બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Harij Mamlatdar suicide case got a new explanation
Last Updated: 01:34 PM, 12 February 2024
ADVERTISEMENT
ગત રોજ હારીજ તાલુકા મામલતદાર કચેરીમાં ફરજ બજાવા વીનુ પટેલના આપઘાત મામલે ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે. જેમાં વીનુ પટેલે બિલ્ડીંગના ત્રીજા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધા બાત તેમની એક ફેસબુક પોસ્ટ સામે આવવા પામી છે. જેમાં તેમણે નકલી આઈડીથી હેરાનગતિ કરાતી હોવાનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. આપઘાત પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. ફેસબુક પોસ્ટમાં મામલતદારે તેમના જ નામે બનાવાયેલી નકલી આઈડી બનાવી શખ્સો હેરાનગતિ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. નકલી ફેસબુક આઈડી તેમના સાથે ક્યાં પ્રકારની હેરાનગતિ કરવામાં આવતી હતી. તેને લઈને પોસ્ટમાં કોઈ ખુલાસો કરવામાં ન આવતા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મામલતદારને આપઘાત માટે મજબૂર કરનાર શખ્શ કોણ છે તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
ADVERTISEMENT
પોલીસ દ્વારા તપાસ શરૂ કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, હારીજ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.ઓ. પટેલે ગતરોજ હારીજ મામલતદાર કચેરીના નવીન બિલ્ડીંગના ત્રીજા માળેથી પડતું મુકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. વી.ઓ. પટેલના આપઘાતના સમાચાર સાંભળતા જ પરિવારજનો તેમજ મિત્રો શોકમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા મામલતદાર દ્વારા ક્યાં કારણોસર આત્મહત્યા કરવામાં આવી તે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુ વાંચોઃ ગુજરાતથી 4 વિશેષ ટ્રેન ગઈ અયોધ્યા મુકામે, 5 હજારથી વધુ ભક્તો રામલલાના દર્શને
મૃતદેહ પાસેથી સ્યુસાઈડ નોટ મળી નથીઃડી.ડી.ચૌધરી, DySP
પાટણ જીલ્લાના હારીજના મામલતદાર આત્મહત્યા મામલે ગત રોજ સમી એસડીએમ તેમજ પાટણ ડી.વાય.એસ.પી.એ નિવેદન આપ્યું હતું કે, મૃતદેહ પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. તેમજ આત્મહત્યા કરવા પાછળનાં કારણો અંગે કોઈ પુરાવા મળ્યા નથી. પરિવાર સહિતના લોકોની ઊંડાણપૂર્વક તપાસ કરાશે. તેમજ મૃતક મામલતદાર બનાસકાંઠાના દિયોદર તાલુકાના લીલીધર ગામના વતની હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.