ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવેથી અમદાવાદીઓ ફાવી ગયા, મેટ્રો નજીક મુસાફરોને મળશે આ ઉત્તમ સુવિધા

કવાયત / હવેથી અમદાવાદીઓ ફાવી ગયા, મેટ્રો નજીક મુસાફરોને મળશે આ ઉત્તમ સુવિધા

Published By: Priykant Shrimali

Last Updated: 08:32 AM, 21 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Metro Free Parking : કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, લોકો વધુ પ્રમાણમાં મેટ્રો સેવા અપનાવે તે માટે આ યોજના તૈયાર કરવામાં આવી છે

ADVERTISEMENT

Ahmedabad Metro Free Parking : અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. હવે શહેરના વિવિધ અમદાવાદ મેટ્રો સ્ટેશનોની આસપાસ લોકો પોતાના વાહનો પાર્ક કરી સરળતાથી મેટ્રોમાં મુસાફરી કરી શકશે. મહાનગરપાલિકાએ મેટ્રો સ્ટેશન નજીક પાર્કિંગ માટે કુલ 17 પ્લોટોની ઓળખ કરી છે. આ પ્લોટો મેટ્રો સ્ટેશનથી અંદાજે 100 મીટરથી લઈને 500 મીટરના અંતરે આવેલા છે, જેથી મુસાફરોને વાહન પાર્કિંગમાં સરળતા રહેશે અને તેઓ જાહેર પરિવહન તરફ વધુ આકર્ષિત થશે.

વિગતો મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી, વસ્ત્રાલ, થલતેજ, વાસણા APMC, પાલડી અને એપરલ પાર્ક જેવા વિસ્તારોમાં મેટ્રો સ્ટેશન નજીક પાર્કિંગ માટે જગ્યાઓ પસંદ કરવામાં આવી છે. ખાસ કરીને સાબરમતી મેટ્રો સ્ટેશન નજીક માત્ર 120 મીટરના અંતરે અને પાલડી તથા એપરલ પાર્ક સ્ટેશનથી અંદાજે 100 મીટર દૂર પ્લોટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો : મુસાફરોને મોટી રાહત, ઉનાળુ વેકેશનને ધ્યાને રાખી પશ્ચિમ રેલ્વેનો મહત્વનો નિર્ણય

કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, લોકો વધુ પ્રમાણમાં મેટ્રો સેવા અપનાવે તે માટે આ યોજના તૈયાર કરવામાં આવી છે. શહેરમાં વધતા ટ્રાફિક અને ઇંધણ બચતને ધ્યાનમાં રાખીને જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. આ પાર્કિંગ પ્લોટોને વધુ સુવિધાજનક બનાવવા માટે ત્યાં પેવર બ્લોક, પાર્કિંગ સાઇન બોર્ડ અને CCTV કેમેરા જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે. જેથી વાહનચાલકો સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે પોતાના વાહનો પાર્ક કરી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Free Parking Near Metro Station AMC Parking Plan Ahmedabad Metro

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ