બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદ / Seeing this palace in Ahmedabad, Shah Jahan got the idea of Taj Mahal, played romance with Mumtaz, Jahangir slaughtered a sheep and hung it

હેપી બર્થડે અમદાવાદ / અમદાવાદનો આ મહેલ જોઈને શાહજહાંને આવ્યો તાજમહેલનો વિચાર, મુમતાઝ સાથે ખેલ્યાં પ્રણયફાગ, જહાંગીરે ઘેટાં કપાવીને લટકાવ્યાં

Hiralal

Last Updated: 02:33 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા આ ચોવીસ કલાક ધમધમી રહેલા શહેર અમદાવાદને આજે 614મું વર્ષ બેઠું છે. 6 સૈકા જેટલા લાંબા સમયમાં આ મહાનગરે ઘણી ચઢતી-પડતી જોઈ છે. જોઈએ એક વિશેષ અહેવાલ.

હીરાલાલ પરમાર

આપણા અમદાવાદને 614મું બેઠું. એટલે કે આજે અમદાવાદે 613 વર્ષ પૂરા કર્યાં છે. આ પ્રાચીન શહેર અમદાવાદ વિશે તો ઘણું લખાયું છે અને લખાઈ રહ્યું છે પરંતુ આ બધામાં ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે દુનિયાની સાતમી અજાયબી એવા તાજમહેલના બીજ પણ અહીં જ રોપાયા છે. 'જબ કૂત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને કે અમદાવાદ બનાયા', કહેવત છે? આ કહેવત કેટલી સાચી તે તો રામ જાણે પરંતુ તેની પાછળ ઊંડો ભાવાર્થ છુપાયેલો છે. સસલાં જેવો બીકણ જીવ જ્યારે ઘાતકી ગણાતા કૂતરાની સવારી કરીને આવે તે ધરતી કેટલી ખમતીધર હશે, તેના પાણીમાં કેટલી તાકાત હશે. આજથી 6 સૈકા પહેલા એટલે કે 1411ની સાલમાં બાદશાહ અહમદ શાહે અમદાવાદની પહેલી ઈંટ મૂકી હતી બસ ત્યારથી માંડીને અત્યાર સુધીના 613 વર્ષમાં અમદાવાદ અનેક ચઢતી-પડતીનું સાક્ષી બન્યું છે. વિદેશી આક્રાંતાઓની લૂંટ, કોમી હુલ્લડો, દુષ્કાળ, ભયંકર યુદ્ધ, કાપાકાપી, કુદરતી હોનારતો વગરે સહિત અનેક પ્રકારની અવદશા અમદાવાદે જોઈ છે. અમદાવાદે ઘાટ ઘાટનું પાણી પીધું છે. નોંખા નોંખા કૂવાનું પાણી પીઈને અમદાવાદ તાકાતવર બન્યું છે. અમદાવાદના 614માં બર્થડેના દિવસે આજે વાત કરવી છે આપણા પોતાના અમદાવાદની, પહેલી ઈંટ મૂકાઈ ત્યારથી માંડીને હાલના દિન સુધી તેના ઈતિહાસની માંડણી કરવી છે. 

ક્યારે પહેલી ઈંટ મુકાઈ
1411ની સાલ પહેલા આશાવલ નગરમાં આશા ભીલનું રાજ હતું. પરંતુ અણહિલવાડ પાટણપતિ મહારાજા કર્ણદેવે આશા ભીલને હરાવીને આશાવલ કબજે કર્યું હતું. ત્યાર બાદ બાદશાહ અહમદ શાહે 1411ની સાલમાં ચાર પાક પુરુષો, શેખ અહમદ ખટૂ, અહમદશાહ બાદશાહ, કાજી અહમદ અને મલિક અહમદે ભેગા થઈને અમદાવાદની પહેલી ઈંટ મૂકી હતી. ત્યાર બાદ અહમદશાહે ભદ્રનો કિલ્લો બાંધવો શરુ કર્યો હતો. ભદ્રના દરવાજાને 18 દ્વાર હતા. ભદ્રના કિલ્લા ઉપરાંત બાદશાહ અહમદશાહના સમયમાં અમદાવાદમાં મહેલો, મસ્જિદો, કાંકરિયું તળાવ, ઘટામંડળના મહેલો સહિત અનેક માળખા બંધાયા હતા પરંતુ બાદશાહના અવસાન બાદ ચાંપાનેર અને જૂનાગઢ જીતનાર મહમદ બેગડાના હાથમાં અમદાવાદ આવ્યું અને આ સનકી બાદશાહ (તેને વિશે તો આખી અલગ સ્ટોરી થઈ શકે) અમદાવાદનો ખરો વિકાસ કર્યો. બેગડા અમીરોએ દરિયાપુર, કાળુપુર, સારંગપુર અને તાજપુરના પરાંઓ સ્થાપ્યાં હતા. મહમદ બેગડો ચાંપાનેર રહેતો હતો પરંતુ ત્યાઁથી તે અમદાવાદનો વહિવટ કરતો અને આ માટે તેણે તેના ખાસ સુબા મુહાફિઝખાંનાને વહિવટદાર નીમ્યો હતો. ત્યાર બાદ 1556માં સરદાર ચંગીઝખાન રુમીએ ઈતમાદખાંને (શહેરનો સર્વસત્તાધિશ) હરાવીને અમદાવાદ કબજે કર્યું જોકે તેના હાથમાં પણ થોડા સમય પૂરતું જ રહ્યું. 1558માં જૂજહારખાં હબસીએ દગાથી ચંગીઝખાન રુમીને મરાવી નખાવ્યો અને થોડા સમય અમદાવાદ હબસીઓના હાથમાં આવ્યું પરંતુ ફરીથી ઈતમાદખાંએ અમદાવાદ પાછું લઈ લીધું. 

અમદાવાદમાં મુઘલોનો પગપેસારો ક્યારે? 

આમ તો બીજા મુઘલ બાદશાહ હૂમાયુનો સૌથી પહેલા અમદાવાદમાં પગપેસારો થયો હતો. 1535ની સાલમાં હૂમાયુએ ગુજરાત જીતી લીધું હતું અને તેના ભાઈ Aaskariને અમદાવાદનો સૂબો બનાવ્યો હતો પરંતુ બહાદુર શાહે પોર્ટૂગીઝો સાથે મળીને 1535માં તેની પાસેથી અમદાવાદ આંચકીલીધું હતું પરંતુ 1537માં બહાદુર શાહની પોર્ટૂગીઝોએ હત્યા કરી નાખી હતી. આ પછી  1572માં ઈતમાદખાંને હિંદુસ્તાનના બાદશાહ અકબરને અમદાવાદ આવવાનું નિમંત્રણ આપ્યું. ઈતમાદખાંનના આમંત્રણને માન આપીને બાદશાહ અકબરે 1573ની સાલમાં અમદાવાદમાં પગ મૂક્યો. અકબરના સમયમાં પણ અમદાવાદ ખૂબ ફૂલ્યુંફાલ્યું હતું. દસ-દસ ગાડાઓ એકીસાથે ચાલી શકે તેવા તો તેના રસ્તા પહોળા હતા. લગભગ 44 વર્ષ સુધી અકબરનું શાસન રહ્યું હતું. 

જહાંગીર કેટલો સમય રહ્યો 
1617મા અકબરના પુત્ર અને હિંદુસ્તાનના બાદશાહ બનેલા જહાંગીરની સવારી અમદાવાદ આવી હતી. લગભગ 9 મહિના સુધી જહાંગીર અમદાવાદમાં રહ્યો હતો, જહાંગીરે અમદાવાદની મજા તો ખૂબ લીધી પરંતુ તેને કોસવામાં પણ કંઈ બાકી રાખ્યું નહોતું. જહાંગીરના સમયમાં અમદાવાદના રસ્તા પર ધૂળ ગજબની હતી, ચારે તરફ ધૂળ જ ધૂળ ઉડતી હતી. આથી જહાંગીરને તેની સખત નફરત હતી. જહાગીરે અમદાવાદને ગર્દાબાદ (ગર્દ એટલે ધૂળ) સુદ્ધા કહી નાખ્યું હતું. જહાંગીરને કાંકરિયા ખૂબ ગમતું અને તે બેગમો સાથે મોટાભાગનો સમય અહીંજ ગાળતો હતો. આખા અમદાવાદમાં તેને એક કાંકરિયા જ પ્રિય હતું. મીરાત અકબરી પુસ્તક અનુસાર, જહાંગીરે લખ્યું હતું કે આ શહેર ગર્દાબાદ છે, પણ હવે મારે તેને શું કહેવું? હું તેને શમુમીસ્તાન કે બીમારીસ્તાન કહું ! ઝકુમદાર (કાંટાનું શહેર) કહું કે ઝહન્નામાબાદ કહું. 

અમદાવાદને 'ગર્દાબાદ' સાબિત કરવા જહાંગીરે કપાવ્યાં બે ઘેટાં 
બાદશાહ જહાંગીર પહેલી વાર જ્યારે 1617માં અમદાવાદ આવ્યો ત્યારે તેની આજુબાજુ ધૂળના ઢગલે ઢગલે જોઈને ભારે કોપાયમાન થયો હતો અને તેણે અમદાવાદના ગર્દાબાદ (ગર્દ  એટલે ધૂળ) એવું નામ આપી દીધું હતું. અમદાવાદ ધૂળિયું છે એવું સાબિત કરવા માટે જહાંગીર બે ઘેટા કપાવી નાખ્યાં હતા. એક ઘેટાની લાશ અમદાવાદમા અને બીજાની લાશ 100 કિલોમીટર દૂર મહમુદાબાદમાં ઝાડ પર લટકાવી દીધું હતું. જહાંગીરની વાત સાચી નીકળી. અમદાવાદમા જે ઘેટું લટકાવ્યું હતું તે 8 કલાકની અંદર તો સડવા લાગ્યું હતું જ્યારે બીજે ઠેકાણે લટકાવેલા ઘેટાને સડતાં 14 કલાક લાગ્યાં હતા. 

જહાંગીર અમદાવાદમાં હતો ત્યારે બ્રિટીશરોને મળી વેપારની પરમિશન
જહાંગીર જ્યારે અમદાવાદ હતો ત્યારે 1617માં બ્રિટનના રાજનો દૂત સર થોમસ રો અમદાવાદ આવ્યો હતો અને કાંકરિયામાં જહાગીરના દરબારમાં તેણે અમદાવાદમાં વેપારની પરમિશન માગી હતી. જહાંગીર તેનાથી ખૂબ પ્રભાવિત થયો અને તરત પરમિશન આપી દીધી હતી આ ઘટના બ્રિટીશરોની ભારતમાં પહેલી એન્ટ્રી તરીકે ગણાવાઈ રહી છે. 

મોતી મહેલ પરથી શાહજહાંને તાજમહેલ બાંધવાનો આવ્યો વિચાર 
પ્રેમના પ્રતિક બનેલી જગવિખ્યાત ઈમારત અને આઠમી અજાયબીમાંના એક આગ્રાનો તાજમહેલ બાંધવાનો વિચાર મુઘલ બાદશાહ શાહજહાંને અમદાવાદનો મોતી મહેલ પેલેસ જોઈને આવ્યો હતો. 1618મા જહાંગીરે 17 વર્ષના કુમાર ખુરમ (પછીથી શાહજહાંન નામ ધારણ કરીને હિંદુસ્તાનની ગાદી પર બેઠો) ને સૂબો નીમ્યો હતો. ગુજરાતની સુબાગીરી દરમિયાન શાહજહાંન તેની પ્રેમિકા મુમતાઝને પણ લઈને આવ્યો હતો અને ઈતિહાસકારના જણાવ્યાં પ્રમાણે તેમણે બન્નેએ ઘણા સમય સુધી અમદાવાદમાં જ પ્રણય ફાગ ખેલ્યાં હતા.મુમતાઝ મહેલનું સાદુ નામ અર્જમદબાનું હતું અને તે અસફખાંની દીકરી હતી. જહાંગીરના નિવાસ વખતે અસફખાં અમદાવાદમા જ હતો અને શાહજહાંન પણ હતો. 

અમદાવાદમાં રોપાયા તાજમહેલના બીજ 
તાજમહેલ બાંધવાની કથા પણ ખૂબ રોચક છે. તાજમહેલ બાંધવાનો વિચાર શાહજહાંનને અમદાવાદમાંથી આવ્યો હતો. પ્રખ્યાત ઈતિહાસકાર જેમ્સ ડગલાસે 1893માં પ્રસિદ્ધ થયેલી પોતાની બુક 'વેસ્ટર્ન ઈન્ડીયા'માં લખે છે કે 1618માં તે વખતના પ્રિન્સ ખુરમ કે પછીથી શાહજહાંન ગુજરાતનો સુબો નીમાયો હતો અને અમદાવાદમાં તે પોતાની પ્રેમિકા મુમતાઝ મહલ સાથે રહેતો હતો. અમદાવાદમાં રહેતી વખતે શાહજહાંને શાહીબાગમાં વિશ્વવિખ્યાત મોતી મહેલ પેલેસ (પાછળથી સરદાર પટેલ મ્યુઝીયમમાં ફેરવાયો) બનાવ્યો હતો. આ મોતી મહેલ જોઈને જ શાહજહાંનને તાજમહેલ બાંધવાનો વિચાર આવ્યો હતો અને તેના 36 વર્ષ બાદ એટલે કે 1654માં તેણે આગ્રામાં તાજમહેલ બાંધ્યો હતો. ઈતિહાસકાર  જેમ્સ ડગલાસે પોતાની બુકમાં એવું પણ લખ્યું છે કે "શાહજહાંને અમદાવાદમાં પોતાના નિવાસ વખત જ સ્થાપત્યની કળા શીખી લીધી હતી અને તેને વિકસાવી હતી. અમદાવાદમાં શાહજહાંને માર્બલ પર પડતો પ્રકાશ જોતો હતો, એકલો અને એકદમ મૌન રહીને, તે નિહાળતો, માપ લેતો, તુલના કરતો, શીખતો-સમજતો અને કદાચ નકલ પણ કરતો. અમદાવાદ જેવા શહેરનો ખૂબ પ્રાચીન ઈતિહાસ છે અને ત્યાં 150 વર્ષના શાસનમાં ઘણા કદ્દાવર રાજાઓનું રાજ હતું. અમદાવાદમાં જ શાહજહાંને બેનમૂન બિલ્ડિંગ બાંધવાની કળા શીખી લીધી હતી અને પછી તેનું રિઝલ્ટ ઐતિહાસિક તાજમહેલના રુપમાં આવ્યું. પ્રિન્સ ખુરમનો મોતી મહેલ પેલેસ જોઈને પિતા જહાંગીર એટલા પ્રભાવિત થયાં કે તેમણે શાહીબાગ (શાહજહાંને બનાવ્યો હતો, હાલમાં અસ્તિત્વમાં નથી)માં આરસનું એક સિંહાસન પોતાને માટે ખાસ બનાવડાવ્યું હતું. 1638 અને 1641ની વચ્ચે ઘણા યુરોપિયન પ્રવાસીઓએ અમદાવાદની મુલાકાત વખતે શાહબાગ ગાર્ડન, તેના તળાવોના વખાણ કર્યાં હતા અને મોતી મહેલ પેલેસને 'અસાધારણ પ્રેમાળ', ગણાવ્યો હતો. તે વખતે મોતી મહેલ પેલેસ 100 એકર જમીનમાં ફેલાયેલો હતો અને તેની ફરતે કોટ નહોતો. Catherine Asher નામના લેખિકાએ પોતાની બુક Architecture of Mughal India' માં લખ્યું છે કે મોતી મહેલ પેલેસનો બહારનો ભાગ કમાનને બદલે બે માળના આડા બીમ પર હતો અને અતિ કમોળ પિલરનું પ્રવેશદ્વાર હતું. મોતી મહેલ પેલેસ અકબરના અજમેર પેલેસની સુધારિત બિલ્ડિંગ હતી. મોતી મહેલની બીજી રસપ્રદ વાત એ છે કે તેની નીચે ભોંયરા હતા જેમાં પાણી સંઘરવામાં આવતું અને ભોજન પણ તૈયાર થયું. 

મોતી શાહી મહેલમાં કદી પણ ન રહી શક્યો શાહજહાં
શાહજહાંને પોતાના માટે અને ગરીબો કાજે મોતી શાહી મહેલ બંધાવી તો દીધો હતો પરંતુ દુર્ભાગ્યે તે તેમાં કદી પણ રહી શક્યો નહોતો. કારણ કે મહેલ જ્યારે બનીને તૈયાર થયો ત્યારે શાહજહાંન હાથીની સવારી કરીને આવ્યો હતો અને અંદર જવા લાગ્યો હતો પરંતુ મહેલનું પ્રવેશદ્વાર ઘણું નાનું હોવાથી તે હાથી સાથે અંદર જઈ શક્યો નહોતા બસ આટલી વાતે શાહજહાંન ખૂબ નારાજ થઈ ગયો હતો અને તરત તે હાથીને લઈને રવાના થઈ ગયો હતો અને ભદ્રના કિલ્લાની અંદર વસવાટ કરવા લાગ્યો હતો ત્યાર બાદ દિલ્હીમાં પિતા જહાંગીરનું અવસાન થતાં ગાદી ઝડપી લેવા દિલ્હી ઉપડી ગયો હતો અને ત્યાર બાદ કદી પણ અમદાવાદ ન આવ્યો. 

દાહોદમાં પડાવ વખતે ઔરંગઝેબનો જન્મ 
ગુજરાતથી દિલ્હી તરફની આગેકૂચ દરમિયાન છાબ તળાવના કમળો અને નૈસર્ગિક સુંદરતાથી આકર્ષાઈ મુઘલ બાદશાહ જહાંગીરે 1618માં દાહોદમાં રોકાણ કરેલું. આ સમયે બાદશાહના કાફલામાં પુત્રવધુ મુમતાઝ મહેલ પણ સામેલ હતી. મુમતાઝે, 1618ની 24 ઓક્ટોબરે ઔરંગઝેબને જન્મ આપ્યો હતો. આ પ્રસંગની યાદગીરી તરીકે 1619માં  ઘાંચીવાડમાં 1619માં શાહજહાંને ‘આલમગીર મસ્જીદ’ બંધાવી હતી જેમાં ઔરંગઝેબની નાળ દાટી હતી. ઔરંગઝેબને તેના જન્મ સ્થળ માટે ખૂબ જ પ્રેમ હતો. બાદશાહ બન્યાં બાદ ઔગંરઝેબે સુબેદાર મહંમદ અમીન ખાન કહીને દાહોદમાં સૌથી ઊંચાઈવાળો ભાગે મુસ્લિમ ફકીરો માટે સરાઈ અર્થાત ધર્મશાળા બનાવી હતી. 1704 માં વૃદ્ધ અને ખૂબ નબળા બની ગયેલા ઔરંગઝેબે ગુજરાતના સુબેદાર મોટા પુત્ર મુહમ્મદ આઝમને પત્ર લખ્યો હતો. જેમાં પોતાના જન્મસ્થળ દાહોદના લોકો પ્રત્યે દયા દાખવવાનું કહેલું. 

અમદાવાદ-દાહોદ-તાજમહેલ અને આગ્રા કિલ્લાનું કનેક્શન
અમદાવાદમાં પિતાના શાસન દરમિયાન પ્રિન્સ ખુરમ (શાહજહાંન)નું ગર્વનર બનવું, વળતા દાહોદમાં પુત્ર ઔરંગઝેબનું જન્મવું, ઔરંગઝેબને જન્મ આપ્યાં બાદ મુમતાઝ મહેલનું મરવું અને તાજમહેલમાં દફન અને છેલ્લે ઔરંગઝેબને હાથે શાહજહાંનનું આગ્રાના કિલ્લામાં કેદ થઈને મરણને શરણ થવું આ બધી વિધિની કેવી વક્રતા કહેવાય. 

ઔરંગઝેબને એક ગુજરાતીએ ઘૂંટણીએ પાડ્યો હતો 
મુઘલ સામ્રાજ્યના 6 ઠ્ઠા મોટા બાદશાહ ઔરંગઝેબ કટ્ટરપંથી અને વટાળવૃત્તિ તરીકે વધારે કુખ્યાત હતો અને આવા આ મદાંદ રાજાને એક ગુજરાતીએ ઝૂકાવી દીધો હતો. આ ગુજરાતી એટલે સુરતનો ભીમજી પારેખ (1610-1686) પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હતા. ઔરંગઝેબ તે સમયે સુરતનો સૂબો હતો. તેની કટ્ટરપંથી અને વટાળવૃત્તિ સામે 1669માં અહિંસક સત્યાગ્રહ થયો. આમ તો બંને વચ્ચે ઉંમરમાં ખાસ્સો 25 વરસનો ફરક હતો, પરંતુ સુરતે ઔરંગઝેબની ધાર્મિક કટ્ટરતા અને વટાળપ્રવૃત્તિ સામે જે અહિંસક અને જડબેસલાક આંદોલન કર્યું, તેમાં આ બંને ખભેખભા મિલાવી સાથે રહ્યા અને નેતૃત્વ પૂરું પાડ્યું. 1669માં ઔરંગઝેબની નીતિને અનુસરીને સુરતના કાજી નૂરૂદ્દીને કેટલાક ધર્માંધ મુસલમાનોનો સાથ લઈ બે હિન્દુ અને એક જૈનને ઇસ્લામ ધર્મમાં વટલાવી નાખ્યા. ત્રણમાંથી એક જણે મોત વહાલું કર્યું. આ આત્મહત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. સુરત શહેરમાં હાહાકાર મચી ગયો. સુરતીઓનું ખમીર બંડ પોકારી ઊઠ્યું. જેનું નેતૃત્વ ભીમજી પારેખે લીધું. ઔરંગઝેબ સામે પ્રજાના મનમાં ઘૂઘવાતા રોષે દાવાનળનું સ્વરૂપ લીધું. સામે નુરૂદ્દીન કાજી અને ઔરંગઝેબ મક્કમ હતા. જેમજેમ સમય પસાર થતો ગયો તેમતેમ બંધની અસર વરતાવા માંડી. ટંકશાળ અને કસ્ટમ-હાઉસ સૂમસામ થઈ ગયાં. કરિયાણું અને શાકભાજી મેળવવી અશક્ય બની ગઈ. જેમજેમ દિવસો વિતતા ગયા ઔરંગઝેબને એની ભૂલ અને એનાં ગંભીર પરિણામો સમજાવા લાગ્યાં. ઔરંગઝેબે જાહેર કર્યું કે તેણે ભૂલ કરી હતી અને સૌ હિજરતીઓ એને દરગુજર કરી સુરત પાછા ફરે. ઔરંગઝેબે ખાત્રી આપી કે ફરી આવો અપરાધ નહીં થાય. ઔરંગઝેબે ખાતરી આપી એટલે બધા હિજરતીઓ પાછા ફર્યા. સુરત પાછું વેપારી પ્રવૃત્તિથી ધમધમવા લાગ્યું.

ઈસ્લામિક શાસનમાં અમદાવાદમાં બંધાયેલા સ્મારકો
(1) અહમદ શાહની મસ્જિદ- 
1411માં બાદશાહ અહમદ શાહે પોતાની દેખરેખમાં બંધાવી હતી. 

(2) રાણી સિપ્રીની મસ્જિદ- 1514
1514માં મોહમ્મદ બેગડાની બેગમ રાણી સિપ્રીએ બંધાવી હતી. 

(3) રુપમતીની મસ્જિદ
અમદાવાદના બાદશાહ બનેલા કુતુબુદ્દીનની બેગમ રાણી રુપમતીએ બંધાવી હતી.

(4) સિદ્દી સૈયદની જાળી
સિદી સૈયદે 1573ની સાલમાં જાળીદાર સિદી સૈયદની જાળી બંધાવી હતી.

(5) ઝૂલતા મિનારા
કાલુપુર રેલવે સ્ટેશનની સામે આવેલા ઝૂલતા મિનારા પણ ઈસ્લામિક માળખું છે જેમાં એક મિનારો હલાવવામાં આવતાં બીજો તેની મેળે હલવા લાગે છે. 

(6) જામા મસ્જિદ
સુલતાન અહમદ શાહે 1424ની સાલમાં બનાવી હતી.

(7) દરિયાખાનનો મકબરો
ઘુંમટ તરીકે જાણીતો દરિયાખાનનો મકબરો પણ ઈસ્લામિક શૈલીની અદ્દભૂત ઈમારત છે.

(8) બાદશાહનો હજીરો
બાદશાહ અહમદ શાહની કબ્રગાહ છે

(8) રાણીનો હજીરો
અહમદ શાહની બેગમ મુગલબીબીની કબ્રસ્તાન છે.

(9) સરખેજનો રોજો

અમદાવાદની સ્થાપના કરનાર લોકોમાંના એક સંત શેખ અહમદ ખટ્ટુની દરગાહ છે. સુલતામ મુહમ્મદ શાહે 1446માં બાંધવાની શરુઆત કરી હતી. ત્યાર બાદ સુલતાન કુતુબુદ્દીને 1451માં પૂરી કરાવી હતી. 

(10)  શાહ આલમ રોજા

શાહ આલમમાં આવેલા આ ઐતિહાસિક અને દંગ કરી મૂકે તેવી મસ્જિદ છે. વટવાના પીર તરીકે જાણીતા કુતુબ અલ આલમના પુત્ર હઝરત શાહની આ મસ્જિદ છે. મુહમ્મદ બેગડાએ બંધાવી હતી. 

(11) આ ઉપરાંત ત્રણ દરવાજા

આઝમખાનની સરાય અને મોતી શાહી મહેલ પણ ઈસ્લામિક શાસનના બંધાયેલા ઐતિહાસીક માળખાં છે. આ તો મોટા સ્મારકોની વાત થઈ પરંતુ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાની વેબસાઈટ અનુસાર, અમદાવાદમાં નાના મોટા થઈને કુલ 54 ઐતિહાસિક સ્મારકો આવેલા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ