બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / shahrukh khan misbehaved with fan who came to take selfie with him at mumbai airport

VIDEO / શાહરુખ ખાને સેલ્ફી લેતા ફેન સાથે કર્યું એવું કે લોકો ભડક્યા, કહ્યું પઠાણ પછી કામ વગરની અકડ...

Manisha Jogi

Last Updated: 04:57 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જ્યાં ફેન્સે તેમને ઘેરી લીધા હતા. આ વિડીયો જોઈને શાહરૂખ ખાનના ફેન્સમાં નારાજગી જોવા મળી છે.

  • કિંગ ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ.
  • શાહરૂખ ખાન થયા ટ્રોલ.
  • કહ્યું ‘ઘમંડ આવી ગયો છે.’

બોલીવુડના કિંગ ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે માટે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. શાહરૂખ ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જ્યાં ફેન્સે તેમને ઘેરી લીધા હતા. એક ફેન ફોનનો કેમેરા ઓપન કરીને કિંગ ખાન સાથે સેલ્ફી લેવા માટે આવ્યો હતો અને હાથ ઝટકી દીધો હતો. આ વિડીયો જોઈને શાહરૂખ ખાનના ફેન્સમાં નારાજગી જોવા મળી છે. લોકો જણાવી રહ્યા છે કે, ફિલ્મ ‘પઠાન’ બોક્સ ઓફિસ પર હિટ જતા તેમનામાં ઘમંડ આવી ગયો છે.

આ વિડીયોમાં શાહરૂખ ખાન એરપોર્ટમાંથી બહાર આવી રહ્યા છે. તેમને જોઈને લોકોની ભીડ ભેગી થઈ જાય છે. એક ફેન પોન લઈને સેલ્ફી લેવા માટે આવે છે અને શાહરૂખ ખાન હાથ છોડાવી દે છે. ત્યાર પછી કિંગ ખાનના બોડીગાર્ડ તે વ્યક્તિને પાછળ ધકેલી છે. આ પ્રકારનું વર્તન થતા તે વ્યક્તિ દંગ રહી જાય છે. ભીડ વચ્ચે શાહરૂખ ખાન પોતાની ગાડી તરફ જવા લાગે છે.

શાહરૂખ ખાનનું આ પ્રકારનું વર્તન જોતા લોકો નારાજ છે અને તે બાબતે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. રોહત નામનો યૂઝર જણાવે છે કે, ‘હજુ ફિલ્મ હિટ કરાવો અને તેમનો ભાવ વધારો.’ અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘પબ્લિકે આ લોકોને ફેમસ કર્યા છે, તો કઈ વાતનો ઘમંડ છે.’ અનીષા નામની યૂઝરે કમેન્ટ કરી છે કે, આટલા વર્ષોમાં એક ફિલ્મ હિટ થતા શાહરૂખ ખાનનો એટ્ટિટ્યુડ વધી ગયો છે. પ્રાંજલ નામની યૂઝરે કમેન્ટ કરી છે કે, વગર કામની અકડ બતાવે છે. એંગ્રી બર્ડ નામના યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘પબ્લિકે આ લોકોને લાઈફ અને હવે આ લોકો તેમને જ ધક્કો મારે છે. લોકોએ આ વાત સમજવી જરૂરી છે.’ 

શાહરૂખ ખાનના વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો ટૂંક સમયમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ રિલીઝ થશે. આ ફિલ્મ બાબતે લોકો અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. લોકો જણાવી રહ્યા છે કે, ફિલ્મ ‘પઠાન’ બોક્સ ઓફિસ પર હિટ જતા શાહરૂખ ખાનને ઘમંડ આવી ગયો છે, જો ફિલ્મ ‘જવાન’ પણ હિટ જશે, તો તેવર જ બદલાઈ જશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ