બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / shreys iyer may miss last three test match vs england due to stiff back and groin pain

ક્રિકેટ / IND vs ENG: રાજકોટ ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને લઇ માઠા સમાચાર, વધુ એક ખેલાડી થયો ઇજાગ્રસ્ત!

Manisha Jogi

Last Updated: 05:02 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને ફટકો પડી શકે છે. રાજકોટમાં 15 ફેબ્રુઆરીના રોજ ત્રીજી ટેસ્ટ મેચ રમવામાં આવશે. 5 મેચની ટેસ્ટ સીરિઝ 1-1ની બરાબરી પર છે.

  • મેચ પહેલા ભારતીય ટીમને ફટકો પડી શકે છે
  • 15 ફેબ્રુઆરીના રોજ ત્રીજી ટેસ્ટ મેચ રમવામાં આવશે
  • શ્રેયસ ઐય્યરને ગ્રોઈનમાં દુખાવો

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને ફટકો પડી શકે છે. ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યર બાકી રહેલ ત્રણ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે. શ્રેયસ ઐય્યરની પીઠ જકડાઈ ગઈ છે અને ગ્રોઈનમાં દુખાવો છે.  રાજકોટમાં 15 ફેબ્રુઆરીના રોજ ત્રીજી ટેસ્ટ મેચ રમવામાં આવશે. 5 મેચની ટેસ્ટ સીરિઝ 1-1ની બરાબરી પર છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર શ્રેયસ ઐય્યરે 30થી બોલ રમ્યા પછી તેમને ગ્રોઈનમાં દુખાવો થયો હતો. તેમને ફોરવર્ડ ડિફેન્સ રમવામાં તકલીફ થઈ રહી હતી. શ્રેયસ ઐય્યર અન્ય ટેસ્ટ મેચમાં રમી શકશે કે નહીં તે અંગે પ્રશ્નાર્થ ઊભો થયો છે? વિશાખાપટ્ટનમમાં રમવામાં આવેલ બીજી ટેસ્ટ મેચ પછી તમામ ખેલાડીઓની કિટ રાજકોટ મોકલવામાં આવી છે અને શ્રેયસ ઐય્યરની કિટ મુંબઈ મોકલી દેવામાં આવી છે. પસંદગી સમિતિ અજીત અગરકરની અધ્યક્ષતામાં બાકી રહેલ ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. 

શ્રેયસ ઐય્યરને તપાસ માટે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં મોકલવામાં આવશે. IPL સુધીમાં શ્રેયસ ઐય્યરની તબિયતમાં સુધારો થઈ શકે છે. માર્ચ મહિનાથી IPLની શરૂઆત થશે. ગયા વર્ષે શ્રેયસ ઐય્યરની સર્જરી કરવામાં આવી હતી. તે પહેલા કે. એલ. રાહુલ અને રવિન્દ્ર જાડેજાને ઈજા થતા તેઓ ટીમમાંથી બહાર છે. 

વધુ વાંચો: 'વિરાટ કોહલી બીજી વાર પિતા બનશે' વાત માત્ર અફવા, એબી ડિવિલિયર્સે લીધો યુ-ટર્ન, કહ્યું 'ભૂલ થઇ ગઇ'

મીડિયા રિપોર્ટ અનુસાર ‘શ્રેયસ ઐય્યરે ભારતીય ટીમ મેનેજમેન્ટને પીઠ જકડાઈ જવાની અને ગ્રોઈનમાં દુખાવો થવાની ફરિયાદ કરી છે. શ્રેયસ ઐય્યરે સર્જરી પછી પહેલી વાર આ પ્રકારની ફરિયાદ કરી છે, જેથી તેમને થોડા સમય માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ