બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / shatrughan sinha reveals rajesh khanna was upset that he contested election against him

મનોરંજન / પોલિટીક્સના કારણે રાજેશ ખન્નાથી ગુસ્સે હતા શત્રુઘ્ન સિંહા: કહ્યું તેમની મોત પહેલા માફી માંગવી હતી

Arohi

Last Updated: 03:26 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

shatrughan sinha: 90sની શરૂઆતમાં રાજેશ ખન્ના અને શત્રુધ્નની મિત્રતા એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ. તેમણે એમ પણ ખુલાસો કર્યો કે તેમના બન્નેના સંબંધને પોલિટિક્સે નુકસાન પહોંચાડ્યું હતું.

  • અફસોસ છે મેં એક મિત્ર ગુમાવ્યો 
  • મોત પહેલા માંગવી હતી માંફી 
  • રાજેશ ખન્નાથી ગુસ્સે હતા શત્રુઘ્ન સિંહા

શત્રુધ્ન સિન્હા અને અમિતાભ બચ્ચનની મિત્રતા મોટા પડદે જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ ખૂબ જ પાક્કી રહી છે. પરંતુ બાદમાં બન્નેની વચ્ચે 80sમાં થોડી દૂરી પણ આવી. જોકે તે સમયના આ મોટા સ્ટાર્સે બાદમાં આ દૂરીને ખતમ કરી અને આજે પણ સારા મિત્રો છે. 

પરંતુ અમિતાભ જ નહીં અન્ય એક મોટા સુપરસ્ટાર સાથે શત્રુધ્ન સિંહાની મિત્રતામાં તિરાડ આવી. જે ક્યારેય ભરાઈ ન શકી. 90Sની શરૂઆતમાં રાજેશ ખન્ના અને શત્રુઘ્નની મિત્રતા એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ હતી. 

હવે એક નવા ઈંટરવ્યૂમાં શત્રુધ્નએ આ વિશે ખુલીને વાત કરી છે. તેમણે જણાવ્યું કે રાજેશ ખન્ના તેમનાથી કેમ નારાજ હતા. શત્રુધ્ન સિંહાએ એવું પણ કહ્યું કે તે આ સમયને માંફી માંગીને ભરવા ચાહતા હતા પરંતુ ત્યાં સુધી ઘણુ મોડુ થઈ ચુક્યું હતું. 

પોલિટિક્સના કારણે શત્રુઘ્ન સિંહાથી નારાજ હતા રાજેશ ખન્ના 
એક ઈન્ટરવ્યૂમાં વેટરન એક્ટર અને પોલિટિશિયન શત્રુઘ્ન સિંહાએ રાજેશ ખન્ના સાથે પોતાના મતભેદ પર વાત કરી. તેમણે એવો પણ ખુલાસો કર્યો કે તે બન્નેના સંબંધને પોલિટિક્સે નુકસાન પહોંચાડ્યું હતું. 1992ની એક પેટાચૂંટણીમાં રાજેશ ખન્ના અને શત્રુઘ્ન સિંહા આમને સામને હતા. આ ઈલેક્શનમાં શત્રુઘ્ન, ભારતીય જનતા પાર્ટીની તરફથી ચૂટંણી લડી રહ્યા હતા. જ્યારે તેમના ઓપોઝિટ ઉભા હતા રાજેશ ખન્ના કોંગ્રેસના ટિકિટ પર. 

ઈન્ટરવ્યૂમાં શત્રુઘ્નએ રાજેશના સામે ચૂંટણી લડવા પર પસ્તાવો વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું, "દિલ્હીની ચૂંટણીમાં અમે એક બીજાના સામે લડ્યા હતા." તેમણે આગળ કહ્યું, "તેમને લાગ્યું- મારા સામે કેવી રીતે ઉભા થઈ ગયા." સિંહાએ જણાવ્યું કે તે પર્સનલી ખન્નાને ચેલેન્જ ન હતા કરી રહ્યા. આ તેમની પાર્ટીનો નિર્ણય હતો. તેમણે આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે તેને યોગ્ય રીતે ન લીધુ. સિંહાએ આગળ યાદ કરતા જણાવ્યું, "મેં કહ્યું- હું તમારા સામે નથી લડી રહ્યો. આ નિર્ણય પોલિટિકલ પાર્ટી કરે છે કે કોણ ક્યાંથી લડશે." 

વધુ વાંચો: અભિનેતા મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ: છાતીમાં દુ:ખાવો અને ગભરામણ થતાં તબિયત લથડી

ન મળ્યો મળીને માફી માંગવાનો મોકો 
તેમણે જણાવ્યું કે તેમનો સંબંધ પહેલા જેટલો નોર્મલ ન થયો. શત્રુઘ્ન ઈચ્છતા હતા કે રાજેશની સાથે તેમનો સંબંધ સંપૂર્ણ રીતે પહેલા જેવો થઈ જશે. તેમણે જણાવ્યું, "જ્યારે તે હોસ્પિટલમાં હતા હું જઈને માફી માંગવા માંગતો હતો. પરંતુ દુખ એ વાતનું છે કે હું આમ કરુ તે પહેલા જ તે ચાલ્યા ગયા." 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ