બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Shah Rukh Khan saves Aishwarya's manager from freak fire

મદદ / ખરેખરમાં 'બાદશાહ' છે શાહરૂખ, ઐશ્વર્યાની મેનેજરને આગથી બચાવવા પોતે દાઝ્યો

Published By: Juhi

Last Updated: 12:51 PM, 30 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યુ હતુ, અમિતાભ બચ્ચને 2 વર્ષ પછી પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યુ, ફિલ્મી સ્ટાર્સથી ભરપૂર દિવાળી પાર્ટી માટે જલસાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ હતુ. જોકે આ દરમિયાન એક એવી ઘટના થઇ જેની ચર્ચા હતા ચારેય તરફ થઇ રહી છે. આ પાર્ટીમાં બચ્ચન બહુ ઐશ્વર્યાની લાંબા સમયની મેનેજર અર્ચના સાથે એક દુખદ ઘટના બની.

શાહરૂખ ખાન રિયલ લાઈફમાં ઐશ્વર્યા રાયની મેનેજર માટે હિરો સાબિત થયો હતો. દિવાળીની (27 ઓક્ટોબર) રાત્રે અમિતાભ બચ્ચનના જલસા બંગલામાં પાર્ટી આપવામાં આવી હતી. આ પાર્ટીમાં ઐશ્વર્યાની મેનેજર અર્ચના સદાનંદનો લહેંગામાં આગ લાગી ત્યારે બોલિવુડની બાદશાહ શાહરૂખ ખાન મદદે આવ્યો હતો.સદાનંદ છેલ્લાં ઘણાં વર્ષોથી ઐશ્વર્યા રાયની મેનેજર તરીકે કામ કરે છે. 

 

ઉલ્લેખનીય છે કે, આ પાર્ટીની રાતે ઘટના ત્રણ વાગે બની હતી. નજીકના સૂત્રોના મતે, રાતના ત્રણ વાગે આ બનાવ બન્યો હતો, આ સમયે પાર્ટીમાં બહુ જ ઓછા મહેમાનો હતો. અર્ચના દીકરી સાથે ગાર્ડનમાં હતી અને અચાનક જ તેનો લહેંગો આગમાં સપડાઈ ગયો હતો. આસપાસ ઉભેલા તમામ વ્યક્તિઓને તરત ખ્યાલ જ ના આવ્યો કે શું કરવું. આ સમયે શાહરૂખ ખાન દોડીને આવ્યો હતો અને તેણે પોતાના જેકેટથી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. અર્ચનાના હાથ અને જમણા પગમાં આગના લીધે 15 ટકા દાજી છે. જ્યારે શાહરૂખને પણ સામાન્ય ઇજા થઇ છે. 

હાલમાં તે નાણાવટી હોસ્પિટલના ICU વોર્ડમાં છે. ડોક્ટર્સના મતે, અર્ચનાના જમણાં પગ તથા બંને હાથ દાઝી ગયા છે. મંગળવારના (29 ઓક્ટોબર) રોજ અર્ચના ICUમાં પોતાના જ વોર્ડમાં થોડું ચાલી હતી પરંતુ હજી પણ થોડાં દિવસ તેને ICUમાં જ રાખવામાં આવશે.

પાર્ટીમાં અનેક મહેમાનો આવ્યા હતાં
અમિતાભ બચ્ચને બે વર્ષ બાદ પોતાના ઘરે દિવાળી પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં શાહરુખ-ગૌરી, વિરાટ કોહલી-અનુષ્કા શર્મા, રીષિ કપૂર-નીતુ સિંહ, પરિણીતી ચોપરા-સાનિયા મિર્ઝા, અક્ષય કુમાર-ટ્વિંકલ ખન્ના સહિતના અનેક સેલેબ્સ આવ્યા હતાં.

સંકળાયેલા મુદ્દાઓ

Aishwariya Rai Bachchan Bollywood Entertainment Shah Rukh Khan Help

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ