ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / ઈંધણ સાથે હવે ખાદ્યતેલના પણ ભાવ વધ્યાં, ડબ્બે આટલાનો થયો વધારો

મોંઘવારી / ઈંધણ સાથે હવે ખાદ્યતેલના પણ ભાવ વધ્યાં, ડબ્બે આટલાનો થયો વધારો

Published By: Priykant Shrimali

Last Updated: 09:39 AM, 21 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Sing Oil Price : આ તરફ વેપારીઓનું માનવું છે કે, વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતા અને સપ્લાયમાં આવેલી અડચણો આ ભાવવધારા માટે મુખ્ય કારણ

ADVERTISEMENT

Gujarat Sing Oil Price : જનતા પર મોંઘવારીનો ડબલ માર પડ્યો છે. વાસ્તવમાં મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડતી અસર હવે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાદ્યતેલોના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટના તેલ બજારમાં આજે સિંગતેલના ડબ્બાના ભાવમાં ફરી વધારો નોંધાયો છે, જેના કારણે ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે.

બજારના વેપારીઓના જણાવ્યા મુજબ, સિંગતેલના ડબ્બામાં આજે વધુ રૂ.10નો વધારો થતાં ભાવ રૂ.2800 સુધી પહોંચી ગયો છે. સાથે જ અન્ય ખાદ્યતેલોમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલનો ડબ્બો રૂ.2660 સુધી પહોંચી ગયો છે, જ્યારે પામોલીન તેલમાં પણ સતત વધારો ચાલુ રહેતાં તેના ભાવ રૂ.2415ની આસપાસ પહોંચ્યા છે.

આ તરફ વેપારીઓનું માનવું છે કે, વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતા અને સપ્લાયમાં આવેલી અડચણો આ ભાવવધારા માટે મુખ્ય કારણ બની રહી છે. ખાસ કરીને Strait of Hormuz વિસ્તારમાં વધેલા તણાવ અને દરિયાઈ માર્ગોમાં આવેલી મુશ્કેલીઓના કારણે આયાતી માલની અવરજવર પ્રભાવિત થઈ રહી છે. પરિણામે કાચા માલની અછત સર્જાતાં સ્થાનિક બજારમાં પણ તેની સીધી અસર દેખાઈ રહી છે.

આ પણ વાંચો : હવેથી અમદાવાદીઓ ફાવી ગયા, મેટ્રો નજીક મુસાફરોને મળશે આ ઉત્તમ સુવિધા

અત્યાર સુધી દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી બજાર સ્થિર રહ્યું હતું, પરંતુ હવે આયાત પર વધતી અસરને કારણે સ્વદેશી ખાદ્યતેલોમાં પણ ભાવવધારો અનિવાર્ય બન્યો છે. આગામી દિવસોમાં જો વૈશ્વિક સ્થિતિમાં સુધારો નહીં થાય તો ખાદ્યતેલોના ભાવ હજુ વધુ ઊંચા જઈ શકે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ખાદ્યતેલોના વધતા ભાવોથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પર સીધી અસર પડી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Sing Oil Price Groundnut Oil Price Cottonseed Oil Price

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ