જાહેરાત કરવામાં આવી હતી અને મંગળવારે શુભમન ગિલે જોરદાર ધમાલ મચાવી હતી. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં શુભમન ગિલે ધમાકેદાર બેટિંગ કરી હતી. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર મેચમાં શુભમન ગિલે ધમાકેદાર સદી ફટકારી અને ટીમ ઇન્ડિયામાં પસંદગીની ઉજવણી કરી.
જોરદાર ઇનીંગ રમીને પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી
ADVERTISEMENT
પંજાબ તરફ રમતા શુભમન ગિલે અહી 57 બોલમાં 126 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 11 ફોર, 9 સિક્સર ફટકારી હતી. શુભમને તેની ઇનિંગ્સમાં 229 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. આ ઇનિંગ એટલા માટે પણ ખાસ બની જાય છે કારણ કે પંજાબે એક સમય 10 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યાર બાદ શુભમને જોરદાર ઇનીંગ રમીને પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.
1⃣2⃣6⃣ Runs
— BCCI Domestic (@BCCIdomestic) November 1, 2022
5⃣5⃣ Balls
1⃣1⃣ Fours
9⃣ Sixes@ShubmanGill set the stage on fire 🔥 🔥 & scored a sensational TON for Punjab in the #QF1 of the #SyedMushtaqAliT20. 💪 💪 #KARvPUN | @mastercardindia
Watch that stunning knock 🎥 🔽https://t.co/pG2FTfAqGC
ADVERTISEMENT
ઈન્ડિયામાં ટેસ્ટ ટીમમાં પ્રવેશ કર્યો
ADVERTISEMENT
નોંધનીય છે કે શુભમન ગિલે પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં ટેસ્ટ ટીમમાં પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ તે T20 અને ODI ટીમમાં આવ્યો હતો. તે સતત એ વાતનો ઉલ્લેખ કરી રહ્યો છે કે તે ટીમ ઈન્ડિયા માટે સફેદ બોલની ક્રિકેટ રમવા માટે તૈયાર છે અને કોઈપણ પોઝિશન પર બેટિંગ કરી શકે છે. આવી સ્થિતિમાં તે પોતાની તરફથી પોતાનો દાવો મજબૂત કરી રહ્યો છે.
ADVERTISEMENT
બાંગ્લાદેશ વનડે શ્રેણી માટે ટીમ ઇન્ડિયા:
રોહિલ શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ(વા.કેપ્ટન), શિખવ ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દયાલ,
બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાઃ
રોહિલ શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ(વા.કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્રવ પૂજારા, વિરાટ કોહલી, શ્રેયર ઐયર, ઋષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.
ADVERTISEMENT
ન્યુઝીલેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા:
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર) ), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (wk), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક
ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ
શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.