બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Shahrukh Khan Reached Iconic Theatre PVR Anupam Closing Ceremony

નિવેદન / શાહરૂખે કહ્યું, એટલો ફ્રી છું કે દરેક કાર્યક્રમમાં મને જ બોલાવવામાં આવી રહ્યો છે

Juhi

Last Updated: 01:24 PM, 30 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાન તાજેતરમાં જ દિલ્હીના PVR અનુપમ મલ્ટીપ્લેક્સમાં પહોંચ્યો. આ ભારતનું પહેલુ મલ્ટીપ્લેક્સ છે જેને થોડા સમય માટે બંધ કરવામા આવે છે કેમકે રિનોવેશન કરાવવાનું છે. આ થિયેટરમાં સૌથી પહેલા જે ફિલ્મ આવી હતી તે 'યસ બૉસ' હતી, જેથી થિયેટર્સ અધિકારીઓએ આ સમાપન સમારોહમાં ગેસ્ટ તરીકે શાહરૂખ ખાનને બોલાવ્યો.

જ્યાં પહોંચીને શાહરૂખે ખાને કહ્યુ કે, તમામ સ્ટાર્સ બિઝી છે, હાલમાં તેમની પાસે કોઇને કોઇ કામ છે આજ કારણે તમામ પ્રોગ્રામ્સમાં મને બોલાવવામાં આવે છે.

જેના જવાબમાં PVR ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય બિજલીએ કહ્યુ કે, મલ્ટીપ્લેક્સમાં ચાલનારી પહેલી ફિલ્મ શાહરૂખ ખાનની છે. ત્યારે બીજી ફિલ્મો પણ ચાલી રહી હતી, પરંતુ બાકીની ફિલ્મ 10-15% જ  બિઝનેસ કરી રહી હતી, એવામાં 'યસ બૉસ' નું ક્લેક્શન વધારે હતુ. આ માટે શાહરૂખ ખાનને બોલાવવાનું નિર્ણય કરવામાં આવ્યો.

આ મલ્ટીપ્લેક્સ 1977માં શરૂ થયું હતુ. જેની પહેલી ફિલ્મ 'યસ બૉસ' હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. હવે મલ્ટીપ્લેક્સની કાયાપટલ કરીને તેણે 1 એપ્રિલ 2020ના ફરીથી શરૂ કરવામાં પ્લાનિંગ છે.

તાજેતરમાં જ શાહરૂખ ખાને ડેવિડ લેટરમૈનનો શો માય નેકસ્ટ ગેસ્ટ નીડ્સ નો ઇન્ટ્રોડક્શન (My Next Guest Needs No Introduction) માં પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાના કરિયર, પરિવાર અને બોલિવુડના શરૂઆતી દિવસોને લઇને વાત કરી.આ પહેલા શાહરૂખ ખાને ટેડ ટોક્સ શોમાં પહોંચ્યો હતો.

શાહરૂખ ખાન છેલ્લે ઝીરોમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન પ્રમોશનમાં તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, ''હું વિચારી રહ્યો છું અને થોડો સમય લઇ રહ્યો છું. હાલમાં 2-3 સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છું. જલ્દી તૈયાર થઇ જાય એટલું જલ્દી કામ કરવા તૈયાર છું, કેમકે જે લોકો સાથે કામ કરી રહ્યો છું તે બિઝી છે. મેં પોતે આ પ્રોજેક્ટ વિશે વાત કરીશ. ત્યાં સુધી જે અફવાહો આવી રહી છે તેનાથી મને લાગી રહ્યુ છે કે,સારું છે મને આઇડિયા મળતા રહેશે.''

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment Shah Rukh Khan Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ