બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Secrets of Jagannath Puri No plane or bird can fly over this temple flag flutters against wind

OMG! / ગજબ! આજે પણ આ પ્રસિદ્ધ મંદિર પરથી નથી ઉડતા વિમાન કે પક્ષીઓ, પવનની વિરુદ્ધ લહેરાય છે ધ્વજ

Published By: Parth

Last Updated: 03:48 PM, 19 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જગન્નાથપૂરી મંદિરની મહિમા તથા ચમત્કાર દુનિયામાં પ્રસિદ્ધ છે. કહેવામાં આવે છે કે આ મંદિરની ઉપરથી   કોઈ વિમાન કે પક્ષી ઉડી શકતું નથી. આ ઉપરાંત આ મંદિરનો ધ્વજ પણ હવાથી વિપરીત લહેરાય છે.

જગન્નાથ પૂરી ચાર ધામોમાંનું એક છે.આ હિન્દુઓનું એક પ્રમુખ તીર્થ સ્થાન છે. અહિંયા આખું વર્ષ ભક્તોની ભીડ રહે છે. આ મંદિરની મહિમા તથા ચમત્કાર દુનિયામાં પ્રસિદ્ધ છે. જાણીએ જગન્નાથ પૂરી મંદિર સાથે જોડાયેલા આશ્ચર્યજનક તથ્યો તથા અદ્ભૂત ચમત્કાર વિષે.

મંદિરની ઉપરથી નથી ઉડી શકતું કોઈ પણ વિમાન:
જગન્નાથ પૂરી મંદિર વિષે માન્યતા છે કે તેની દેખરેખ ગરુડ પક્ષી કરે છે. ગરુડને પક્ષીઓનો રાજા માનવામાં આવે છે. આવાંમાં અન્ય પક્ષી આ મંદિરની ઉપરથી ઉડતાં નથી. ઉપરાંત જગન્નાથ પૂરી મંદિરના ઉપરી હિસ્સામાં આઠ ધાતુઓથી બનેલ એક ચક્ર લાગેલ છે જેને નીલચક્ર કહેવામાં આવે છે. માન્યતા છે કે આ ચક્ર મંદિરની   ઉપરથી ઉડવા વાળા હવાઈ જહાજોમાં રુકાવટ પેદા કરે છે. એટલા માટે આ મંદિરની ઉપરથી કોઈ પણ વિમાન ઉડી શકતું નથી.

હવાની વિપરીત દિશામાં લહેરાય છે ધ્વજ:
સામાન્ય રીતે કોઈ પણ ધ્વજ હવાને અનુકુળ લહેરાતો હોય છે   પરંતુ આ મંદિરનાં શીર્ષ પર લાગેલો ધ્વજ હવાની વિપરીત દિશામાં લહેરાય છે. ધ્વજના આ રહસ્યથી વૈજ્ઞાનિકો પણ હેરાન છે. 

મંદિરનું પ્રવેશ દ્વાર છે અદ્ભુત:
જગન્નાથ પૂરી મંદિરમાં ચાર દરવાજા છે. મુખ્ય દ્વારને સિંહદ્વારમ કહેવાય છે. કહેવાય છે કે આ દ્વારથી મંદિરના પ્રવેશ દ્વાર પર સમુદ્રની લહેરોનો અવાજ સંભળાય છે પરંતુ મંદિરમાં પ્રવેશ કરતાંની સાથે જ લહેરોનો ઘોંઘાટ સમાપ્ત થઇ જાય છે.

પ્રાસાદમ પકવવાની પરંપરા છે અનોખી:
ભગવાનને ભોગ ચઢાવવા માટે પ્રાસાદમ પકવવાની પરંપરા છે. પ્રાસાદમ પકવવા માટે સાત વાસણો એક બીજા પર ચઢાવવામાં આવે છે. પહેલાં સૌથી ઉપર વાળા વાસણનો પ્રસાદ તૈયાર થાય છે. ત્યાર પછી ક્રમશઃ અન્ય વાસણોના પ્રસાદ તૈયાર થાય છે. હેરાન કરી દેવા વાળી વાત એ છે કે પ્રાસાદમ પકવવા માટે બળેલી લાકડીઓનો વપરાશ કરવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bhagwan Jagnnath Dharma JAGNNATH PURI જગન્નાથ પુરી Dharma

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ