ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / shubhangi atre to take a break from bhabiji ghar par hain

ટીવી જગત / 'ભાભીજી ઘર પર હૈ'ની અંગૂરી ભાભીએ શોને કહ્યું અલવિદા! આખરે શું છે શુભાંગીનો ન્યુ પ્લાન, જાણો રિયાલિટી

Published By: Bijal Vyas

Last Updated: 11:11 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિલ્પા શિંદેએ શો છોડ્યા બાદ શુભાંગી અત્રે 2016થી શોનો ભાગ છે. અંગૂરી ભાભીના પાત્રમાં ચાહકોએ શુભાંગીને પ્રેમથી સ્વીકારી છે.

ADVERTISEMENT

  • આ શોમાં અંગૂરી ભાભીનું એક ખાસ પાત્ર દરેકનું ફેવરિટ છે
  • અંગૂરી ભાભી શોમાંથી છુટ્ટી લઈ રહી છે, અગામી એપિસોડમાંથી થશે ગાયબ
  • અભિનેત્રીએ કહ્યું- હું રજા પર હોઈશ પણ સ્ક્રીન પર જોવા મળીશ.

Bhabiji Ghar Par Hain: ટીવી શો ભાભીજી ઘર પર હૈ દર્શકોનો ફેવરિટ કોમેડી શો બની ગયો છે. આ શોમાં અંગૂરી ભાભી, ગોરી મેમ, વિભૂતિ મિશ્રા અને તિવારી જીની ટીમ દર્શકોનું જોરદાર મનોરંજન કરે છે. કલ્ટ કોમેડી શોમાં અંગૂરી ભાભીનું એક ખાસ પાત્ર દરેકનું ફેવરિટ છે. અંગૂરી ભાભીની માસૂમિયત અને સુંદરતાથી ચાહકો મંત્રમુગ્ધ છે. તાજા સમાચારમાં, અંગૂરી ભાભીના ચાહકોને થોડો આંચકો લાગી શકે છે. સમાચાર આવ્યા છે કે, અંગૂરી ભાભી શોમાંથી છુટ્ટી લઈ રહી છે. આવી સ્થિતિમાં અંગૂરી ભાભી આગામી એપિસોડમાંથી ગાયબ થઈ જશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોમાં અંગૂરી ભાભીનો રોલ ભજવી રહેલી અભિનેત્રી શુભાંગી અત્રે શોમાંથી બ્રેક લેવા જઈ રહી છે. અભિનેત્રી આખા મહિનાની રજા પર જશે. જો કે, અભિનેત્રી શો છોડી રહી નથી અને તે તેના ફેન્સથી દૂર રહેશે નહીં. અંગૂરી ભાભી પણ સ્ક્રીન પરથી ગાયબ નહીં થાય. ઈન્ટરવ્યુમાં શુભાંગીએ જણાવ્યું કે તે તેની દીકરીના અભ્યાસ માટે 20 દિવસનો બ્રેક લઈ રહી છે. અભિનેત્રી તેની પુત્રીના શિક્ષણ માટે અમેરિકાની યુનિવર્સિટી યુઆઈયુસીમાં જઈ રહી છે.

શુભાંગીએ જણાવ્યું કે તેની પુત્રી એસ્ટ્રોફિઝિક્સમાં આગળ અભ્યાસ કરવા માંગે છે. તેથી જ અભિનેત્રી તેની પુત્રી સાથે તેને શિફ્ટ કરાવવા માટે જઈ રહી છે. અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે તે આગળના એપિસોડ માટે શૂટિંગ કરી ચૂકી છે. આવી સ્થિતિમાં ચાહકોને શોમાં કમી અનુભવાશે નહીં. અભિનેત્રીએ કહ્યું કે, ચાહકો મને બિલકુલ મિસ નહીં કરે અને બધું જ સેટ થઈ ગયું છે. હું રજા પર હોઈશ પણ સ્ક્રીન પર જોવા મળીશ.

શુભાંગી 10મી ઓગસ્ટે નીકળશે અને 28મીએ પરત ફરશે. ઉલ્લેખનીય છે કે, શિલ્પા શિંદેએ શો છોડ્યા બાદ શુભાંગી અત્રે 2016થી શોનો ભાગ છે. અંગૂરી ભાભીના પાત્રમાં ચાહકોએ તેને સમાન પ્રેમ આપ્યો છે. આ શોમાં અભિનેતા રોહિતેશ ગૌન તેના પતિ તિવારી જીની ભૂમિકામાં છે. શુભાંગી અત્રેની સોશિયલ મીડિયા પર પણ મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Bhabiji Ghar Par Hain Shubhangi Atre અંગૂરી ભાભી ટીવી જગત ભાભીજી ઘર પર હૈ શુભાંગી અત્રે entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ