ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:05 PM, 29 September 2025
ADVERTISEMENT
શારદીય નવરાત્રીનું પર્વ 22 સપ્ટેમ્બરનાં રોજ શરૂ થઇ ગયુ છે. આ દરમિયાન મા દુર્ગાનાં અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી અષ્ટમી અને નવમી તિથિનાં રોજ વિશેષ રૂપથી કન્યા પૂજન કરવામાં આવે છે. આ દિવસને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ADVERTISEMENT
આ ખાસ દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે. આ દિવસે ભક્તો નવ કન્યાઓ અને એક બાળકને ભોજન કરાવે છે. પરંતુ શું તમને ખબર છે કે જો પૂજા દરમિયાન નાની મોટી ભૂલો થઈ જશે તો તમને પૂજાનું ફળ નહીં મળી શકે.
ADVERTISEMENT
કન્યા પૂજન દરમિયાન તમારા ઘરે આવતી છોકરીઓને ભેટ તરીકે તમે જે કંઈ પણ આપો છો, તે કાળા રંગથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. કાળી વસ્તુઓ ભેટમાં આપવી એ અશુભ માનવામાં આવે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ Kanya Puja Vidhi: નવરાત્રિમાં હવે કન્યા પૂજનની ઘડી, શું છે વિધિ અને તેના નિયમ?
ADVERTISEMENT
લોકો ઘણીવાર કન્યા પૂજન પછી સ્ટીલના વાટકા કે થાળી ભેટમાં આપે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પણ યોગ્ય નથી. જો તમારે ભેટ આપવી જ પડે, તો સ્ટીલને બદલે અન્ય ધાતુઓથી બનેલા વાસણો ભેટમાં આપી શકો છો.
લોખંડની વસ્તુઓ ભેટમાં આપવાનું ટાળો. કન્યા પૂજન દરમિયાન આમ કરવાથી શનિ દોષ આવે છે. ભેટ ખરીદતી વખતે હંમેશા આ વાત ધ્યાનમાં રાખો.
ADVERTISEMENT
કન્યા પૂજન પછી ભેટ આપતી વખતે, ધ્યાનમાં રાખો કે ભૂલથી પણ તમારે ચામડાનો ઉપયોગ કરતી કોઈ પણ વસ્તુ ન આપવી જોઈએ.
ADVERTISEMENT
કન્યા પૂજનમાં હંમેશા સાત્વિક ભોજન કરાવો. આનો મતલબ એ છે કે આમાં ડુંગળી, લસણ તેમજ બીજા કોઇપણ પ્રકારનાં તામસિક ભોજનનો ઉપયોગ કરશો નહીં.
કન્યા પૂજન દરમિયાન ભોજન હંમેશા સ્વચ્છ સ્થાન પર કરાવો. તમે ગંદી જગ્યાએ ભોજન કરાવો છો તો પાપની જગ્યાએ પુણ્ય મળે છે.
(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT