બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Shehnaaz Gill resume work October 7 siddharth shukla death shoot a song for film Honsla Rakh
ADVERTISEMENT
સિદ્ધાર્થના નિધનથી શેહનાઝ તૂટી ગઈ હતી, જેથી તેને કામમાંથી બ્રેક લેવો પડ્યો હતો. જોકે, હવે રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે કે શેહનાઝ ફરી કામ શરૂ કરવા જઈ રહી છે. ફિલ્મના પ્રોડ્યૂસરે આ વાત કન્ફર્મ કરી છે, જોકે, શેહનાઝ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
ADVERTISEMENT
ફિલ્મ પ્રોડ્યૂસર દિલજીત થિંડે કહ્યું કે, હું શેહનાઝની ટીમ સાથે સતત ટચમમાં હતો અને તેના વિશે અમને રોજ અપડેટ મળતી હતી. તે એક પ્રોફેશનલ છોકરી છે અને મને ખુશી છે કે તેણે આ પ્રમોશનલ સોન્ગ માટે શૂટિંગ યૂનિટ સાથે કામ કરવાની હા પાડી છે. આની શૂટિંગ યૂકે અથવા ઈન્ડિયામાં થશે. આ શેહનાઝના વિઝા પર નિર્ભર કરશે. તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે શૂટિંગ શરૂ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પ્રોડ્યૂસરે આપી શેહનાઝની હેલ્થ અપડેટ
શેહનાઝના મેન્ટલ સ્ટેટ પર વાત કરતા થિંડે કહ્યું કે તે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે અને હજી પણ સ્ટેબલ થઈ નથી. તેના પ્રોજેક્ટ ખતમ કરવા માટે તેને ઘણી હિમ્મતથી કામ લીધું છે. તે અમારા પરિવારની જેમ છે. જેથી અમે તેની પર પ્રેશર કરવા માંગતા નથી. જેથી હું ઈચ્છું છું કે તે સમય લઈને નોર્મલ થાય પછી કામ શરૂ કરે.
ADVERTISEMENT
40 વર્ષની ઉંમરે સિદ્ધાર્થ શુક્લાએ દુનિયાને અલવિદા કહી દીધું
તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બર 2021એ હાર્ટ એટેકથી નિધન થઈ ગયું. તે માત્ર 40 વર્ષનો હતો. શેહનાઝ હજી પણ આ વાત પર વિશ્વાસ નથી કરી શકી રહી કે સિદ્ધાર્થ આપણી વચ્ચે હવે નથી. સિદ્ધાર્થ અને શેહનાઝની જોડી હમેશાં માટે તૂટી ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.