બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Shocking revelations about the Vadodara Harani boat accident

ખુલાસો / હરણી લેક દુર્ઘટના: પૂછપરછમાં ભાગીદારોના નિવેદનથી વધુ એક ઘટસ્ફોટ, જુઓ પૈસા બચાવવા કેવું ષડયંત્ર રચ્યું?

Vishal Khamar

Last Updated: 09:35 AM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો થવા પામ્યો છે. જેમાં લેક ઝોનનાં ભાગીદારો ખુદ જ બોટિંગનાં નિયમો ન જાણતા હોવાનું સામે આવ્યું છે.

  • વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો
  • લેક ઝોનનાં ભાગીદારો પોતે જાણતા ન હતો બોટિંગના નિયમો
  • પૈસા બચાવવા લાયકાત વગરનો અને બિન અનુભવી સ્ટાફ પસંદ કર્યો

 વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટના બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જેમાં લેક ઝોનનાં ભાગીદારોની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો હતો. જેમાં લેક ઝોનનાં ભાગીદારો ખુદ ન હોતા જાણતા બોટિંગના નિયમો. બોટિંગ માટે શું જરૂરી હોય છે તેનું એકેયને જ્ઞાન જ ન હતું. બોટિંગ માટે ક્યાં પ્રકારનો સ્ટાફ રાખવો જોઈએ તેની પણ જાણકારી ન હતી. 

પૈસા બચાવવા બિન અનુભવી સ્ટાફ પસંદ કર્યો
તેમજ જોખમી રાઈડ્સ માટે કેવા નિયમો હોવા જોઈએ તે જાણવાની પણ તસ્દી ન લીધી. તેમજ બોટિંગ સહિતના તમામ સ્ટાફની ભરતી નિલેશ જૈને કરી હતી. પૈસા બચાવવા લાયકાત વગરનો અને બિન અનુભવી સ્ટાફ પસંદ કર્યો હતો. તેમજ સંચાલકોએ જરૂરી લાયસન્સો, વીમો કે રજીસ્ટ્રેશન સુદ્ધા કરાવ્યું નથી. 

6 આરોપીઓની પોલીસને ભાળ નથી મળી
વડોદરામાં બોટ દુર્ઘટનાના હજુ પણ 6 આરોપી ફરાર છે. ક્ષમતા કરતા વધુ લોકો હોવાથી બોટ પલટી હોવાનો FSL રિપોર્ટમાં ઉલ્લેખ છે. ત્યારે ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓની પોલીસને ભાળ નથી મળી. ઘટનાને 15 દિવસથી વધુ સમય વિત્યો છતા તમામ ભાગીદારને પકડવામાં પોલીસને સફળતા નથી મળી. જો કે SITએ 20 લોકોને આરોપી બનાવ્યા છે. નિલેશ જૈન રાઈડ્સનું સંચાલન કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. તો પરેશ શાહે ખાનગીમાં નિલેશ જૈનને સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

વધુૂ વાંચોઃ જૂનાગઢ PSI મુકેશ મકવાણાની ધરપકડ, આરોપીની રિમાન્ડમાં કરી હત્યા, ગુજરાત પોલીસમાં ખળભળાટ

બોટની ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવાના લીધે દુર્ઘટના થયાનો ઘટસ્ફોટ
વડોદરા હરણી દુર્ઘટના કેસમાં FSLના રિપોર્ટમાં ખુલાસો થયો છે. બોટની ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવાના લીધે દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે. ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવાથી બોટ પલટી હોવાનું પ્રાથમિક તારણ છે. ઘટનાની જવાબદારી નક્કી કરવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે પોલીસ દ્વારા નિવેદન તથા આરોપીઓની મિલકતના સરવેની કામગીરી યથાવત્ છે.

જાણો સમગ્ર દૂર્ઘટનાનો કેસ
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ