બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / સંજુએ લગાવી લાંબા છલાંગ, વરુણ પાસેથી છીનવાયો તાજ, વર્લ્ડ કપ બાદ આ ખેલાડીઓની બલ્લે બલ્લે
Last Updated: 04:52 PM, 11 March 2026
ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો. ભારતની જીતની અસર હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની લેટેસ્ટ T20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં જોવા મળી છે. જેમાં અનેક ઇન્દીયન પ્લેયર્સે નવી રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે.
ADVERTISEMENT
કેપ્ટન સૂર્યાના નેતૃત્વમાં ભારતે અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને સતત બીજી વખત T20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું. આ સાથે ભારત ટુર્નામેન્ટના ઇતિહાસમાં ત્રણ વખત ટ્રોફી જીતનાર પ્રથમ ટીમ બની છે.
India’s #T20WorldCup batting core climbs higher while a seasoned spinner reclaims the top spot 💪
— ICC (@ICC) March 11, 2026
More from the latest ICC Men's Rankings update ⬇️https://t.co/cXPm03qnhp
ADVERTISEMENT
લેટેસ્ટ રેન્કિંગમાં ભારતીય બેટ્સમેનોનો દબદબો જોવા મળે છે. આ રેન્કિંગમાં અભિષેક શર્માનું વર્ચસ્વ બરકરાર છે. તેને ફાઇનલમાં ધમાકેદાર ફિફ્ટી ફટકારી હતી તે અત્યારે નંબર-1 T20 બેટ્સમેનનું સ્થાન ધરાવે છે.
ADVERTISEMENT
આ ઈશાન કિશન ટુર્નામેન્ટમાં 317 રન બનાવ્યા બાદ બે પ્લેસ આગળ વધીને નંબર-2 પર પહોંચી ગયો છે. કિશન તેની કરિયરનું સૌથી વધુ રેટિંગ પણ હાંસલ કર્યું છે અને હવે તે અભિષેક શર્માથી માત્ર ચાર રેટિંગ પોઈન્ટ જ પાછળ છે. ન્યૂઝીલેન્ડનો ટિમ સીફર્ટ ચાર પ્લેસ ઉપર ચઢીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ઇંગ્લેન્ડનો બેથેલ 17 સ્થાન ઉપર ચઢીને 16મા સ્થાને પહોંચી ગયો છે.

ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડનો ઓપનર ફિન એલન સાત પ્લેસ ઉપર ચઢીને 20મા સ્થાને પહોંચી ગયો છે. તેને સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે માત્ર ૩૩ બોલમાં સદી ફટકારીને T20 વર્લ્ડ કપમાં સૌથી ફાસ્ટ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. આ દરમિયાન વર્લ્ડ કપના હીરો સંજુ સેમસન 18 પ્લેસ ઉપર ચઢીને 22મા સ્થાને પહોંચી ગયો છે. સંજુએ વર્લ્ડ કપમાં સતત ત્રણહાફ સેન્ચુરી ફટકારી હતી અને ટીમ ઇન્ડિયાની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ દરમિયાન શિવમ દુબે ચાર પ્લેસ ઉપર ચઢીને 27મા સ્થાને પહોંચી ગયો છે.
ADVERTISEMENT
બોલરોના રેન્કિંગમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. જેમાં ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તીએ પોતાનું નંબર-વન સ્થાન ગુમાવ્યું છે અને હવે તે બીજા સ્થાને પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન ફરીથી નંબર-વન T20 બોલર બન્યો છે. ઇંગ્લેન્ડનો આદિલ રાશિદ ચોથા, ભારતનો જસપ્રીત બુમરાહ છઠ્ઠા અને અક્ષર પટેલ 17મા સ્થાને પહોંચી ગયો છે.
ADVERTISEMENT
ઝિમ્બાબ્વેનો કેપ્ટન સિકંદર રઝા T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ પર બરકરાર છે. જેમાં ભારતનો હાર્દિક પંડ્યા બીજા નંબરે છે. જેમાં આ બંને પ્લેયર્સે આ અઠવાડિયે તેમના કરિયરની હાઈએસ્ટ રેટિંગ મેળવી છે. તો આ સાથે ન્યુઝીલેન્ડનો કેપ્ટન મિશેલ સેન્ટનર ત્રણ પ્લેસ ઉપર આવીને નવમા સ્થાને પહોંચી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.