ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અજબ ગજબ / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / shocking incident of bisexual husband in ahmedabad reaches to Abhayam helpline

પતિ પત્ની ઔર વો / અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો : લગ્નના 10 વર્ષે ખૂલી પતિની એવી પોલ, દીકરીએ કહ્યું મારી નાંખીએ

Published By: vtvAdmin

Last Updated: 08:43 PM, 24 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેમી સાથે ભાગીને લગ્ન કરનાર યુવતીને 10 વર્ષ પછી ખબર પડી કે પતિ બાયસૅક્સ્યુઅલ છે અને તેનો પતિ તેના સિવાય એક પુરુષને પણ પ્રેમ કરે છે. દીકરી હોવાથી સંબંધ ટકાવી રાખ્યો. જો કે બાયસૅક્સ્યુઅલ પતિએ દીકરી પર જુલમ ગુજારતા મહિલાએ હેલ્પલાઇન 181 (અભયમ્)ની મદદ માંગી. જેને પગલે પતિએ દીકરીને મારઝુડ નહીં કરવાનું અને ઘરમાં સભ્ય વર્તન કરવાની બાંહેધરી આપી. અન્ય પુરૂષ સાથે સંબંધથી પતિ ગુપ્ત રોગનો ભોગ બન્યો હતો અને પત્ની શરીર સુખ પણ માણતી ન હતી.

ADVERTISEMENT

  • પતિ લગ્ન પહેલાંથી બાયસૅક્સ્યુઅલ હતો, પણ યુવતીને ખબર જ નહતી
  • પતિનો પુરુષ મિત્ર પત્ની અને દીકરી વિરુદ્ધ કાન ભંભેરણી કરતો
  • દીકરીએ પિતાનું કોલ રેકોર્ડિંગ સાંભળતા તે બાયો સૅક્સ્યુઅલ હોવાનો ખુલાસો થયો
  • દીકરીએ માતાને કહ્યું કે આપણે પિતાને મારી નાંખીએ તો આ રોજ રડવાનું બંધ થાય 
     

અમદાવાદના બાપુનગરમાં રહેતી 36 વર્ષીય શિક્ષિકા મનીષા અને 39 વર્ષીય પુજારી કામ કરતો કિશોરના 18 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતા. લગ્નના એક વર્ષમાં તેઓ એક દીકરીના માતા પિતા બન્યા હતા. મનીષા અને કિશોરનું લગ્નજીવન 10 વર્ષ સુધી સારું ચાલ્યું હતું પરંતુ તે બાદ કિશોર મનીષા સાથે મારઝુડ કરવા લાગ્યો હતો.

કિશોરના બદલાયેલા વર્તન અંગે મનીષાએ તપાસ કરતાં તે બાયસૅક્સ્યુઅલ હોવાનું જાણવા મળ્યું હતું. કિશોરે પણ પોતે બાયસૅક્સ્યુઅલ હોવાનો સ્વીકાર કરતાં મનીષાને કહ્યું હતું કે, આ મારો શોખ છે મને તું પણ ગમે છે અને મારો બોયફ્રેન્ડ પણ. હું તને છોડવા માંગતો નથી. પણ આવા લગ્નેત્તર સંબધોને કારણે કિશોર ગુપ્ત રોગનો ભોગ બન્યો હતો. 

કિશોરનો બોયફ્રેન્ડ પરિવાર વિરુદ્ધ કાન ભંભેરણી કરતો હતો

કિશોર લગ્ન પહેલા અને લગ્નના 10 વર્ષ સુધી પૈસા આપી અલગ અલગ યુવકો સાથે વન નાઇટ સ્ટેન્ડ કરતો હતો. જો કે લગ્નના થોડાક વર્ષો બાદ તે એક યુવકના પ્રેમમાં પડ્યો. જેની સાથે તેણે આજીવન સંબંધનો વાયદો કર્યો. કિશોરનો બોયફ્રેન્ડ તેની પત્ની વિરુદ્ધ કાન ભંભેરણી કરતો હોવાથી તેણે મનીષાને હેરાન કરી મારઝુડ કરવાનું  શરુ કર્યું હતું. 

કેવી રીતે થયો દીકરી સામે ખુલાસો

કિશોર અને મનીષાની 17 વર્ષીય દીકરી 2 વર્ષ પહેલાં પિતાનો મોબાઇલ જોઇ રહી હતી. ત્યારે તેણે પિતા કિશોરની બોયફ્રેન્ડ સાથેની વાતચીતનું રેકોર્ડિંગ સાંભળી લેતા તેને પિતા બાયો સેક્સ્યુઅલ હોવાનું માલુમ પડ્યું હતું. જેના કારણે કિશોર દીકરીને મારઝુડ કરવા લાગ્યો હતો. 

પિતાની હકીકત જાણીને દીકરીની મનોસ્થિતિ બગડી

પિતાની હકીકત જાણીને દીકરીને તમામ પુરુષો માટે નફરત જાગી. ઘરમાં કિશોર મા-દીકરીને રોજ મારઝુડ કરતો હતો. ત્યારે ટીનએજ દીકરીએ માતાને કહ્યું કે પિતાને મારી નાંખીએ અને આપણે રોજ રડવાની જગ્યાએ એ એક દિવસ રડી લઇએ. આ સાંભળીને હચમચી ગયેલી માતા મહિલા હેલ્પલાઇન 181ની મદદ માંગી હતી. હેલ્પલાઇનના કાઉન્સેલર બિનલબહેન ત્યાં પહોંચ્યા હતા. બિનલબહેને કિશોરનું કાઉન્સેલીંગ કરતા તેણે દીકરી કે પત્ની સાથે મારઝુડ નહીં કરવાની બાંહેધરી આપી હતી.

3 વર્ષથી કિશોરને ગુપ્ત રોગો થયા

કિશોર બાયસૅક્સ્યુઅલ હોવાનું જાણવા મળતા મનીષા પિયર જતી રહી હતી. જો કે 9 વર્ષની દીકરી હોય તેણે પતિ સાથે સમાધાન કરી સાથે રહેવાનું નક્કી કર્યું. તેમજ મનીષાએ કિશોરના હોર્મોન્સ માટેની દવા કરાવી હતી. જો કે કિશોર દવા ખાતો નહોતો. તેમજ છેલ્લા 3 વર્ષથી કિશોરને ગુપ્ત રોગો થયા હોવાથી મનીષાએ તેની સાથેના શારીરિક સંબંધોનો અંત લાવ્યો હતો. 181ના કાઉન્સેલરના કહેવાથી તેમણે ગુપ્ત રોગની દવા કરાવવાની બાંહેધરી આપી હતી.

(સમગ્ર ઘટનાક્રમ સમજાવવા પાત્રોના નામ બદલેલ છે)

આલેખનઃ ધર્મિષ્ઠા પટેલ, અમદાવાદ

સંકળાયેલા મુદ્દાઓ

Abhyam 181 Ahmedabad Triangle Love Mahila Help Line abhayam ahmedabad biosexual husband shocking incident of biosexual અમદાવાદ બાયો સેક્સ્યુઅલ પતિ Triangle Love

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ