બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shocking disclosure in Gujarat Assembly, 1606 schools are running with only one teacher

સ્પષ્ટતા / ગુજરાત વિધાનસભામાં ચોંકાવનારો ખુલાસો, હાલ રાજ્યમાં માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે 1606 સ્કૂલો

Last Updated: 03:13 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat School Latest News: કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં શિક્ષકોને લઇ કર્યો દાવો, 2022માં 700 શાળાઓની સામે 2024માં એક શિક્ષકથી ચાલતી શાળાઓ 1606 થઇ

  • સરકારી શાળાઓને લઇને વિધાનસભામાં મોટો ખુલાસો 
  • માત્ર 1 જ શિક્ષકથી ચાલી રહી છે રાજ્યની 1606 શાળાઓ 
  • કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના પ્રશ્નનો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપ્યો જવાબ 
  • એક શિક્ષક સાથે 1606 શાળાઓ નિયમિત ચાલે છે: કુબેર ડિંડોર 
  • 'શિક્ષકોને વતનનો લાભ આપવા સહિતના મુદ્દાઓને લઇ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે'

Gujarat School News : ગુજરાત વિધાનસભામાં આજે સરકારી શાળાઓને લઈને મોટો ખુલાસો થયો છે. વિગતો મુજબ રાજ્યની 1606 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારે વિધાનસભામાં , 1606 શાળાઓ એક શિક્ષકથી ચાલતી હોવાનું સ્વીકાર્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે, 1606 શાળાઓ નિયમિત શાળાઓ છે અને શિક્ષકોને વતનનો લાભ આપવા સહિતના મુદ્દાને કારણે આ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. 

આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સરકારી શાળાઓ લઈ પ્રશ્ન કરતાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જવાબ આપ્યો હતો. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં 1606 શાળાઓ નિયમિત શાળાઓ છે, શિક્ષકોને વતનનો લાભ આપવા સહિતના મુદ્દાને કારણે આ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. આ સાથે તેમને કહ્યું કે, શિક્ષકોની જલ્દી ભરતી કરવામાં આવશે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે 1606 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું સ્વીકાર્યું છે. 

ધારાસભ્ય શૈલેષ પરમારે શું પ્રશ્ન કર્યો
આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો. 2022માં 700 શાળાઓ એક શિક્ષકથી ચાલતી હતી જે 2024માં આ સંખ્યા વધીને 1606 થઈ હોવાનું કહ્યું છે. આ તરફ  શૈલેષ પરમારે  દાવો કર્યો છે કે, રાજ્યની શાળાઓમાં 19 હજાર શિક્ષકોની ઘટ છે.

વધુ વાંચો: 'મારા નામનું ફેક ID...', હારીજના મામલતદાર વિનુ પટેલના કેસમાં નવો વળાંક, સામે આવી ચોંકાવનારી fb પોસ્ટ

ક્યાં જિલ્લામાં કેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે ? 

  • અમદાવાદમાં 17
  • ભરૂચમાં 102
  • બોટાદમાં 29
  • છોટાઉદેપુરમાં 283
  • દાહોદમાં 20
  • ડાંગમાં 10 
  • ગાંધીનગરમાં 8

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat School Gujarat School News વિધાનસભા શાળાઓમાં શિક્ષકની ઘટ શિક્ષક સરકારી શાળા Gujarat School News
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ