બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે તેજીનું તોફાન, સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે બંધ

બિઝનેસ / શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે તેજીનું તોફાન, સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે બંધ

Last Updated: 04:09 PM, 23 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે NSEનો નિફ્ટી 50 પણ 243.45 પોઈન્ટ (0.99%)ના વધારા સાથે 24,853.15 પોઈન્ટ પર બંધ થયો છે.

શુક્રવારે ભારતીય શેરબજાર આજે હરિયાળી જોવા મળી છે. સપ્તાહના છેલ્લા દિવસે BSE સેન્સેક્સ 769.09 પોઈન્ટ (0.95%)ના વધારા સાથે 81,721.08 પોઈન્ટ પર બંધ થયો છે. તેવી જ રીતે આજે NSEનો નિફ્ટી 50 પણ 243.45 પોઈન્ટ (0.99%)ના વધારા સાથે 24,853.15 પોઈન્ટ પર બંધ થયો છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે, BSE સેન્સેક્સ 644.64 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 80,951.99 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 203.75 પોઈન્ટના ઘટાડા સાથે 24,609.70 પોઈન્ટ પર બંધ થયો હતો.

સેન્સેક્સની 30 માંથી 29 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા

શુક્રવારે સેન્સેક્સની 30 માંથી 28 કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાન પર બંધ થયા હતા અને બાકીની 2 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ આજે નિફ્ટી 50ની 50 માંથી 46 કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની 4 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. આજે સેન્સેક્સ કંપનીઓમાં, એટરનલના શેર સૌથી વધુ 3.51 ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે સન ફાર્માના શેર 1.84 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમ કરશે માલામાલ, આપશે 44,664નું ગેરેન્ટેડ રિટર્ન, કરવું પડશે આટલું રોકાણ

app promo1

પાવરગ્રીડ, ITCના શેરમાં પણ તેજી

સપ્તાહના છેલ્લા દિવસે પાવર ગ્રીડના સેન્સેક્સ શેર 2.51%, ITC 2.32%, બજાજ ફિનસર્વ 2.09%, નેસ્લે ઇન્ડિયા 1.83%, એક્સિસ બેંક 1.74%, કોટક મહિન્દ્રા બેંક 1.50%, અદાણી પોર્ટ્સ 1.45%, લાર્સન એન્ડ ટુબ્રો 1.39%, ટાટા સ્ટીલ 1.18%, હિન્દુસ્તાન યુનિલિવર 1.18%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.16%, બજાજ ફાઇનાન્સ 1.14%, ટાઇટન 0.98%, ઇન્ફોસિસ 0.98%, ઇન્ડસઇન્ડ બેંક 0.95%, NTPC 0.94%, HCL ટેક 0.92%, TCS 0.88%, ટેક મહિન્દ્રા 0.84%, એશિયન પેઇન્ટ્સના શેર 0.79%ના વધારા સાથે બંધ થયો છે. આ સાથે આજે HDFC બેંકના શેર 0.61%, SBI 0.59%, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.54%, ICICI બેંક 0.51%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.28%, મારુતિ સુઝુકી 0.22% અને ટાટા મોટર્સના શેર 0.06%ના વધારા સાથે બંધ થયા છે. જ્યારે ભારતી એરટેલના શેર 0.19 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Share Market Update Share Market
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ