બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / SAFF U19 Womens Championship 2024 ruckus after india victory over bangladesh stones pelted

SAFF U19 Women’s Championship / ભારતની જીત પર સ્ટેડિયમમાં મચી બબાલ, કર્યો પથ્થરમારો, આવ્યો પરિણામ બદલવાનો વારો

Arohi

Last Updated: 10:03 AM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SAFF U19 Women’s Championshipમાં ભારતની જીત બાદ સ્ટેડિયમમાં ખૂબ બબાલ થઈ. હકીકતે બાંગ્લાદેશી ફેંસે પથ્થરબાજી કરી દીધી. જેના બાદ મેચનું રિઝલ્ટ પણ બદલવું પડ્યું. તેના વિશે AIFFએ પણ રિએક્શન આપ્યું છે.

  • ભારતની જીત પર સ્ટેડિયમમાં થઈ બબાલ 
  • મહિલા ટીમ પર થઈ પથ્થરબાજી 
  • બદલવું પડ્યું મેચનું રિઝલ્ટ 

ભારતને ગુરૂવારે બાંગ્લાદેશની સાથે SAFF મહિલા અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા. નિર્ધારિત 90 મિનિટની મેચ બાદ મેચ 1-1થી બરાબરી પર સમાપ્ત થયો. તેના બાદ પેનલ્ટી શૂટઆઉટ પણ બરાબરી પર રહ્યું. 

બાદમાં ટૉસના આધાર પર બાંગ્લાદેશને લાગ્યું કે તેમણે મેચ જીતી લીધી છે. પરંતુ તેના બાદ બન્ને ટીમોને જોઈન્ટ વિનર જાહેર કરવામાં આવ્યા. પોતાની ટીમના પક્ષમાં જ્યારે પરિણામ ન મળ્યું તો બાંગ્લાદેશી ફેંસ ભડકી ઉઠ્યા અને તેમણે પથ્થર અને બોટલો ફેંકવાનું શરૂ કરી દીધું. 

કેમ થઈ ફૂટબોલ મેચમાં બબાલ? 
જેવો મેચ અધિકારીઓએ સિક્કો ઉછાળીને ભારતને ટૂર્નામેન્ટનું વિજેતા જાહેર કર્યું. બાંગ્લાદેશી ફેંસે મેદાન પર પથ્થર અને બોટલ ફેંકવાનું શરૂ કરી દીધુ. ત્યાર બાદ આ રિઝલ્ટને પરત લેવામાં આવ્યો અને બન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા. 

નક્કી કરેલ 90 મિનિટની રમત બાદ બન્ને ટીમોની વચ્ચે રમત 1-1થી બરાબરી પર પૂર્ણ થઈ હતી. ત્યાર બાદ પેનલ્ટી શૂટઆઉટ થયું. તે પણ બરાબરી પર રહ્યું અને ગોલકીપર સબિત બન્ને ટીમોના બધા 11 ખેલાડીઓએ પેનલ્ટી કિકને ગોલમાં ફેરવ્યો. 

ટૉસથી નિર્ણય અને મેદાનમાં બબાલ 
સ્કોરલાઈન 11-11 પર પહોંચ્યા બાદ રેફરી પેનલ્ટી શૂટઆઉટ ચાલુ રાખવાના જ હતા પરંતુ તેમને આમ ન કરવા માટે કહેવામાં આવ્યું. ત્યાર બાદ તેમણે બન્ને પક્ષોના કેપ્ટન્સને બોલાવ્યા અને ટૉસ ઉછાળ્યો. ટૉસ ભારત જીતવામાં સફળ રહ્યું અને તેમણે સેલિબ્રેશન શરૂ કરી દીધુ. 

તેનો બાંગ્લાદેશીઓએ વિરોધ કર્યો અને તેમના ખેલાડીઓએ ઘણા સમય સુધી મેદાન છોડવાનો ઈનકાર કર્યો. ત્યાર બાદ દરેક તરફ અફરા તફરીનો માહોલ થઈ ગયો અને મોટી સંખ્યામાં ભીડે મેદાન પર બોટલો ફેંકવાની શરૂ કરી દીધી અને નારેબાજી કરી. 

વધુ વાંચો: શ્વાસ થંભાવી દેતી મેચમાં પાકિસ્તાન રોળાયું, હવે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ, યંગ બ્રિગેડ લેશે બદલો?

પછી બદલ્યું મેચનું પરિણામ 
મેચ કમિશ્નરે એક કલાકથી વધારે સમય બાદ જેમણે શરૂમાં ટોસ ઉછાળવાનો નિર્ણય કર્યો હતો. તેમણે પોતાનો નિર્ણય બદલ્યો અને ભારત અને બાંગ્લાદેશને સંયુક્ત વિજેતા જાહેર કર્યા. રિપોર્ટ અનુસાર આ અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘની તરફથી સારો સંકેત હતો. અમે બન્ને પક્ષોને સંયુક્ત વિજેતા જાહેર કરવાના નિર્ણયને કાર કર્યો છે. ટૂર્નામેન્ટના નિયમોને લઈને મેચ અધિકારીઓની તરફથી ભ્રમની સ્થિતિ હતી. જેના કારણે અભૂતપૂર્વ દ્રશ્ય સામે આવ્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ