ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આ તો હજુ શરૂઆત છે! હજુ તો વધારે મોંઘુ થશે પેટ્રોલ-ડીઝલ, આપ્યું એલર્ટ!

બિઝનેસ / આ તો હજુ શરૂઆત છે! હજુ તો વધારે મોંઘુ થશે પેટ્રોલ-ડીઝલ, આપ્યું એલર્ટ!

Published By: Jinal Chauhan

Last Updated: 10:30 AM, 21 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય લોકોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી રહી છે, જેના કારણે ભારતમાં પણ ઈંધણના ભાવમાં વધારો થવાની શક્યતાઓ મજબૂત બની રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવને કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. જો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બનશે તો તેની સીધી અસર ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી શકે છે.

ADVERTISEMENT

ભારત પોતાની જરૂરિયાતનું મોટું પ્રમાણ વિદેશથી આયાત કરે છે. દેશ લગભગ 85 ટકા ક્રૂડ ઓઇલ આયાત પર નિર્ભર છે. આવા સમયમાં જો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે તો તેની અસર ભારત પર ઝડપથી જોવા મળે છે. હાલ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ, હોર્મુઝ સ્ટ્રેટમાં ઉભી થયેલી અશાંતિ અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે તેલ, ગેસ અને અન્ય ઊર્જા સંબંધિત ઉત્પાદનોની સપ્લાય પર દબાણ વધી રહ્યું છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વ માટે ખૂબ મહત્વનો દરિયાઈ માર્ગ માનવામાં આવે છે. વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસની હેરફેર આ માર્ગ દ્વારા થાય છે. જો અહીં તણાવ વધે અથવા પુરવઠામાં અવરોધ ઊભો થાય તો સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો હાલની પરિસ્થિતિ યથાવત રહેશે તો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 140 ડોલર સુધી પહોંચી શકે છે. આ ભાવવધારો માત્ર પેટ્રોલ-ડીઝલ પૂરતો મર્યાદિત નહીં રહે પરંતુ દેશના દરેક ક્ષેત્રને અસર કરશે.

ટ્રાવેલિંગ ખર્ચમાં વધારો

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જ પરિવહન ખર્ચમાં વધારો થાય છે. ટ્રક, બસ અને અન્ય વાહનો માટે ઇંધણ મોંઘું થતાં ખાદ્યપદાર્થો, શાકભાજી, દૂધ, અનાજ અને રોજિંદી જીવનમાં ઉપયોગી અનેક વસ્તુઓના ભાવમાં વધારો થાય છે. એટલે કે સામાન્ય માણસ માટે મોંઘવારીનું ભારણ વધુ વધી શકે છે. ફુગાવો વધતા લોકોની બચત અને ખરીદ શક્તિ બંને પર નકારાત્મક અસર પડે છે.

તાજેતરમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો છે. 15 મેના રોજ પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો થયો હતો જ્યારે 19 મેના રોજ ફરી 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે નિષ્ણાતો માની રહ્યા છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં પરિસ્થિતિ સુધરે નહીં તો આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7 થી 9 રૂપિયા સુધીનો વધુ વધારો થઈ શકે છે. આ વધારાથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પર સૌથી વધુ અસર પડશે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ ઈંધણ સાથે હવે ખાદ્યતેલના પણ ભાવ વધ્યાં, ડબ્બે આટલાનો થયો વધારો

માત્ર પેટ્રોલ અને ડીઝલ જ નહીં પરંતુ LPG ગેસ, CNG અને ખાતરના ભાવ પર પણ તેની અસર જોવા મળી શકે છે. ભારત ખેતી માટે મોટા પ્રમાણમાં ખાતરની આયાત કરે છે. જો વૈશ્વિક સપ્લાયમાં વિક્ષેપ આવશે તો ખેડૂતો માટે ખેતી ખર્ચ વધી શકે છે. પરિણામે કૃષિ ઉત્પાદન મોંઘું બનશે અને ખાદ્યપદાર્થોના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.

આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે ડોલર સામે રૂપિયો પણ વધુ નબળો પડી શકે છે. રૂપિયો નબળો પડવાથી આયાત વધુ મોંઘી બને છે અને તેનાથી દેશમાં મોંઘવારી વધુ વધી શકે છે. હાલમાં જ રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો છે અને જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા યથાવત રહેશે તો રૂપિયો વધુ દબાણમાં આવી શકે છે.

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય અર્થતંત્ર હજુ પણ ઘણા ક્ષેત્રોમાં મજબૂત છે. સરકાર પાસે વિદેશી ચલણનો સારો જથ્થો છે અને જરૂર પડે તો ઇંધણ પર ટેક્સમાં ઘટાડો કરીને લોકો પરનો ભાર થોડો ઓછો કરી શકાય છે. તેમ છતાં, જો મધ્ય પૂર્વનો તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ભારત માટે આગામી મહિના પડકારજનક બની શકે છે.

આવતા દિવસોમાં વૈશ્વિક પરિસ્થિતિ કેવી રીતે બદલાય છે તેના પર ભારતના ઇંધણના ભાવ અને મોંઘવારીની સ્થિતિ ઘણી હદ સુધી નિર્ભર રહેશે. સામાન્ય લોકો માટે હાલ સૌથી મોટી ચિંતા એ છે કે જો પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે તો રોજિંદા ખર્ચમાં મોટો વધારો થશે. તેથી સરકાર અને તેલ કંપનીઓના આગામી નિર્ણય પર સૌની નજર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

fuel price hike crude oil prices petrol diesel increase

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ