બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / ab de villiers took u turn from his statement on virat kohli

ચોંકાવનારો ખુલાસો / 'વિરાટ કોહલી બીજી વાર પિતા બનશે' વાત માત્ર અફવા, એબી ડિવિલિયર્સે લીધો યુ-ટર્ન, કહ્યું 'ભૂલ થઇ ગઇ'

Arohi

Last Updated: 02:14 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli: વિરાટ કોહલી હાલ ક્રિકેટથી બ્રેક પર છે. વિરાટ કોહલી ઈંગ્લેન્ડના સામે ચાલુ પાંચ મેચોની સીરિઝ પહેલા બે ટેસ્ટ મેચથી આઉટ હતા અને હવે બાકીની ત્રણ મેચોમાં વાપસી કરવી મુશ્કેલ દેખાઈ રહી છે.

  • એબી ડિવિલિયર્સે લીધો યુ-ટર્ન
  • નિવેદનને લઈને કહ્યું-'ભૂલ થઇ ગઇ' 
  • માફી માંગતા કહ્યું કે....

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ઈંગ્લેન્ડના સામે પાંચ મેચોની સીરિઝ માટે છેલ્લી ત્રણ મેચો રમશે કે નહીં. તેના પર સસ્પેન્સ બનેલું છે. સીરિઝની પહેલી બે ટેસ્ટ મેચોથી વિરાટ કોહલીએ બ્રેક લીધી હતી. હવે થોડા દિવસો પહેલા જ સાઉથ આફ્રીકાના પૂર્વ ક્રિકેટર અને વિરાટના સારા મીત્ર એબી ડિવિલિયર્સે પોતાના યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે વિરાટ બીજી વખત પિતા બનવાનો છે અને હાલ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

એબીડીએ હવે પોતાના નિવેદન માટે ફેંસ સાથે માફી માંગી છે. એબીડીએ કહ્યું કે તેમનાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અને તેમણે જે જાણકારી વિરાટને લઈને આપી હતી તે ભૂલ હતી. વિરાટના બ્રેક લેવાના થોડા દિવસ બાદ આવી ખબર સામે આવી હતી કે તેમની માતા બીમાર છે આ કારણે તેમણે બ્રેક લીધો છે. જોકે બાદમાં વિરાટના ભાઈ વિકાસ કોહલીએ સોશિયલ મીડિયા પર આ વાતને સંપૂર્ણ રીતે ખોટી ગણાવી. 

એબી ડેવિલિયર્સે કહ્યું, "ક્રિકેટ બાદમાં આવે છે સૌથી પહેલા પરિવાર આવે છે. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ મને જે જાણકારી મળી તે ખોટી હતી. વિરાટ કોહલીને દેશ માટે રમતા વચ્ચે બ્રેક લેવાનો સંપૂર્ણ અધિકાર છે. પરિવાર સૌથી પહેલા આવે છે અને તેના બાદ ક્રિકેટ."

તેમણે આગળ કહ્યું, "વિરાટ કોહલી ફેમિલી ઈમરજન્સીના કારણે બહાર છે. તે આ સમયે ક્યાં છે કોઈને પણ નથી ખબર. વિરાટ કોહલીના દુનિયાભરમાં જેટલા ફેન્સ છે. તે બસ તેમના માટે બેસ્ટ વિશ કરે. વિરાટ કોહલીનું બ્રેક લેવાનું જે પણ કારણ હોય. આશા રાખુ છું કે તે મજબૂત થઈને મેદાન પર વાપસી કરશે."

વધુ વાંચો: ભારતની જીત પર સ્ટેડિયમમાં મચી બબાલ, કર્યો પથ્થરમારો, આવ્યો પરિણામ બદલવાનો વારો

ઈન્ડિયા વર્સિસ ઈંગ્લેન્ડ પાંચ મેચોની સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી રમાશે. પહેલી બે ટેસ્ટ મેચ બાદ સીરિઝ 1-1ની બરાબરી પર છે. છેલ્લી ત્રણ મેચો માટે હજુ સુધી ભારતીય સ્ક્વોડની જાહેરાત નથી કરવામાં આવી. એવુ માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સીનિયર મેંસ સિલેક્શન કમિટી વિરાટ કોહલીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ