બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shivlinga made of one and a half lakh rudrakshas brought from Rishikesh and Nepal at Visnagar Tarabh
Last Updated: 03:44 PM, 19 February 2024
ADVERTISEMENT
મહેસાણા વાળીનાથ અખાડામાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું શિવલિંગ ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે. રબારી દેસાઈ સમાજ મોટી સંખ્યામાં વાળીનાથ અખાડા ખાતે આવી રહ્યા છે. તે સમગ્ર સંકુલમાં ખાસ રુદ્રાક્ષનું એક શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ રુદ્રાક્ષને હરિદ્વાર ઋષિકેશ અને નેપાલથી અહી લાવવામાં આવ્યા છે. આ રુદ્રાક્ષનું શિવલિંગ વાળીનાથ અખાડામાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અંદાજે 1.5 લાખ કરતા પણ વધુ રુદ્રાક્ષ થી તૈયાર થયેલું આ શિવલિંગ વાળીનાથનાં ઉત્સવ સમાપ્ત થયા બાદ સ્વયંસેવકો અને ભક્તોને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે.

ADVERTISEMENT
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ રૂદ્રાક્ષ સ્વયંક સેવકો તેમજ દર્શનાર્થીઓને દાન તરીકે પૂજા ભેટમાં અપાશે
આ બાબતે તરભ વાળીનાથ ધામનાં સ્વયં સેવક નિકુંજ દેસાઈએ જણાવ્યું હતું કે, અહીંયા તરભ ખાતે રૂદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ શિવલિંગ અલગ અલગ જગ્યાએથી મહાદેવનાં જે જ્યોતિલિંગો છે. જેવા કે હરિદ્રાર, ઋષિકેશ, નેપાળથી આ રૂદ્રાક્ષ લાવવામાં આવ્યા છે. અંદાજે દોઢ લાખથી પણ વધારે સંખ્યામાં આવ્યા છે. અને તેનું શિવલીંગ બનાવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ આ રૂદ્રાક્ષ સ્વયંસેવકો તેમજ દર્શનાર્થીઓને દાન તરીકે પૂજા ભેટમાં આપવામાં આવશે.

ADVERTISEMENT
વધુ વાંચોઃ રાજકોટના સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડની મેચ રમાતી હતી અને પાર્કિંગમાં ચાલતું હતું જુગાર! સાત ઝડપાયા
ADVERTISEMENT
મંદિરના ગર્ભગૃહમાં 12 જ્યોતિલિંગ કોતરવામાં આવ્યા
રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર એવા તરભ વાળીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ચોથો દિવસ છે. સમગ્ર મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. તો સાથે જ પરિસરમાં વિશાળ ઝૂમ્મર લગાવાયા છે. 400 કિલોથી વધુ વજન ધરાવતા આ ઝૂંમરની લંબાઈ 18 ફૂટ છે. અને 2 લાખથી વધુ ક્રિસ્ટલ અને ડાયમંડથી તૈયાર કરવામાં આવ્યું છે. તો મંદિરના ગર્ભગૃહમાં 12 જ્યોતિર્લિંગ કોતરવામાં આવ્યા છે. મહત્વનું છે કે 22 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.