ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારત / sensex falls 793 points closed down at 74244 90 level nifty slips 234 points and closed at 22519 these stocks are in focus

સ્ટોક માર્કેટ / શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 2.42 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 793 પોઈન્ટ ડાઉન

Published By: Dinesh Chaudhary

Last Updated: 05:25 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 793.25 પોઈન્ટ ગગડીને 74244.90ની સપાટીએ બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક નિફ્ટી પણ 234.40 પોઈન્ટ ઘટીને 22519.40ની સપાટીએ બંધ થયો હતો

ADVERTISEMENT

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે સ્થાનિક શેરબજારમાં હંગામો જોવા મળ્યો હતો. આજે કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 793.25 પોઈન્ટ ગગડીને 74244.90ની સપાટીએ બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક નિફ્ટી પણ 234.40 પોઈન્ટ ઘટીને 22519.40ની સપાટીએ બંધ થયો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો ટ્રેડિંગ સેશન દરમિયાન 0.5 ટકા નબળા પડ્યા હતા. તો નિફ્ટી બેન્ક 422 પોઈન્ટ્સ - 0.86% ઘટીને 48,564.55 પર બંધ થયો હતો.

શેર માર્કેટમાં રોકાણ કરવું છે? તો ફૉલો કરજો આ 7 ટિપ્સ, સફળતા તમારા કદમ  ચૂમશે | personal finance stock market 7 tips before investing in share  market for more return

રોકાણકારોની સાવચેતીનો પણ ફાયદો
શેરબજારમાં આજે ચોતરફ ખરીદી જોવા મળી હતી. IT ક્ષેત્રની અગ્રણી TCSના માર્ચ ક્વાર્ટરના ડેટા પહેલા રોકાણકારોની સાવચેતી પણ ભારતીય શેરબજારમાં ઘટાડા ગણાવી શકાય. સમાચાર મુજબ શુક્રવારે તેલ, ગેસ, એફએમસીજી અને ફાર્મા કંપનીઓના શેરમાં વેચાણ જોવા મળ્યું હતું.

વાંચવા જેવું: સોનાના ભાવે વટાવી સર્વોચ્ચ સપાટી: કિંમત પહોંચી 73 હજારની નજીક, તો ચાંદીમાં પણ મોટો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

આ સ્ટોક્સમાં ઉતાર-ચડાવ રહ્યો
ડિવિસ લેબ, બજાજ ઓટો, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા મોટર્સ અને ટીસીએસ નિફ્ટી 50માં ટોચના ગેનર રહ્યાં હતા. જ્યારે નિફ્ટી 50માં સન ફાર્મા, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ, ટાઇટન અને ઓએનજીસી શેરો મોટા પાયા પાછળ રહ્યાં હતા.  યુએસ ડૉલર અને 10-વર્ષની ટ્રેઝરી યીલ્ડ શુક્રવારે તેમની પાંચ મહિનાની ટોચની નજીક ટ્રેડ થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોકાણકારો હવે અપેક્ષા રાખે છે કે ફેડ રેટ કટમાં જૂન પછી વિલંબ કરશે. એવી ચિંતા પણ વધી રહી છે કે યુએસ સેન્ટ્રલ બેંક કોઈ નોંધપાત્ર દરમાં ઘટાડો નહીં કરે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bombay Stock Exchange Business News નેશનલ સ્ટોક એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ શેર માર્કેટ અપડેટ Business News

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ