બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વર્લ્ડ કપ જીત્યા બાદ શિવમ દુબે છુપાતો છુપાતો ટ્રેનની થર્ડ એસીમાં ઘેર પહોંચ્યો, જબરુ બન્યું

ક્રિકેટ / વર્લ્ડ કપ જીત્યા બાદ શિવમ દુબે છુપાતો છુપાતો ટ્રેનની થર્ડ એસીમાં ઘેર પહોંચ્યો, જબરુ બન્યું

Nirav Kumar

Last Updated: 05:41 PM, 11 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ સૂર્યોદય પહેલા શિવમ દુબે લોકોની ભીડથી બચીને સયાજી એક્સપ્રેસની થર્ડ એસી રેલવે મારફતે તેના ઘરે પહોંચ્યો હતો.

ફાઇનલમાં ભારતની ઐતિહાસિક જીત બાદ T20 વર્લ્ડ કપના હીરો શિવમ દુબેએ કંઈક એવું કર્યું જેની હવે ચર્ચા થઈ રહી છે. રવિવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, દુબેએ પોતાની બેટિંગથી એવી શાનદાર બેટિંગ કરી હતી. જેમાં તેને છેલ્લી ઓવરમાં 24 રન ફટકારીને ભારતને 250 રનનો આંકડો પાર કરાવ્યો હતો. આ વર્લ્ડ કપનો હીરો મેચ બાદ સૂર્યોદય પહેલા અમદાવાદ રેલવે સ્ટેશન પર હતો અને સયાજી એક્સપ્રેસની થર્ડ એસી ટ્રેઈનમાં મુંબઈ પહોંચ્યો હતો.

રીપોર્ટ અનુસાર, સોમવારે અમદાવાદથી મુંબઈ જતી બધી ફ્લાઇટ્સ સંપૂર્ણ બુક થઈ ગઈ હતી ત્યારે શિવમ દુબેએ ટ્રેનમાં જવાનો નિર્ણય લીધો હતો. દુબેને ઘરે પહોંચવાની ઉતાવળમાં હતી. તે પોતાના ચાર વર્ષના દીકરા અયાન અને બે વર્ષની દીકરી મહવિશ, જેઓ મુંબઈમાં ઘરે હતા તેમની પાસે શક્ય તેટલી વહેલી તકે પહોંચવા માંગતો હતો. આખરે તેને તેની પત્ની અંજુમ સાથે ટ્રેનમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું. દુબેને તેમાં રહેલા જોખમની સારી રીતે ખબર હતી. આ દરમિયાન વર્લ્ડ કપ સ્ટારને જોવા, મળવા અને ફોટા પાડવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હોત. પરંતુ દુબેએ એક રસ્તો શોધી કાઢ્યો હતો.

આ અંગે દુબેએ જણાવ્યું કે, "કોઈ ફ્લાઇટ ઉપલબ્ધ નહોતી આથી મેં વહેલી સવારે અમદાવાદથી મુંબઈ ટ્રેન પકડવાનું નક્કી કર્યું હતું. અમે રોડ દ્વારા મુસાફરી કરી શક્યા હોત, પરંતુ ટ્રેન વધુ ઝડપી પહોંચાડત."

દુબેએ જણાવ્યું કે, તેના ટ્રેન પ્લાન વિશે જાણ્યા બાદ પરિવાર અને મિત્રો કેવી રીતે ચિંતિત હતા. તેમને કહ્યું કે, "મારી પત્ની, મેં અને એક મિત્રએ ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું. જેમાં થર્ડ-એસી ટિકિટ ઉપલબ્ધ હતી આથી અમે તેમને બુક કરાવવાનું નક્કી કર્યું હતું. અમારા પરિવાર અને મિત્રોમાંથી અમે જેની સાથે વાત કરી તે દરેક ચિંતિત હતા. જો કોઈ મને સ્ટેશન પર કે ટ્રેનમાં ઓળખી જશે તો શું થશે?"

એવામાં દુબેએ રસ્તો શોધી કાઢ્યો હતો. અમે અમારા ચહેરા ઢાંકીને મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું. અમે માસ્ક અને ટોપી પહેરી હતી. તેને આખી બાંયનું ટી-શર્ટ પહેરી હતી. જેમાં તેને વિચાર્યું હતું કે ટ્રેન સવારે 5:10 વાગ્યે ઉપડશે જેથી સ્ટેશન પર ભીડ નહીં હોય. પરંતુ એવું નહોતું થયું. જ્યાં ક્રિકેટ ફેંસની ભીડ હતી, કેટલાકે ત્રિરંગો પહેર્યો હતો.

vtv app promotion

દુબેએ કહ્યું, "મેં મારી પત્નીને કહ્યું હતું કે, હું મારી કારમાં રાહ જોઈશ અને ટ્રેન ઉપડે તેના પાંચ મિનિટ પહેલા નીકળી જઈશ. પછી હું ઝડપથી ટ્રેનમાં ચઢી જઈશ."

અને એવું જ થયું. દુબે પાસે થર્ડ એસીમાં ટોપ બર્થ મળી હતી. આખી મુસાફરી દરમિયાન તેને ચિંતા હતી કે કોઈ સાથી મુસાફર તેને ઓળખી જશે. તેની ઓળખ ઉજાગર થતી થતી રહી ગઈ હતી. જ્યારે ટિકિટ ચેકર આવ્યો ત્યારે તેને પૂછ્યું, "શિવમ દુબે? તે કોણ છે, ક્રિકેટર?" તે જ સમયે શિવમ દુબેની પત્ની અંજુમે હોશિયારી બતાવી. તેને તરત જ જવાબ આપ્યો, "ના, ના. તે ક્યાંથી આવશે?" પછી ટિકિટ ચેકર ચાલ્યો ગયો.

વધુ વાંચો : સંજુએ લગાવી લાંબા છલાંગ, વરુણ પાસેથી છીનવાયો તાજ, વર્લ્ડ કપ બાદ આ ખેલાડીઓની બલ્લે બલ્લે

રાત્રે, શિવમ દુબે વોશરૂમનો ઉપયોગ કરવા માટે તેના બર્થ પરથી ઉતર્યો હતો પરંતુ મુસાફરી દરમિયાન કોઈ પણ મુસાફરોએ તેને ઓળખી શક્યા નહતા. ટ્રેન બરાબર હતી પરંતુ દુબેને ડર હતો કે તે દિવસ દરમિયાન બોરીવલી ઉતરતી વખતે લોકોની નજરથી બચી શકશે નહીં. છેલ્લે તેને પોલીસને ફોન કર્યો અને મદદ માંગી હતી. પોલીસને શરૂઆતમાં એવું લાગ્યું હતું કે, તે એરપોર્ટથી આવી રહ્યો છે પરંતુ તે જાણીને આશ્ચર્ય થયું કે તે ખરેખર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. આમ દુબે ભીડથી બચીને તેના ઘરે પહોંચ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Third AC Train Sayaji Express Shivam Dubey
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ