ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / shoaib akhtar reacts on virender sehwags baap baap hota hai story says would beat him up at the ground
ADVERTISEMENT
સહેવાગે અખ્તરને કહ્યું કે 'બાપ-બાપ હોતા હૈ, બેટા બેટા હોતા હૈ'. વીરુએ કહ્યું હતું કે, પાકિસ્તાની બોલર જ્યારે તેમને હૂક શોટ માટે વારંવાર ઉશ્કેરતા હતા ત્યારે તેમણે અખ્તરને આ વાત કહી હતી.
ADVERTISEMENT
સહેવાગે કહ્યું હતું કે તેણે અખ્તરને કહ્યું હતું કે જો તેણે સચિન તેંડુલકરને પૂછ તો તે બીજા છેડે બેટિંગ કરી રહ્યો છે તે હૂક શૉટ રમીને બતાવે. સેહવાગે કથિત રીતે અખ્તરને કહ્યું હતું કે એ તારો બાપ ઊભો છે સામે નોન સ્ટ્રાઈકિંગ ઍન્ડ પ, તેને કહીને બતાવ તે મારીને બતાવશે.
ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકર જ્યારે 98 રન બનાવીને રમી રહ્યો હતો ત્યારે અખ્તરે જ તેને આઉટ કર્યો હતો.
ADVERTISEMENT
પરંતુ અખ્તરે સેહવાગના દાવાઓને નકારી કાઢતા કહ્યું કે આવી ઘટના ક્યારેય નહોતી બની. પાકિસ્તાનના પત્રકાર દ્વારા વિશ્વના સૌથી ઝડપી બોલર અખ્તરને આ વિશે સવાલ કરવામાં આવ્યો હતો.
Question: Sehwag said something to you about Tendulkar, (referring to the Beta beta hota hai, baap baap hota hai story)
— Saj Sadiq (@Saj_PakPassion) August 1, 2020
Shoaib Akhtar "Would he survive after saying something like that to me? Would I leave him? I would beat him up at the ground and then at the hotel"#Cricket
ADVERTISEMENT
પત્રકારે સવાલ પૂછ્યો, "સેહવાગે તમને તેંડુલકર વિશે કંઈક કહ્યું હતું (બેટા બેટા હોતા હૈ, બાપ બાપ હોતા હૈ)." શોએબ અખ્તરે જવાબ આપ્યો, 'મારા જેવા વ્યક્તિને આવું બોલ્યા પછી શું તે બચી ગયો હોત? શું મે તેને છોડ્યો હોત? તેની મેદાન પર જ પિટાઈ કરી દીધી હોત અને પછી હોટલમાં પણ ધોયો હોત.
સંકળાયેલા મુદ્દાઓ