બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Gamblers caught from the parking lot of Khanderi Stadium in Rajkot

હિંમત તો જુઓ! / રાજકોટના સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડની મેચ રમાતી હતી અને પાર્કિંગમાં ચાલતું હતું જુગાર! સાત ઝડપાયા

Last Updated: 12:11 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટનાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત-ઈગ્લેન્ડ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેચ રમાઈ રહી હતી. તે દરમ્યાન કેટલાક જુગારીયાઓ સ્ટેડિયમનાં પાર્કિગમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસ જુગારીયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • રાજકોટના ખંઢેરી સ્ટેડિયમના પાર્કિંગમાંથી ઝડપાયા જુગારી
  • પોલીસે 14 હજારના મુદ્દામાલ સાથે 7 જુગારીની કરી ધરપકડ
  • ખંઢેરી સ્ટેડીયમના પાર્કિગમાં શખ્સો રમી રહ્યાં હતા જુગાર

રાજકોટનાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત-ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી.  ત્યારે પોલીસ દ્વારા મેચને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમ છતાં કેટલાક જુગારીયાઓ ખંઢીરી સ્ટેડિમનાં પાર્કિમાં જુગાર રમી રહ્યા હતા. જે બાબતની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા સ્ટેડીયમનાં પાર્કીંગમાં રેડ કરી જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. 

વધુ વાંચોઃ લો બોલો! વડોદરામાં પોલીસ સ્ટેશનમાં જ બબાલ, PSI અને કોન્સ્ટેબલે કરી મારામારી, DYSP કરશે તપાસ

14 હજારના મુદ્દામાલ સાથે 7 જુગારીયાઓની ઝડપી પાડ્યા
ખંઢેરી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચ ચાલી રહી હતી.  મેચ દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે જુગારીયાઓ જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ સ્ટેડિયમનાં પાર્કિગમાં જુગાર રમાડતા હતા. જે બાબતે પોલીસને જાણ થતા પોલીસે જુગાર રમાડતા શખ્સો સહિત કુલ 14 હજારના મુદ્દામાલ સાથે 7 શખ્સોને ઝડપી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Gamblers Caught Khanderi Stadium Parking rajkot ખંઢેરી સ્ટેડિયમ જુગારીયા ઝડપાયા રાજકોટ રાજકોટ પોલીસ SHORT AND SIMPLE
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ