બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Fight between PSI and Constable at Vadodara Railway Police Office

તપાસ / લો બોલો! વડોદરામાં પોલીસ સ્ટેશનમાં જ બબાલ, PSI અને કોન્સ્ટેબલે કરી મારામારી, DYSP કરશે તપાસ

Vishal Khamar

Last Updated: 11:05 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ વચ્ચે થઈ બબાલ થઈ હતી. કોન્સ્ટેબલનું ઈનામ પત્રકમાં ન લખતા પીએસઆઈ અને કોસ્ટેબલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કોન્સ્ટેબલને પીએસઆઈએ લાફો માર્યો હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યુ છે. સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી ને સોંપવામાં આવી છે.

  • વડોદરા રેલવે પોલીસની કચેરીમાં PSI અને કોન્સ્ટેબલ વચ્ચે મારામારી 
  • PSI એ કે કુંવાડિયા અને કોન્સ્ટેબલ શૈલેષ વચ્ચે થઈ મારામારી 
  • રેલવેના DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપાઈ

 વડોદરા રેલવે પોલીસ વિભાગમાં થોડા સમય અગાઉ ચોંકાવનારો કિસ્સો બનવા પામ્યો હતો. જેમાં વડોદરા રેલવે પીએસઆઈ એ.કે.કુંવારીયા ઈનામ પત્રક બનાવી રહ્યા હતા. તે દરમ્યાન રેલવે એલસીબી પોલીસ જવાન શૈલેષનું નામ ઈનામ પત્રકમાં ન હતું. જે બાબતે શૈલેષે કહ્યું કે, સાહેબ પત્રમાં મારૂ નામ કેમ નથી? તેવું કહેતા પીએસઆઈ કુંવારીયાએ કહેલ કે, તપાસમાં તારો કંઈ લેવા દેવા જ નથી? એટલે નામ નથી. જેથી શૈલેશે ઈનામ પત્રકનાં કાગળો પડાવવાનો પ્રયત્ન કરતા પીએસઆઈ તેમજ શૈલેશ વચ્ચે બોલાચાલી થવા પામી હતી. આ સમગ્ર મામલોમાં વાયુવેગે ફેલાતા લોકોમાં સમગ્ર બાબત ચર્ચાનો વિષય બનવા પામી હતી. 

જે બાદ આ સમગ્ર મામલો રેલવેનાં ઉચ્ચ અધિકારીઓ પાસે જતા સમગ્ર તપાસ રેલવે ડીવાયએસપીને સોંપવામાં આવી હતી. તપાસમાં બંનેએ પોત-પોતાની ભૂલ સ્વીકારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

બંને ડિપાર્ટમેન્ટ ઈન્કવાયરી પણ કરવામાં આવશેઃ સરોજ કુમારી (વેસ્ટર્ન રેલવે પોલીસ વડા)
આ સમગ્ર મામલે વેસ્ટર્ન રેલવે પોલીસ વડા સરોજ કુમારીએ જણાવ્યું હતું કે, બંને વચ્ચે ઈનામ પત્રક પીએસઆઈ તેમજ રેલવે એલસીબીના પોલીસ જવાન વચ્ચે ઈનામ પત્રકમાં નામ લખવા બાબતે બોલાચાલી થઈ હતી. તેમજ મામલો ઉગ્ર બની જવા પામ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે રેલવે ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે. બંને ડિપાર્ટમેન્ટ ઈન્કવાયરી પણ કરવામાં આવશે. 

વધુ વાંચોઃ ગુજરાન ચલાવવા ઘરકામ શોધતી મહિલાને રિક્ષાવાળાએ ફસાવી આચર્યું સામૂહિક દુષ્કર્મ, ત્રણ નરાધમોના રિમાન્ડ મંજૂર

ઈનામ પત્રક બાબતે શૈલેષને ઝાટક્યો હતોઃ પીએસઆઈ
ઈનામ પત્રકની બાબતમાં શૈલેષને લાફો મારવા બાબતે પીએસઆઈ એ.કે.કુંવાડિયાએ જણાવ્યું હતું કે, તું જવાદે કહી તેનો હાથ ઝાટક્યો હતો. બીજું કાઈ બન્યું ન હતું. તેમજ આ અંગેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. બીજું કંઈ વધારે નથી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ