બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / SHAHEEN CYCLONE: Signal number three on the coast of Porbandar

BIG NEWS / ગુજરાતના આ દરિયાકિનારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને તાત્કાલિક પરત ફરવાના આદેશ

Parth

Last Updated: 02:39 PM, 29 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીનાં પગલે પોરબંદરમાં તંત્ર સાબદું બન્યું છે. પોરબંદરનાં દરિયા કિનારા પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

  • પોરબંદર બંદર પર 3 નંબરનું સિગ્નલ
  • વરસાદની આગાહીને લઇ સિગ્નલ
  • માછીમારોને બંદર પર પહોંચી જવા સૂચના

ભારે પવન સાથે વરસાદની આગાહીના પગલે લગાવાયુ સિગ્નલ    
ગુજરાતમાં હવે શાહીન વાવાઝોડું આવતીકાલ સુધીમાં સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવના છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં દરિયો પણ તોફાની બની રહ્યો છે ત્યારે પોરબંદરનાં બંદર પર વરસાદની આગાહીના કારણે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં માછીમારોને પણ વહેલામાં વહેલી તકે જે તે નજીકના બંદર પર પહોંચી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે તથા હવે સમુદ્રમાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. 

કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને અપાઇ સૂચના
વાવાઝોડાના કારણે પોરબંદરમાં સુરક્ષા એજન્સીઓએ પણ અલર્ટ આપ્યું છે. કોસ્ટગાર્ડ તાત્કાલિક તમામ માછીમારોને તરત જ બંદર પર ખસી જવા માટે સૂચના આપી છે. 

3 નંબરનું સિગ્નલ ક્યારે લગાડાય છે?
વિષમ હવામાન તથા ઝડપી પવનોના કારણે દરિયો તોફાની બને
દરિયામાં મોજા ઉછળવાની શક્યતા રહેલી હોય
બંદર ભયમાં હોવાનું દર્શાવવા માટે લગાવાય છે
સપાટીવાળી હવાને કારણે બંદર ભયમાં હોવાની માહિતી આપવા

વિષમ હવામાન તથા ઝડપી પવનોને કારણે દરિયો તોફાની બને અને દરિયામાં મોજા ઉછળવાની શકયતા રહેલી હોય ત્યારે બંદર ભયમાં હોવાનું દર્શાવવા માટે 3 નંબરનું સિગ્નલ અપાય છે. સ્થાનિક સચેતક સપાટીવાળી હવાને કારણે બંદર ભયમાં હોવાની માહિ‌તી આપવા માટે બંદરે આ સિગ્નલ લગાડવામાં આવે છે.

વલસાડના તિથલનો દરિયો બન્યો તોફાની
પોરબંદરની સાથે સાથે વલસાડમાં તિથલનો દરિયો પણ તોફાની બન્યો હોવાનું સામે આવી રહ્યું છે. ગુલાબ વાવાઝોડાની અસરનાં કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે જેના પગલે દરિયો તોફાની બન્યો છે. તિથલનાં દરિયાકિનારા પર લાગેલા સ્ટોલ પણ પવનમાં ઊડી ગયા છે. 

કાલે બપોરે 1-00 વાગ્યે કચ્છના નલિયાના દરિયામાં શાહિન વાવાઝોડું ઉદભવશે 
ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરનાં કારણે સપ્ટેમ્બરનાં છેલ્લા સપ્તાહમાં આખા રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં શાહીન વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. રાજ્યમાં આગામી ચાર દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે કછના અખાતમાં શાહીન વાવાઝોડું ઉદભવે તેવી પૂરેપૂરી સંભાવના છે. આવતીકાલે બપોરે એક વાગ્યાની આસપાર નલિયાનાં દરિયામાં આ વાવાઝોડું ઉદ્ભવશે અને દરિયાકિનારાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. કચ્છ સહિત આખા સૌરાષ્ટ્રમાં આવતીકાલે ભારે પવન સાથે વરસાદ પડવાની સાંભવાના છે. 

દ્વારકા,જામનગર,ગીર સોમનાથ,જૂનાગઢના દરિયા કિનારે પવન સાથે વરસાદ
વવાઝોડાના કારણે કચ્છના દરિયામાં 60થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આટલા પવન અને વરસાદનાં કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે નુકસાનની પણ ભીતિ છે. કચ્છની સાથે સાથે દ્વારકા,જામનગર,ગીર સોમનાથ,જૂનાગઢના દરિયા કિનારે પણ ભારેથી અતિભારે પવન સાથે વરસાદ પડશે. શાહીન વવાઝોડાની અસર સૌરાષ્ટ્રનાં દરિયાકિનારામાં જોવા મળશે જેમા સૌરાષ્ટ્રમાં 40થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. શુક્રવારે બપોરના સમયથી આ ખતરો શરૂ થવાની આગાહીના કારણે માછીમારોને દરિયામાં ન જવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rains SHAHEEN CYCLONE porbandar ગુજરાતમાં વરસાદ પોરબંદર શાહીન વાવાઝોડું SHAHEEN CYCLONE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ