બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / બિઝનેસ / તમે ડીમેટ એકાઉન્ટમાં KYC કરાવ્યું કે નહીં? 1 કરોડથી વધારે રોકાણકારોને ઝટકો

શેરબજાર / તમે ડીમેટ એકાઉન્ટમાં KYC કરાવ્યું કે નહીં? 1 કરોડથી વધારે રોકાણકારોને ઝટકો

Last Updated: 12:04 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SEBI KYC Demat Account: સેબીએ 1 એપ્રિલથી KYC માટે નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમો હેઠળ KYC સંસ્થા KRAએ બધા રોકાણકારોને KYCને ત્રણ ભાગોમાં વહેચ્યું છે.

જો તમે પણ શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ કે કમોડિટી માર્કેટમાં રોકાણ કરો છો તો આ ખબર તમારા કામની છે. લગભગ 1.3 કરોડ ડીમેટ એકાઉન્ટને હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. તેનો સીધો મતલબ એ થયો કે જેનું પણ એકાઉન્ટ હોલ્ડ પર છે તે તેના દ્વારા કોઈ પ્રકારનું ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે.

money investment saving-account

KYC રજીસ્ટ્રેશન કરનાર સંસ્થા KRAએ આ વિશે જાણકારી આપી છે. KYCની તરફથી જણાવવામાં આવ્યું છે કે સેબીના દાયરામાં આવતા લગભગ 11 કરોડ રોકાણકારોમાંથી 1.3 કરોડ ખાતા ઓનહોલ્ડ છે. એટલે કે હવે આ રોકાણકાર વગર KYCએ શેર, મ્યુચ્યુઅલ ફંડ અને કમોડિટીમાં ટ્રાન્ઝેક્શન કરી શકશે.

નહીં મળે રોકાણ કરવાની પરવાનગી

જાણકારી અનુસાર 1.3 કરોડ ખાતા અલગ અલગ કારણોથી સેબીના નિયમોના અનુસાર નથી. પાંચ કેઆરએની તરફથી જાહેર પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે કે જેનું KYC યોગ્ય રીતે નથી કરવામાં આવ્યું તેમને શેર, કમોડિટી અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની પરવાનગી નહીં આપવામાં આવે. ઘણા રોકાણકારોના KYCમાં PAN અને આધાર કાર્ડની યોગ્ય જાણકારી ન હતી.

money-13

આટલું જ નહીં બન્નેને એક બીજા સાથે લિંક પણ નથી કરવામાં આવ્યા. એવું એટલા માટે થયું કારણ કે પહેલા KYC માટે વિજળી બિલ ટેલીફોન બિલ કે બેંક સ્ટેટમેન્ટને સ્વીકાર કરવામાં આવતું હતું. પરંતુ હવે સેબી આ દસ્તાવેજોને મંજૂરી નથી આપતું. આ કારમે KYCને રીક્લાસીફાઈ કરવાની જરૂર પડી.

KYCને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યું

1 એપ્રિલથી KYCના નિયમોને લાગુ કરી દેવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર KYC સંસ્થા KRAએ બધા રાકાણકારોના KYCને ત્રણ ભાગોમાં વહેચી દીધા છે. તેમાં પહેલો વેલિડેટેડ, બીજો રજીસ્ટર્ડ અને ત્રીજો ઓન હોલ્ડ છે.

વધુ વાંચો: મેના પ્રથમ દિવસે મોંઘવારીમાં મળી રાહત: સસ્તો થયો LPG સિલિન્ડર, જાણો લેટેસ્ટ રેટ

ત્રણેય ભાગો એ આધાર પર કરવામાં આવ્યા છે કે રોકાણકારે KYCમાં પોતાનું PAN, આધાર, ઈમેલ અને મોબાઈલ નંબરની જાણકારી આપી છે કે નહીં. આવા રોકાણકાર જેના KYCનું વેલિડેટ કરવામાં આવ્યું છે તેમને કંઈ કરવાની જરૂર નથી અને તે પોતાના ઈનવેસ્ટમેન્ટને ચાલું રાખી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ