Setting a global record, US tops 1 million Covid-19 cases in 24 hours
મહામારી /
વિશ્વની મહાસત્તામાં કોરોનાનો વર્લ્ડ રેકોર્ડ, અમેરિકામાં એક દિવસમાં 10 લાખથી વધુ કેસ, દુનિયામાં હાહાકાર
Team VTV09:27 PM, 04 Jan 22
| Updated: 09:29 PM, 04 Jan 22
અમેરિકામાં કોરોનાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. અહીં એક દિવસમાં કોરોનાના 10 લાખથી વધુ કેસ નોંધાયા છે.
અમેરિકામાં કોરોનાનો વર્લ્ડ રેકોર્ડ
એક દિવસમાં કોરોનાના 10 લાખથી વધુ કેસ
મહામારીની શરુઆત બાદ પહેલા વાર વર્લ્ડમાં નોંધાયા આટલા કેસ
વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા કોરોના સામે ઘૂંટણીયે પડી ગયું છે. અહીં ઓમિક્રોન પીક પર પહોંચ્યો છે અને તેને કારણે કેસમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1 મિલિયનથી વધુ કેસ આવ્યાં છે.
મહામારીની શરુઆત બાદ પહેલા વાર વર્લ્ડમાં સૌથી વધારે કોરોના કેસ
મહામારીની શરુઆત બાદ 10 લાખ કોરોના કેસ જોનાર અમેરિકામાં વર્લ્ડનો પહેલો દેશ બન્યો છે. આ પહેલા એક પણ વાર એક દિવસમાં આટલી સંખ્યામાં કોરોનાના કેસ ક્યાંય નોંધાયા નથી જેનાથી દુનિયાની ચિંતા વધી છે. ચાર દિવસ પહેલા યુ.એસ.માં સ્થાપિત લગભગ 5,90,000ના અગાઉના રેકોર્ડકરતાં લગભગ બમણી છે. સોમવારે યુ.એસ.માં દૈનિક ચેપના કેસોની સંખ્યા અન્ય કોઈ પણ દેશમાં જોવા મળેલી સંખ્યા કરતા બમણી હતી. અમેરિકાની બહાર સૌથી વધુ સંખ્યા ડેલ્ટા વેરિએન્ટમાં ઉછાળા દરમિયાન આવી હતી જ્યારે 7 મે, 2021ના રોજ 4,14,000થી વધુ ચેપગ્રસ્ત લોકોની ઓળખ કરવામાં આવી હતી.
અમેરિકામાં ઓમિક્રોન સંક્રમણ પીક પર પહોંચ્યું
અમેરિકામાં ઓમિક્રોન સંક્રમણ પીક પર પહોંચ્યું છે અને હવે પછી કોરોના અને ઓમિક્રોનના કેસમાં ઘટાડો આવશે તેવું નિષ્ણાંતોએ જણાવ્યું છે.
સંક્રમણ વધતાં ઘણી ફ્લાઇટ્સ રદ
અમેરિકા સહિત ઘણા દેશોમાં અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, વધતા સંક્રમણને કારણે શાળાઓ અને ઓફિસો પણ બંધ છે. અમેરિકાના ટોચના ચેપી રોગ નિષ્ણાત અને સલાહકાર ડો. એન્ટની ફૌસીએ તાજેતરમાં ઓમાઇક્રોન પર દાવો કર્યો હતો કે ચેપ હજી ટોચ પર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકામાં કોરોના ઇન્ફેક્શન પરિસ્થિતિને એકદમ ગંભીર બનાવી શકે છે. જોકે, સરકાર પોતાના સ્તરે ચેપ ને રોકવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.