બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / Shiv Sena leader Ravat roars at BJP 50 50 government promise is on record

મહારાષ્ટ્ર / ભાજપ પર ભડકી શિવસેના: કાગળ ફાડી નાંખશો, ફાઈલોમાં આગ લગાવી દેશો પરંતુ આ કેવી રીતે કરશો?

Shalin

Last Updated: 08:41 PM, 28 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેના અને ભાજપ વચ્ચે સરકાર બનાવવાનું કોકડું હજી ગૂંચવાયેલું છે જેમાં શિવસેનાના નેતા સંજય રાવતે ભાજપને ચેતવણીના સવારે જણાવ્યું છે કે સત્તાની 50% 50%માં વહેંચણી થશે તેવું ચૂંટણી પહેલાથી નક્કી કરવામાં આવ્યું હતું. આ વચનના મીડિયાની સામે લેવાયું હતું. આ રેકોર્ડ તો તેઓ નષ્ટ નહિ જ કરી શકે.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મુદ્દે ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં શિવસેનાના સંજય રાવતે ભડકીને નિવેદન આપ્યું છે કે ભાજપ વાળા કાગળ ફાડી શકે છે, ફાઈલો ઉપર આગ લગાવી શકે છે પરંતુ 50% 50% સરકાર બનાવવાનો જે વાયદો કર્યો હતો તેને કેવી રીતે ડીલીટ કરી શકશે?

રાવતે NDTV સાથે થયેલી વાતચીત દરમિયાન 50% 50%ની ફોર્મ્યુલા અને ભાજપના લેખિત આશ્વાસન અંગે જણાવ્યું હતું કે હજી સુધી બંને પક્ષો વચ્ચે કોઈ રાજનૈતિક વાતચીત કે સંદેશ શરુ થયા નથી. તેમની પાસે બેઠકોના આંકડા છે એમ જ અમારી પાસે બેઠકોના આંકડા છે. અત્યારે આંકડા આંકડાની રમત ચાલી રહી છે. 

 

 

જો તેઓ વચન નહિ પાળે તો શું કરશો?

આ પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે જણાવ્યું હતું કે ભાજપ હંમેશા રામ ભગવાનનો જાપ જપે છે. રામ એટલે સત્ય! જેમ રામ સત્ય વચની હતા એમ ભાજપે પણ વચનભંગ ન કરવો જોઈએ.

મુખ્યમંત્રી બાબતે મૌન?

રાવતને જયારે પૂછવામાં આવ્યું કે પક્ષમાંથી મુખ્યમંત્રી પદે ઉમેદવાર કોણ છે તો એ બાબતે તેમણે મૌન સેવીને જવાબ આપ્યો હતો કે આ બાબત પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરે નક્કી કરશે.

ઉલ્લેખનીય છે કે આ ચુંટણીમાં મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠકો મળી છે. બંને પક્ષોએ ગઠબંધનનું એલાન તો કરી દીધું છે પરંતુ આવા નિવેદનોએ બંને પક્ષો વચ્ચેના મતભેદોને સપાટી પર લાવી દીધા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Maharashtra assembly election Shivsena Uddhav Thackeray sanjay raut Maharashtra Assembly election
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ