બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Shinde government in Maharashtra won't last long, Sanjay Raut's statement stirs up politics

રાજનીતિ / લાંબો સમય નહીં ટકે મહારાષ્ટ્રમાં શિંદે સરકાર, સંજય રાઉતના નિવેદનથી રાજકારણમાં ખળભળાટ

ParthB

Last Updated: 10:35 AM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં CM એકનાથ શિંદેના નેતૃત્વમાં સરકારની રચના થઈ ત્યારથી શિવસેનાના બે જૂથો વચ્ચે રાજકીય લડાઈ તેજ થઈ ગઈ છે.

  • મહારાષ્ટ્રમાં શિવસેનાની લડાઈ ખતમ થવાનું નામ નથી લઈ રહી
  • શિંદે સરકાર વિશે રાઉતનો ચોંકાવનારો દાવો
  • રાઉતે ફડણવીસ પર પ્રહારો કર્યા

મહારાષ્ટ્રમાં શિવસેનાની લડાઈ ખતમ થવાનું નામ નથી લઈ રહી. ઉદ્ધવ ઠાકરે જૂથ સતત શિંદે જૂથ પર પ્રહારો કરી રહ્યું છે. હવે બંને છાવણીમાં લડાઈ પક્ષને લઈને છે. દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રમાં શિંદે સરકારને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. ભાજપ પર પ્રહાર કરતા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર લાંબો સમય નહીં ચાલે. આ સરકારનો આધાર નબળો છે.

શિંદે સરકાર વિશે રાઉતનો ચોંકાવનારો દાવો

સંજય રાઉતે રવિવારે દાવો કર્યો હતો કે એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર પાસે મજબૂત આધાર નથી અને તે પોતાના વિરોધાભાસને કારણે પડી ભાંગશે. રાઉતે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, અમે ભારતીય જનતા પાર્ટીની જેમ લાઉડસ્પીકર પર તારીખો આપીશું નહીં. પરંતુ ચોક્કસપણે આ સરકાર લાંબો સમય ટકવાની નથી.શિવસેનાના મુખ્ય પ્રવક્તા રાઉતે કહ્યું કે શિંદે સરકારની રચનાના લગભગ એક મહિના પછી પણ કોઈ પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી નથી. રાઉતે રવિવારે દાવો કર્યો હતો કે, "ગુપ્ત રીતે રચાયેલી બેવડા ધોરણોવાળી આ સરકાર તેના પોતાના વિરોધાભાસથી પડી જશે.

ભારે હૈયે શિંદેને સીએમ બનાવવાનો નિર્ણય?

ભાજપના મહારાષ્ટ્ર એકમના વડા ચંદ્રકાંત પાટીલે અગાઉ શનિવારે કહ્યું હતું કે પાર્ટીએ (પૂર્વ મુખ્ય પ્રધાન) દેવેન્દ્ર ફડણવીસને બદલે શિવસેનાના બળવાખોર શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો ભારે નિર્ણય લીધો છે. ફડણવીસ દ્વારા રાઉતને લોકો કંટાળી ગયેલા લાઉડસ્પીકર તરીકે ગણાવ્યા પછી, શિવસેનાના સાંસદે કહ્યું કે તેમનો લાઉડસ્પીકર મહારાષ્ટ્રના લોકોનો અવાજ છે અને તેઓ તેમના વિચારો વ્યક્ત કરવાનું ચાલુ રાખશે.

રાઉતે ફડણવીસ પર પ્રહારો કર્યા

તેમણે કહ્યું, 'ફડણવીસ પણ મારું લાઉડસ્પીકર સાંભળે છે. અમારે જે કહેવાની જરૂર છે, અમે હિંમતથી કહીએ છીએ.' તેમણે કહ્યું, 'શિવસેનાનું લાઉડસ્પીકર 56 વર્ષથી વગાડે છે અને લોકો હંમેશા તે જાણવા માટે ઉત્સુક હોય છે કે તે શું કહે છે.' શિવસેનાના નેતાએ કહ્યું, 'તમારી સરકાર જુઓ. તમે કેટલી વાર દિલ્હી જાઓ છો? એક મહિના પછી પણ વિભાગોનું વિભાજન થયું નથી.
 
બાળાસાહેબના પુત્ર સાથે દગો..

શિવસેનાની સાથે ભૂતકાળમાં ભાજપે સરકાર બનાવવાના સંબંધે ફડણવીસના નિવેદના લઈને સંજય રાઉતએ તેમના પર નિશાનો સાધ્યો હતો. તેમણે પૂછ્યું કે તેઓ કઈ શિવસેનાની વાત કરે છે ?શું બાળાસાહેબ અને ઉદ્ધવ ઠાકરે (પાર્ટી સ્થાપક) વિના શિવસેના બની શકે?તેમણે કહ્યું કે શિવસૈનિકો અને મહારાષ્ટ્રના લોકોમાં ગુસ્સો છે કે બાળાસાહેબના પુત્રને દગો આપવામાં આવ્યો અને તેમને મુખ્ય પ્રધાન પદ છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા. આ સરકાર શિવસૈનિકોના ગુસ્સા અને આંસુમાં વહી જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Shinde government politics sanjay raut statement નિવેદન મહારાષ્ટ્ર શિંદે સરકાર સંજય રાઉત Maharashtra Political Crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ