ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / shah mehmood qureshi indian state jammu kashmir geneva unhrc

VIDEO / ઇમરાન સરકારના મંત્રી કાશ્મીર વિશે એવું બોલ્યા કે પાકિસ્તાન વિચારવા લાગ્યું

Published By: vtvAdmin

Last Updated: 05:00 PM, 10 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાને જિનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC) માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તે જ સમયે, પાકિસ્તાને જમ્મુ કાશ્મીરને ભારતનો ભાગ માન્યો છે.  UNHRC માં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું રાજ્ય છે.

ADVERTISEMENT

નોંધનીય છે કે, કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ગિન્નાયું છે.હાલ તે દરેક પ્લેટફોર્મ પર ભારતને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ દરેક વખતે તેણે હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી વાત-વાતમાં સાચું બોલ્યા. તેમના નિવેદનનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, 'ભારત દુનિયાને બતાવવા માંગે છે કે કાશ્મીરમાં જીવન ફરી સામાન્ય થઈ ગયું છે. જો આ સ્થિતિ છે તો ભારત તેમના જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય મીડિયા, એનજીઓ અને સિવિલ સોસાયટીને કેમ જવા દેતું નથી. જેથી તેઓ ત્યાંની પરિસ્થિતિ જોઈ શકે. 

સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC) માં, પાકિસ્તાને ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો છે. વિદેશ મંત્રી શાહ મેહમુદ કુરેશીએ આધાર વગરના આક્ષેપો કર્યા હતા કે કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને કાઉન્સિલે માનવાધિકારના ભંગ પર ધ્યાન આપવું જોઈએ. અમે આ અંગે સંયુક્ત તપાસ સમિતિની રચનાની માંગણી કરીએ છીએ.

પાકિસ્તાને UNHRC ને કાશ્મીર મુદ્દે ચૂપ ન બેસવાનું કહ્યું હતું. બેઠક દરમિયાન પાકિસ્તાને કહ્યું કે ભારતે કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો છે. તેમણે કાશ્મીરને વિશ્વની સૌથી મોટી જેલ, માનવાધિકારનું કબ્રસ્તાન તરીકે વર્ણવ્યું હતું. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ-370 ના હટાવ્યા બાદ કાશ્મીરમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. 

પરંતુ ભારત સરકારે એકથી વધુ વખત સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનના કહેવાથી કાશ્મીરમાં અશાંતિ ફેલાય નહીં, તેથી આ પ્રતિબંધો લાદવામાં આવ્યા ગયા અને પરિસ્થિતિ પ્રમાણે હવે તેઓ હળવા થઈ ગયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Shah Mehmood Qureshi UNHRC jammu kashmir ગુજરાતી ન્યૂઝ જિનીવા પાકિસ્તાન શાહ મેહમુદ કુરેશી article 370

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ