બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Arrest of PSI Mukesh Makwana in Junagadh, commotion in Gujarat police, youth killed for not getting 3 lakh
ADVERTISEMENT
ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ મચાવનારી ઘટનામાં ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક હર્ષિલ જાદવનું માર મારીને મોત નીપજાવનાર આરોપી PSI મુકેશ મકવાણાની ધરપકડ કરી લેવાઈ છે. જૂનાગઢ બી ડિવિઝનમાં થોડા દિવસ પહેલા હપ્તાખોર PSI મુકેશ મકવાણાએ હર્ષિલ જાદવ પાસેથી 3 લાખ માગ્યા હતા. પૈસાના ઈન્કાર પર PSIએ હર્ષિલને ઢોરમાર માર્યો હતો જેમાં તેમનું મોત થયું હતું. પરિવારે PSI સામે હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો જે પછી પોલીસે દ્વારા PSIની પૂછપરછ કરાઈ હતી અને પછી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પીએસઆઈએ રિમાન્ડમાં માર મારીને હર્ષિલનું નીપજાવ્યું હતું મોત
હર્ષિલ જાદવ તનિષ્ક ટૂર એન્ડ ટ્રાવેલ્સ નામની કંપની ચલાવતો હતો પરંતુ તેની પર આશીમ સીડા નામના ફરિયાદીએ જૂનાગઢ બી ડિવિઝનમાં 1.20 લાખના ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી. આ પછી આરોપી હર્ષિલને બોડકદેવ પોલીસ સ્ટેશનથી જૂનાગઢ બી ડિવિઝન આ ફરિયાદના આધારે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએસઆઈ એમ.એમ. મકવાણા રિમાન્ડમાં માર ન મારવાના ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. હર્ષિલનો પરિવાર આ પૈસા આપવા તૈયાર ન હતો. પૈસા ન મળતાં આરોપી પીએસઆઈ મુકેશે તેને ખૂબ માર માર્યો હતો. પીએસઆઈના ઢોરમારમાં હર્ષિલના ડાબા પગમાં ફેક્ચર અને જમણા પગના લીગમેંટ ફાટી ગયા તેમજ માથાના ભાગમાં પણ સખત ઇજા પહોંચી. જે બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવમાં આવ્યો હતો જે બાદ આજ રોજ યુવકનુ મોત થયાના આક્ષેપ પરિવારે કર્યો છે.
ADVERTISEMENT
મુકેશ મકવાણાની ધરપકડ ટોક ઓફ ધ ટાઉન
મુકેશ મકવાણાની ધરપકડ ટોક ઓફ ધ ટાઉન બની છે. પોલીસ બેડામાં પણ આ ઘટનાથી ભારે ચકચાર છે. જુનાગઢ પોલીસની આ બીજી શરમજનક ઘટના છે. ઉલ્લેખનીય છે કે જુનાગઢમાં આ અગાઉ PI તરલ ભટ્ટ પણ મોટો કાંડ કરી ચૂક્યા છે. તરલ ભટ્ટે 386 બેન્ક એકાઉન્ટ ફ્રિજ કરીને લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યાં હતા. આ ઉપરાંત પણ ભૂતકાળમાં તે અનેક વિવાદમાં આવી ચૂક્યાં છે.
ADVERTISEMENT
જુનાગઢ પોલીસની આ બીજી શરમજનક ઘટના
મુકેશ મકવાણાની ધરપકડ એવે ટાણે આવી છે કે જ્યારે હજુ તો પીઆઈ તરલ ભટ્ટના તોડકાંડની શાહી સુકાઈ નથી. જુનાગઢ પોલીસની આ બીજી શરમજનક ઘટના છે. આ બે ઘટનાએ પોલીસની શાખ પર બટ્ટો લાગ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.