બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shaheen hurricane will be activated due to Rose hurricane

કુદરતી આફત / સાચવજો: ગુલાબ બાદ હવે શાહિન વાવાઝોડું સક્રિય થશે, ગુજરાતના માથે ભારે રહેશે 5 દિવસ

Ronak

Last Updated: 10:11 AM, 29 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાને કારણે નલિયાના દરિયા કિનારે શાહિન વાવાઝોડું આકાર પામશે. જેના કારણે આગામી 5 દિવસ સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

  • ગુલાબ વાવાઝોડાને કારણે શાહિન વાવાઝોડું સક્રિય થશે 
  • ગુજરતામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી 
  • 1 ઓક્ટોબરથી જોવા મળશે શાહિન વાવાઝોડાની અસર 

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના પાછળનું કારણ છે ગુલાબ વાાવાઝોડું. કારણકે ગુલાબ વાવાઝોડાને કારણે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાશે અને કચ્છના અખાતમાં વાવાઝોડાની આંખ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે જેના કારણે ગુજરાતના દરિયા કિનારે નવું શાહિન વાવાઝોડું ઉદભવશે. 

નલિયાના દરિયા કિનારે આકાર લેશે 

એક ઓક્ટોબરથી કચ્છના નલિયામાં દરિયા કિનારે વાવાઝોડું આકાર લેશે. શાહિન વાવાઝોડા દિશા નલિયાથી કરાચી અને ઓમાનની હશે. કચ્છ, જામનગર અને દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ પડશે. સાથેજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ રહેશે. આપને જણાવી દીએ કે  શાહિન વાવાઝોડાને કારણે 3 દિવસ સુધી ભારે વરસાદ રહેવાની સંભવના છે. 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ 

હવામાન વિભાગ દ્વારા પણ આગામી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ રહેશે. સાથેજ રાજકોટ, જૂનાગઢ, આણંદમાં વરસાદની આગાહી છે. ઉપરાંત નર્મદા, સુરત,ડાંગ નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથેજ તાપી અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ રહેશે 

આ સિવાય ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં પણ આજે ભારે વરસાદ પડશે. અમદાવાદ અને વડોદરામાં પણ આજે છૂટોછવાયો વરસાદલ પડી શકે છે. હવામાન વિભાગે આજે સુરેન્દ્રનગર, પોરબંદર અને મોરબીમાં વરસાદની આગાહી કરી છે. આવતીકાલે એટલેકે 30 સપ્ટેમ્બરના રોજ ભરૂચ, સુરત કચ્છમાં પણ વરસાદની આગાહી છે.

દ્વારકામાં પણ ભારે વરસાદ રહેશે 

ઉલ્લેખનીય છે કે 1 ઓક્ટોમ્બરે શાહિન વાવાઝોડાની અસરને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથેજ દ્વારકામાં પણ ભારે વરસાદ વપડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gulab cyclone gujarat saheen cyclone ગુજરાત ગુલાબ વાવાઝોડું શાહિન વાવાઝોડું Saheen cylone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ