ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મુસાફરોને મોટી રાહત, ઉનાળુ વેકેશનને ધ્યાને રાખી પશ્ચિમ રેલ્વેનો મહત્વનો નિર્ણય

જાણી લેજો / મુસાફરોને મોટી રાહત, ઉનાળુ વેકેશનને ધ્યાને રાખી પશ્ચિમ રેલ્વેનો મહત્વનો નિર્ણય

Published By: Priykant Shrimali

Last Updated: 08:22 AM, 21 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarmati-Jodhpur Train : રેલવે વિભાગના જણાવ્યા મુજબ આ નિર્ણય ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવશે અને પ્રવાસીઓ માટે મુસાફરીને વધુ સરળ બનાવશે.

ADVERTISEMENT

Sabarmati-Jodhpur Train : ઉનાળાની રજાઓ અને વધતા પ્રવાસનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી સાબરમતીથી જોધપુર વચ્ચે દોડતી ગાડી નંબર 20485/86 સાબરમતી-જોધપુર એક્સપ્રેસને હવે જેસલમેર સુધી લંબાવાઇ છે. આ નવી વ્યવસ્થા 23 મેથી અમલમાં આવશે, જેના કારણે રાજસ્થાન જતાં મુસાફરોને મોટી રાહત મળશે.

આ ટ્રેન વિસ્તરણનો શુભારંભ 22 મેના રોજ અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવશે. રેલવે વિભાગના જણાવ્યા મુજબ આ નિર્ણય ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવશે અને પ્રવાસીઓ માટે મુસાફરીને વધુ સરળ બનાવશે.

“સ્વર્ણ નગરી” તરીકે જાણીતા જેસલમેરનું પ્રવાસન ક્ષેત્રે વિશેષ મહત્વ છે. અહીંનો પ્રસિદ્ધ સોનાર કિલ્લો, પટવાઓની હવેલી, મોટો બાગ અને થારનું રણ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. ખાસ કરીને શિયાળાની સિઝનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જેસલમેરની મુલાકાત લેતા હોય છે. આવી સ્થિતિમાં સીધી ટ્રેન સેવા શરૂ થવાથી પ્રવાસીઓને વધુ અનુકૂળતા મળશે.

આ પણ વાંચો : ચોમાસાના આગમનની તારીખ નક્કી થઈ, ગુજરાત સહિત દેશમાં ક્યારે પડશે વરસાદ

રેલવેના આ નિર્ણયથી માત્ર પ્રવાસન ક્ષેત્રને જ નહીં પરંતુ સ્થાનિક વેપાર અને રોજગારને પણ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત, જેસલમેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને હવે જોધપુર અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આરોગ્ય અને શિક્ષણ સંબંધિત જરૂરિયાતો માટે વધુ સરળ મુસાફરી સુવિધા ઉપલબ્ધ બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Western Railway Sabarmati Jodhpur Express Sabarmati Jaisalmer Train

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ