બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Shankarsinh Vaghelas re-entry in Congress confirmed? May make a big announcement tomorrow

રાજનીતિના રંગ / શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રી-એન્ટ્રી પાક્કી? આવતીકાલે કરી શકે છે મોટી જાહેરાત, અર્જુન મોઢવાડીયા પણ રહેશે હાજર

Kishor

Last Updated: 05:27 PM, 3 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શંકરસિંહ વાઘેલાએ વધુ એક વખત કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા છે. આ અંગે આવતીકાલે મોટી જાહેરાત થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

  • શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા
  • શંકરસિંહ વાઘેલા અર્જુન મોઢવાડીયા સાથે કરશે પત્રકાર પરિષદ 
  • આવતીકાલે શંકરસિંહ વાઘેલા કરી શકે છે મોટી જાહેરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણી માથે ગાજી રહી છે. તેવી સ્થિતિ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી રાજકારણમાં એક્ટિવ થયા છે. અગાઉ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા હતા. પરતું ત્યારબાદ આ મુદ્દો શાંત પડી ગયો હતો. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવતીકાલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયા સાથે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજશે. જેને લઇને શંકરસિંહ ફરી કોંગ્રેસમાં ભળી જવાની અટકળો તેજ બની છે. પત્રકાર પરિષદ દરમિયાન શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રી-એન્ટ્રી મુદે મોટી જાહેરાત થઇ શકે છે. 

અગાઉ પણ  કોંગ્રેસમાં જોડાવાના આપ્યા હતા સંકેતો  
આગાઉ ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસનો હાથ પકડે તેવી ચર્ચા જાગી હતી પરંતુ જો ગુજરાત કોંગ્રેસ દારૂબંધી હટાવવાવનું વચન આપે તો કોંગ્રેસમાં જોડાય તેવી વાત પણ આવી હતી. આ અગાઉ આ વર્ષના અંતે યોજાનારી ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી  'પ્રજાશક્તિ ડૅમોક્રેટિક પાર્ટી' ના નેજા હેઠળ ચૂટંણી લડે તેવી પણ વાત  આવી હતી. ત્યારબાદ હવે શંકરસિંહ વાઘેલા મંગળવારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા સાથે એક પત્રકાર પરિષદનું આયોજન કરતાં રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા જાગી છે. 

અનેક ચર્ચાઑએ વેગ પકડ્યો
શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી ૨૦૧૭માં અલગ થઈ ગયા હતા. પોતાની જનશકિત પાર્ટી વતી ચૂંટણી લડવાની જાહેરાત પછી અપક્ષ ઉમેદવારોને ટેકો આપી મત મેળવવા નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. તેવામાં વિધાનસભાની ચૂંટણીના ઢોલ વાગતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવાનો વધુ વખત સંકેત આપ્યો છે.ત્યારે આ પત્રકાર પરિષદમાં કયા મુદ્દે ચર્ચા થશે અને કોઈ મોટી જાહેરાત થશે કે કેમ ? તેના પર જાણકારો મીટ માંડીને બેઠા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ