બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:21 PM, 21 May 2026
મલ્ટિબેગર હનીવેલ ઓટોમેશન ઇન્ડિયાના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે બીએસઈ પર હનીવેલ ઓટોમેશન ઇન્ડિયાના શેર 17% થી વધુ ઉછળીને 35,769.55 રૂપિયા પર પહોંચ્યા. બુધવારે બીએસઈ પર કંપનીના શેર 30,172.35 રૂપિયા પર બંધ થયા હતા. ગુરુવારે હનીવેલ ઓટોમેશન ઇન્ડિયાના શેર એક જ દિવસમાં 5597.20 રૂપિયા ઉછળ્યા છે. બે વર્ષથી વધુ સમયમાં હનીવેલ ઓટોમેશનના શેરમાં આ સૌથી મોટો એક દિવસીય ઉછાળો છે. માર્કેટ એક્સપોર્ટ કહે છે કે આ મલ્ટિ-બેગર સ્ટોકમાં વધુ વધારો થઈ શકે છે.
ADVERTISEMENT
બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલે હનીવેલ ઓટોમેશન ઇન્ડિયાના શેરને અપગ્રેડ કર્યા છે. બ્રોકરેજ કંપનીએ કંપનીના શેર ખરીદવાની ભલામણ કરી છે. જેએમ ફાઇનાન્શિયલે હનીવેલ ઓટોમેશન ઇન્ડિયાના શેર માટે 44,000 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈઝ આપ્યો છે. મતલબ કે મલ્ટિબેગર કંપનીના શેર તેમના અગાઉના બંધ સ્તરથી લગભગ 46% વધી શકે છે.
ADVERTISEMENT

છેલ્લા 20 વર્ષમાં હનીવેલ ઓટોમેશન ઇન્ડિયાના શેરમાં 2280% થી વધુનો વધારો જોવા મળ્યો છે. મલ્ટિબેગર કંપનીના શેરનો 52-સપ્તાહનો ઉચ્ચતમ ભાવ 41,599.80 રૂપિયા છે. કંપનીના શેરનો 52-સપ્તાહનો નીચો ભાવ 26,250.05 રૂપિયા છે.
ADVERTISEMENT
મલ્ટિબેગર કંપની હનીવેલ ઓટોમેશન ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2026 માટે તેના શેરધારકોને પ્રતિ શેર 1100% ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. મતલબ કે કંપની પ્રતિ શેર 110 રૂપિયાનું ડિવિડન્ડ વિતરિત કરશે. હનીવેલ ઓટોમેશન દ્વારા ડિવિડન્ડ માટે રેકોર્ડ તારીખ 17 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે. શેરધારકોની મંજૂરી મળ્યા બાદ કંપની 5 ઓગસ્ટ 2026 થી ડિવિડન્ડ ચુકવણી શરૂ કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
હનીવેલ ઓટોમેશન ઇન્ડિયાએ માર્ચ 2026 ક્વાર્ટરમાં 160 કરોડનો કોમ્સોલીડેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીનો નફો એક વર્ષ પહેલાના સમાન સમયગાળાની તુલનામાં 14.2% વધ્યો હતો. ચોથા ક્વોર્ટરમાં હનીવેલ ઓટોમેશન ઇન્ડિયાની આવક વાર્ષિક ધોરણે 5.9% વધીને 1180 કરોડ રૂપિયા થઈ હતી. ચોથા ઓટોમેશન હનીવેલ ઓટોમેશન ઇન્ડિયાનો EBITDA વાર્ષિક ધોરણે 15.9% વધીને 1849 કરોડ રૂપિયા થયો હતો.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.