બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / shah rukh khan or jawan type on google search and see what happens

બોલીવુડ / શાહરૂખ ખાનની જવાન માટે Google પણ 'બેકરાર', સર્ચ મારતા જ મળી રહી છે જબરદસ્ત સરપ્રાઈઝ

Manisha Jogi

Last Updated: 09:30 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ફિલ્મને વૈશ્વિક સ્તરે શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. જેમાં, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જર્મની ટોપ પર છે. ગૂગલ ઈન્ડિયા પણ ફિલ્મ ‘જવાન’ના સેલિબ્રેશનમાં શામેલ થઈ ગયું છે.

  • ફિલ્મને વૈશ્વિક સ્તરે શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે
  • ગૂગલ ઈન્ડિયા પણ ફિલ્મ ‘જવાન’ના સેલિબ્રેશનમાં શામેલ
  • ગૂગલ પર ‘જવાન’ સર્ચ કરવાથી એક સરપ્રાઈઝ જોવા મળશે

સોશિયલ મીડિયાથી લઈને તમામ લોકોના મોઢા પર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’નું નામ છે. આ ફિલ્મ પહેલા દિવસની કમાણીના મામલે ‘પઠાન’ને પણ પાછળ છોડી દીધી છે. ફિલ્મ ‘જવાન’ને બમ્પર ઓપનિંગ મળી છે. આ ફિલ્મને વૈશ્વિક સ્તરે શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. જેમાં, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જર્મની ટોપ પર છે. શાહરૂખ ખાનના ફેન્સ માટે શાહરૂખની ફિલ્મ એક તહેવાર સમાન છે અને તેની શાનદાર ઊજવણી કરી રહ્યા છે. ગૂગલ ઈન્ડિયા પણ ફિલ્મ ‘જવાન’ના સેલિબ્રેશનમાં શામેલ થઈ ગયું છે. 

 ‘જવાન’ સર્ચ કરશો તો શું થશે?
ગૂગલ સર્ચ પર જઈને ‘જવાન’ અથવા ‘શાહરૂખ ખાન’ લખીને સર્ચ કરવાથી એક સરપ્રાઈઝ જોવા મળશે. જે માટે સૌથી પહેલા બ્રાઉઝર પર ગૂગલ પેજ ઓપન કરો. હવે સર્ચમાં ‘જવાન’ અથવા ‘શાહરૂખ ખાન’ લખો. હવે તમને વોકી ટોકી દેખાશે, તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરતા સ્ક્રીન પર બેન્ડેજના રોલ દેખાવા લાગશે અને બેકગ્રાઉન્ડમાં શાહરૂખ ખાનનો અવાજ સંભળાશે ‘રેડી’, ફિલ્મમાં શાહરૂખ ખાન ઈન્ટરવલ સમયે આ પ્રમાણે બોલે છે. 

‘ગૂગલ પર જવાન સર્ચ કરો’
ગૂગલ ઈન્ડિયાએ એક્સ હેન્ડલ પર આ જાણકારી આપી છે. જેમાં લખ્યું છે કે, ‘બેકરાર કરકે હમેં યૂં ના જાઈયે. આપકો હમારી કસમ ગૂગલ પર જવાન સર્ચ કર આઈયે.’ હેશટેગ લખ્યું છે કે, ‘#dhoondengetohmilega #jawanongoogle.’

‘પઠાન’નો રેકોર્ડ તોડ્યો
એટલીએ ફિલ્મ ‘જવાન’નું નિર્દેશન કર્યું છે. ફિલ્મના અન્ય કલાકારોમાં નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ, રિદ્ધી ડોગરા, સુનિલ ગ્રોવર અને દીપિકા પાદુકોણ છે. આ ફિલ્મ હિંદી, તમિલ, તેલુગૂમાં રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મ ‘જવાન’એ પહેલા દિવસે 65 કરોડનો બિઝનેસ કર્યો છે, જે ફિલ્મ ‘પઠાન’ કરતા 19 ટકા વધુ છે. ફિલ્મ ‘પઠાન’એ પહેલા દિવસે 55 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ ‘KGF 2’એ પહેલા દિવસે 53.95 કરોડની કમાણી કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ