બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / shah rukh khan movie jawan boycott trend on twitter

બોલિવુડ / અચાનક #BoycottJawanMovieનો ટ્રેન્ડ ઉપડ્યો, શાહરુખ ખાનને ફિલ્મ રીલીઝના એક દિવસ પહેલા તગડો ઝટકો, જુઓ શું થયું

Bijal Vyas

Last Updated: 03:04 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની રિલીઝના એક દિવસ પહેલા જે આશંકા હતી તે જ થયું. ટ્વીટર પર જવાન બોયકોટનું હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું છે.

  • આ અગાઉ ફિલ્મ પઠાણનો પણ થયો હતો બોયકોટ
  • ફિલ્મ રિલીઝ પહેલા જ ફિલ્મની બોયકોટની માંગ 
  • ઘણા યુઝર્સ આ બોયકોટના ટ્રેન્ડની મજાક ઉડાવી રહ્યા છે

jawan boycott trend: શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની રિલીઝના એક દિવસ પહેલા જે આશંકા હતી તે જ થયું. ટ્વીટર પર જવાન બોયકોટનું હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું છે. ઘણા લોકો ટ્વીટ કરીને ફિલ્મ જવાનનો બોયકોટ કરવાનું કહી રહ્યા છે. અગાઉ શાહરૂખ ખાનના પઠાણ સામે પણ આવું જ વાતાવરણ સર્જાયું હતું. બહિષ્કારનું વલણ ઘણું હતું. પરંતુ જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેણે હિન્દી સિનેમાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

થઇ રહ્યો છે બોયકોટ
ટ્વિટર પર બોયકોટ જવાન મુવી નામનું હેશટેગ ચાલી રહ્યું છે. આ હેશટેગનો ઉપયોગ કરીને, એક ટ્વિટર યુઝરે લખ્યું, “અમારા મંદિરો તમારા પ્રમોશન માટેના સ્ટુડિયો નથી. ફિલ્મ રીલિઝ થતા પહેલા જ તમને હિન્દુ મંદિરો કેમ યાદ આવે છે? આ બકવાસ બંધ કરો.”

આ સિવાય દિવંગત સુશાંત સિંહ રાજપૂતના નામ પર એક ટ્વિટર હેન્ડલ પર લખ્યું, “હું કોઈ ધર્મ કે સમુદાયના કારણે જવાન ફિલ્મના બોયકોટનું સમર્થન નથી કરી રહ્યો. હું તેનું સમર્થન કરું છું કારણ કે આ ફિલ્મ ક્રિમિનલ બોલિવુડનું પ્રોડક્શન છે, જેણે મારા સુશાંતનું જીવન, અધિકાર અને સન્માન છીનવી લીધું હતું. બસ."

બોયકોટનું બની રહ્યુ છે મજાક
એક તરફ લોકો ફિલ્મનો બોયકોટ કરવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ ઘણા યુઝર્સ આ બોયકોટના ટ્રેન્ડની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “હું આ ટ્રેન્ડને સંપૂર્ણ રીતે સપોર્ટ કરું છું. દરેક વ્યક્તિએ તમામ હોલ માટે ટિકિટ બુક કરાવી છે, આવી સ્થિતિમાં ટિકિટ ન મળવાને કારણે કોઈ ફિલ્મ જોવા જઈ શકશે નહીં.”

એક યુઝરે લખ્યું કે,“બોયકોટ જવાન ફિલ્મ ટ્રેન્ડ થવા લાગી છે. હવે મને ખાતરી છે કે ફિલ્મ જવાન પઠાણના પણ તમામ રેકોર્ડ તોડી નાખશે." એક યુઝરે ધમાલ ફિલ્મની મીમ શેર કરી છે. જેમાં લખ્યું છે, "જે લોકોએ જવાન ફિલ્મનો બોયકોટ કર્યો...” જવાન ફિલ્મ જોવામાં આવી રહી છે...હા, બોયકોટ જવાન ટ્વિટ કર દિયા... નહી કરના થા, અબ વો 1500 કરોડ કમાયેગી."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ